Parichay Talks (સમાચાર) Dt :-31-08-23 સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

Parichay Talks (સમાચાર) Dt :-31-08-23   સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

         સ્વદેશી જાગરણ મંચ ટીમ સ્વદેશી વસ્તુઓનાં પ્રચાર પ્રસાર કરતી સંસ્થા દેશભરમાં રાષ્ટ્રવાદ માટે કાર્ય કરે છે. સ્વદેશી જાગરણ મંચ રાજકોટ ટીમ પણ સ્વદેશી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતાં વિવિધ પ્રકારના પ્રકલ્પો હાથ ધરે છે. સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. નાના મવા મેઇન રોડ, મોકાજી સર્કલ પાસે  તારીખ  27/08/2023 રવિવારે સવારે 8:30 કલાક સ્વદેશી જાગરણ મંચ રાજકોટનાં સભ્યો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. 
        વૃક્ષારોપણનાં  કાર્યક્રમ બધા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. ભાર્ગવીબેન ભટ્ટ, સૌરાષ્ટ્ર પ્રાંત મહીલા પ્રમુખ, વનિતાબેન રાઠોડ સૌરાષ્ટ્ર પ્રાંત મહિલા સહ પ્રમુખ, બિંદુબેન ભટ્ટ, રક્ષાબેન ધામી, નયનાબેન પેઢડીયા, વિનોદભાઈ પેઢડીયા, મલયભાઈ રૂપાપરા, તપનભાઈ લાડાણી, યશભાઈ જસાણી, હાર્દિકભાઈ સીણોજીયા, યોગેશભાઈ ભટ્ટ, રાજુભાઈ કક્કડ સૌ઼એ  હાજરી આપી હતી.  મોકાજી સર્કલ નાના મવા વિસ્તારમાં ઉમરા, પીપળા, કરંજ, બોરસલી, સવન જેવાં વૃક્ષો વાવવામાં આવ્યા. વૃક્ષો વાવવાથી થતાં ફાયદાઓ તથા વૃક્ષોનાં મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 31-08-23 વધતું જતું ઓનલાઈન શોપિંગ એક વ્યસન...... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (લેખકની કલમે) Dt :- 31-08-23 વધતું જતું ઓનલાઈન શોપિંગ એક વ્યસન......   કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 30-08-23. ભાવનગરમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની મોરચંદમાં રંગારંગ ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 30-08-23. ભાવનગરમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની મોરચંદમાં રંગારંગ ઉજવણી કરાઈ

         77માં સ્વાતંત્ર્ય પર્વની મોરચંદ ગામ સમસ્ત ઉજવણી શ્રી મોરચંદ કેન્દ્રવર્તી શાળા ખાતે રંગારંગ રીતે કરવામાં આવી. સૌ પ્રથમ સવારે 8 વાગ્યે સમગ્ર ગામમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી, જેમાં દેશભક્તિના સૂત્રો સાથે રાજકીય આગેવાનોની હાજરીમાં સમગ્ર ગામમાં રેલી સ્વરૂપે ફેરવવામાં આવી.

       મોરચંદ કેન્દ્રવર્તી શાળામાં સરપંચ લગ્ધિરસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરી અને બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. સાથે બાળકોને શૈક્ષણિક કીટ અને ઈનામ વિતરણ કરવામાં આવ્યું. હાલ મોરચંદ ગામની શાળા શતાબ્દિ વર્ષની ઉજવણી કરી રહી હોઈ ગામના દરેક સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, નવ નિયુક્ત કર્મચારી, સામાજિક સંસ્થાઓ, વીર ભામાશાઓ, ગામના અગ્રણીઓ અને સતત ગામને મદદરૂપ થતાં વ્યક્તિને મોરચંદ ગ્રામ પંચાયત દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

        ગામના દરેક બાળકોને શૈક્ષણિક કીટ તેમજ વર્ષ 2022-23 માં દરેક શાળાના ધોરણ પ્રમાણે પ્રથમ ત્રણ નંબરના બાળકોને ઈનામથી સન્માનિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં અંદાજે બાળકો અને શાળાને 1 લાખ થી વધારે રકમનું અનુદાન પ્રાપ્ત થયું. ગોહિલ અમરસિંહ રણજુભા તરફથી મોરચંદ ગામના શાળામાં ભણતા દરેક બાળકને શૈક્ષણિક કીટ વિતરણ. અંદાજે રકમ 35000 હજાર. 2) ગોહિલ ઘનશ્યામસિંહ અમરસિંહ તરફથી ગામની દરેક શાળાના ધોરણ પ્રમાણે પ્રથમ ત્રણ નંબરના બાળકને શૈક્ષણિક કીટ વિતરણ. અંદાજે રકમ 25000 હજાર. 3) મોરચંદ કન્યા શાળાને ગોહિલ અમરસિંહ રણજુભા તરફથી 2 કબાટ. અંદાજે રકમ 19000 હજાર. 4) મોરચંદ કેન્દ્રવર્તી શાળાને કમ્પ્યુટરના ચાર એલસીડી સ્ક્રીન નવ નિયુક્ત કર્મચારી જયદિપસિંહ ગોહિલ, મજબુતસિંહ ગોહિલ, દશરથસિંહ ગોહિલ, રાજદીપસિંહ ગોહિલ તરફથી આપવામાં આવ્યા. અંદાજે રકમ 12000 હજાર. 5) ગામના બધા બાળકોને રિધ્ધી સિધ્ધી યુવા ગ્રુપ તરફથી ટેસ્ટી પાવભાજી ની મોજ કરાવવામાં આવી. અંદાજે ખર્ચ 10000 હજાર. 6) સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક બાળકને પ્રોત્સાહિત ભેટ. અંદાજે ખર્ચ 7000 હજાર.

        સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામના સરપંચશ્રી, યુવાનો, વડિલો, મોરચંદ ગામની દરેક શાળાના શિક્ષકો અને બાળકોએ ખુબ મહેનત કરેલ. સૌએ ભેગા મળી એક ઉત્સવની જેમ રાષ્ટ્રિય પર્વની ઉજવણી કરેલ.

Parichay Talks (સમાચાર) Dt :-30-08-23 ભાવનગરના સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાશે 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા

 Parichay Talks (સમાચાર) Dt :-30-08-23   ભાવનગરના સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાશે 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા

(મૂકેશ પંડિત) ઈશ્વરિયા

         ભાવનગરના સણોસરા લોકભારતી ગ્રામવિધાપીઠના પ્રણેતા કેળવણીકાર અને સાહિત્યસર્જક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળા અંતર્ગત કેળવણીકાર મનસુખ સલ્લા વ્યાખ્યાન આપશે. આ કાર્યક્રમમાં અહીના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન યોજાશે.

       ગોહિલવાડના ગૌરવરૂપ  લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આગામી મંગળવાર તા.૨૯ સવારે 'દર્શક' સ્મારકમાળામાં લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયનાં પૂર્વ આચાર્ય, દર્શક સાહિત્યનાં પ્રમાણભૂત વક્તા અને કેળવણીકાર મનસુખ સલ્લા 'દર્શકનું કેળવણી દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ' વિષય પર વ્યાખ્યાન આપશે. લોકભારતી ગ્રામવિધાપીઠના  પ્રણેતા, કેળવણીકાર અને સાહિત્યકાર સર્જક, ચિંતક મનુભાઈ પંચોળી 'દર્શક' સ્મારક વ્યાખ્યાનમાળાના આ વિશમાં મણકાના વ્યાખ્યાન સાથે અહીંના પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન યોજાશે.

         સંસ્થાના વડા અરુણભાઈ દવે તથા રઘુવીરભાઈ ચૌધરી અને નિયામક હસમુખભાઈ દેવમુરારિ સાથે
રામચંદ્ર ભાઈ પંચોળીના સંકલન સાથે અહીંના  પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન થશે, જેમાં અતુલભાઈ પંડ્યા (પર્યાવરણ અને ગાંધી વિચાર - પ્રચાર), બિંદુબેન અને પાર્થેશભાઈ પંડ્યા ( શિક્ષણ અને ગ્રામવિકાસ) તથા રવજીભાઈ ગાબાણી (સરકારી વહીવટ) સમાવિષ્ટ છે. આયોજનમાં લોકભારતી પરિવાર જોડાયેલ છે.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 30-08-23. બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 30-08-23. બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.

       બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્યની પ્રવૃત્તીઓ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં  રંગોળી દોરવી, સ્ક્રૂ અને ખીલી લગાવવી, કુકર ખોલ બંધ કરવું, મહેંદી મૂકવી, ચિત્રકામ, કાગળ કામ, માટીના રમકડા બનાવવા, વેસ્ટ માંથી બેસ્ટ, સાયકલને પંચર કરવું, વેશભૂષા, આનંદ મેળો, કપડાની સ્ત્રી કરવી, તોરણ બનાવવા, કેશગૂંફન, વ્યસન મુક્તિ સ્ટોલ, રામહાટ, સ્વચ્છતા સ્ટોલ, તાવડી વર્ક, દિવેટ બનાવી પુષ્પગુચ્છ બનાવવા, ગેસની બોટલનું કનેક્શન ફીટ કરવું, ફાયર સેફ્ટી, વજન ઊંચાઈ, ખાણીપીણીના સ્ટોલ, બટન ટાંકવા વગેરે જેવી કૌશલ્ય વર્ધક અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં શાળાના તમામ બાળકો જોડાયા હતા, બાળકોમાં છુપાયેલી પ્રતિભા નિખરે અને તેમાં રહેલા કૌશલ્યોનું સંવર્ધન થાય તે હેતુસર દર વર્ષે માફક આ વર્ષે પણ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ.શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકોએ ખુબજ મહેનત કરી હતી.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 29-08-23 ભાઈ બહેનનાં પ્રીતનું પર્વ ...... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (લેખકની કલમે) Dt :- 29-08-23 ભાઈ બહેનનાં પ્રીતનું પર્વ ......  કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર  

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 29-08-23. આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર સતત ૧૨મી વખત ચેમ્પિયન.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 29-08-23. આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર સતત ૧૨મી વખત ચેમ્પિયન.


        એમ.કે.બી. યુનિના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત  આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં  નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ચેમ્પિયન  સતત ૧૨મી વખત ચેમ્પિયન બનતી નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગરની ટીમ 
        મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે અભ્યાસ કરતી કુ. ડાભી શોભા ડી, કુ. લકુમ ઉન્નતી વી, કુ. ડાભી હેતલ એ. કુ. ડાભી શ્રદ્ધા જે., કુ. સોલંકી વેશાલી એમ., કુ. જેઠવા ઋષિતા એલ., કુ. ડાભી સેજલ વી., કુ. ડોડીયા સેજલ એમ., કુ. દોળશિયા નિરાલી જી., કુ. ગોહિલ સેજલ એ., કુ. જબુચા શીતલ એમ અને કુ. રાઠોડ ક્રિષ્ના એ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 
           એમ.કે.બી. યુનિના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આંતરકોલેજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.  જેના ભાગ રૂપે આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કોલેજની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વોલીબોલની ટીમે તેમની હરીફ ટીમોને પરાજિત કરી યુનિની સતત ૧૨મી વખત ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.
       આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધામાં ચેમ્પિયન બનવા બદલ સમગ્ર વોલીબોલ ટીમને કોલેજના મેં.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં.ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Parichay Talks (Freend Book) Dt :- 28-08-23 નહોતી ખબર પ્રેમ કે..... કવિ :- વહીદ શાહ - બોટાદ.

Parichay Talks (Freend Book) Dt :- 28-08-23 નહોતી ખબર પ્રેમ કે.....  કવિ :- વહીદ શાહ - બોટાદ.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 28-08-23. એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સ્ક્વોશ રેકેટ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગરની ટીમ ચેમ્પિયન.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 28-08-23. એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સ્ક્વોશ રેકેટ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગરની ટીમ ચેમ્પિયન.

           આંતર કોલેજ સ્ક્વોશ રેકેટ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગરની ટીમ ચેમ્પિયન બની. 
વ્યક્તિગત સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવી નંદકુંવરબા મહિલા કોલેજ – દેવરાજનગરની વિધાર્થીનીઓએ નવો ઈતિહાસ રચ્યો 
            મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજ નગર ખાતે અભ્યાસ કરતી કુ. દવે નિધિ યોગેશભાઈ, કુ. ચૌહાણ એકતા નાથુભાઈ, કુ. વાળા માનસીબા બલભદ્રસિંહ, કુ.દિહોરા રિદ્ધિ તથા કુ.ચૌહાણ જાનવીએ સ્ક્વોશ રેકેટ સ્પર્ધામાં ભાગ લીધો હતો. 
           એમ.કે.બી. યુનિ.ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત સ્ક્વોશ રેકેટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ કોલેજની ૧૯ બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી નંદકુવરબા મહિલા કોલેજની વિધાર્થીની ચેમ્પિયન બની હતી, તેમજ વ્યક્તિગત સ્પર્ધામાં નંદકુવરબા મહિલા કોલેજ માં અભ્યાસ કરતી કુ.દવે નિધિ યોગેશભાઈ સમગ્ર યુનિવર્સીટીમાં પ્રથમ, કુ.ચૌહાણ એકતા નાથુભાઈ સમગ્ર યુનિવર્સીટીમાં દ્વિતીય તથા કુ. વાળા માનસીબા બળભદ્રસિંહ સમગ્ર યુનિવર્સીટીમાં થર્ડ નંબર મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું હતું. 
          આંતર કોલેજ સ્વોશ રેકેટ સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ કોલેજના મેં. ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે ભાગ લેનાર તમામ ખેલાડીને અભિનંદન પાઠવ્યા હતા.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 27-08-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ બાલાજી વેફર્સ, રાજકોટની મુલાકાતે લીધી.....

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 27-08-23  ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ બાલાજી વેફર્સ, રાજકોટની મુલાકાતે લીધી.....


      મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે  બી.કોમ. સેમ-૩ વિભાગની વિધાર્થીનીઓએ રાજકોટ ખાતે આવેલ બાલાજી વેફર્સની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે, તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે. તેના ભાગ રૂપે બાલાજી વેફર્સ, રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી. 
         આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ દુધ ડેરીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે, અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે, તે અંગેની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ બાલાજી વેફર્સની તમામ પ્રોડકટ વિશે અને બાલાજી વેફર્સની શરૂઆત કેવી રીતે કરવામાં આવી તેમજ બાલાજી વેફર્સનું સંચાલન કઈ રીતે થાય છે, તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.

Parichay Talks (લેખકની કલમે) Dt :- 27-08-23 ચંદ્રયાન - 3ની સફળતા...... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (લેખકની કલમે) Dt :- 27-08-23 ચંદ્રયાન - 3ની સફળતા......   કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (સમાચાર) Dt :-26-08-23 PM નરેન્દ્ર મોદીજીએ નામની જાહેરાત કરી



Parichay Talks (સમાચાર) Dt :-26-08-23           PM નરેન્દ્ર મોદીજીએ નામની જાહેરાત કરી

Parichay Talks (સમાચાર) Dt :-26-08-23 મહુવામાં તુલસી જન્મોત્સવ પર્વે વિદ્વાન કથાકારોને વાલ્મિકી, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન વંદના અર્પણ કરાયું

Parichay Talks (સમાચાર) Dt :-26-08-23   મહુવામાં તુલસી જન્મોત્સવ પર્વે વિદ્વાન કથાકારોને વાલ્મિકી, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન વંદના અર્પણ કરાયું

(મૂકેશ પંડિત) ઈશ્વરરિયા


       કૈલાસ ગુરુકુળ મહુવામાં તુલસી જન્મોત્સવ પર્વે વિદ્વાન કથાકારોને વાલ્મિકી, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન વંદના અર્પણ કરતાં મોરારિબાપુએ ઉદ્બોધનમાં કહ્યું કે, તુલસીદાસજીએ માનસમાં સૌંદર્ય, પ્રેમ અને બ્રહ્મના સાત્વિક મંથન કર્યા છે. અહી તુલસી સંગોષ્ઠિમાં મનનીય પ્રવચનો યોજાયા. મોરારિબાપુ પ્રેરિત આયોજનમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે વિદ્વાન કથાકારોને વિવિધ સન્માન અર્પણ કરાયા. આ પ્રસંગે મોરારિબાપુએ તેમના ઉદ્બોધનમાં તુલસીદાસજી દ્વારા તત્કાલીન કાળમાં અડચણો વચ્ચે પણ રામચરિત માનસની રચના આપણને મળી. માનસમાં સમાજને પ્રેરક શીખ આપતા વિવિધ મંથનો થયા છે, જેમાં સૌંદર્ય, પ્રેમ અને બ્રહ્મના સાત્વિક મંથન કર્યા છે, જે મુખ્ય છે.

         મોરારિબાપુએ પ્રસન્ન ભાવ સાથે કહ્યું કે, આજના દિવસે ભારતભૂમિ પર તુલસી સ્વરૂપે એક ચંદ્રનું અવતરણ થયું, અને આજના વર્તમાન દિવસે ભારતનું પગલું ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર પડી રહ્યું છે, તેમજ આજનો વાર પણ સોમ છે તે સંયોગો આજના પર્વે ખૂબ રાજીપો આપી રહેલ છે. સનાતન ધર્મમાં જ પંથોના ફાટા પાડી ભોળા સમાજને પંચદેવથી દૂર કરી સંસ્કૃતિને હાનિ પહોંચી રહ્યાનો ઉલ્લેખ કરી કેટલીક કથાઓ બ્રહ્મ પેદા કરવાને બદલે ભ્રમ પેદા કરી રહ્યાનું જણાવી આમ છતાં સનાતન ધર્મ મજબૂત જ રહેશે તેમ દૃઢતા સાથે કહ્યું. 

         તુલસી જન્મોત્સવ પ્રસંગે અર્પણ થયેલ વંદનામાં વાલ્મિકી સન્માનમાં રામાનુજાચાર્ય સ્વામી ધરાચાર્યજી તથા સુનિતા શાસ્ત્રીજી, વ્યાસ સન્માનમાં આચાર્ય ધનંજય વ્યાસજી તથા આચાર્ય મૃદુલકાંત શાસ્ત્રીજી, તુલસી સન્માનમાં વિજય કૌશલજી, કમલાદાસજી મહારાજ તથા જગદગુરુ સ્વામી શ્રી રામકમલદાસ વેદાંતીજી મહારાજ અને આ વર્ષથી શરૂ કરાયેલ રત્ના વલી સન્માન માનસ મૂકતા યશુમતિજી સમાવિષ્ટ રહ્યા.

      સોમવાર તથા મંગળવારના દિવસોમાં તુલસી સંગોષ્ઠિ અને બુધવારે તુલસી જન્મોત્સવ સન્માન વંદના ઉપક્રમમાં દેશના વિદ્વાન કથાકાર વકતાઓની ઉપસ્થિતિમાં માનસ સાથે શાસ્ત્ર અને સમાજના સુંદર નિરૂપણો રજૂ થયા. હરિશ્ચંદ્રભાઈ જોષીએ સંચાલન ભૂમિકા સાથે તુલસી જન્મોત્સવ અને મોરારિબાપુના અન્ય સન્માન વંદનાના આયોજનોનો ટુંકમાં ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે સંતોષદાસજી સતુઆબાબાએ આ પ્રસંગમાં સામેલ થવા અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.

Parichay Talks (Freend Book) Dt :- 26-08-23 આધુનિક સમયમાં પરિવાર સાથે સમય વિતાવવો સપનું.....કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (Freend Book) Dt :- 05-07-23 આધુનિક સમયમાં પરિવાર સાથે સમય વિતાવવો સપનું.....કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (સમાચાર) Dt :-25-08-23 ભાવનગરના જાળીયાના શિવકુંજ આશ્રમમાં દીપ પ્રાગટ્ય કરી યજ્ઞ પ્રારંભ કરાયો.

Parichay Talks (સમાચાર) Dt :-25-08-23   ભાવનગરના જાળીયાના શિવકુંજ આશ્રમમાં દીપ પ્રાગટ્ય કરી યજ્ઞ પ્રારંભ કરાયો.


મુકેશ પંડિત, - જાળિયા

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક આયોજનો થયા છે. અહીંયા વિશ્વાનંદ માતાજીના સાનિધ્યમાં યજ્ઞ પ્રારંભે દીપ પ્રાગટ્યમાં હરદેવગિરિબાપુ, કૈલાસગિરિબાપુ, મનજીબાપા (બગદાણા) તથા હબીબભાઈ હાલાણી (નાની  બોરું) જોડાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ કલ્યાણ અર્થે શ્રાવણ માસ પ્રસંગે મહારુદ્ર અભિષેક, મહારુદ્ર હોમાત્મક તથા ભૈરવ યાગ રાખવામાં આવેલ છે. અનંતભાઈ ઠાકર અને ભૂદેવો યજ્ઞ વિધિમાં જોડાયા છે.

Parichay Talks (લેખકની કલમે) Dt :-25-08-23 બે ભાઈની લાગણી અને ઘડતરની કહાની..... કવયિત્રી , લેખક :- પટેલ નિકિતા (" નીકી ") - આણંદ

Parichay Talks (લેખકની કલમે) Dt :-25-08-23  બે ભાઈની લાગણી અને ઘડતરની કહાની.....   કવયિત્રી , લેખક :- પટેલ નિકિતા (" નીકી ") - આણંદ

Parichay Talks (સમાચાર) Dt :-22-08-23 ભાવનગરના સણોસરા ખાતે આવેલ લોકભારતી સણોસરામાં પ્રદર્શન યોજાયું.

Parichay Talks (સમાચાર) Dt :-22-08-23   ભાવનગરના સણોસરા ખાતે આવેલ લોકભારતી સણોસરામાં પ્રદર્શન યોજાયું.


મુકેશ પંડિત, - ઈશ્વરિયા

લોકભારતી વિશ્વવિદ્યાલય સણોસરા ખાતે યોજાયેલ વિશિષ્ટ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા વિજાણું પ્રણાલી સાથેના વિવિધ પાસાઓની સમજ આપવામાં આવી. 'ઈ લર્નિંગ એકઝીબિશન ૨૦૨૩' પ્રસંગે ઉદ્ઘાટન શિક્ષણવિદ્દ મહેન્દ્રભાઈ ચોટલિયાના હસ્તે થયું. સંસ્થાના વડા વિશાલ ભાદાણીના નેતૃત્વ સાથે અહી દીપભાઈ વનરા, દીપ્તિબેન વાઘેલા, મોહિતભાઈ ભાલ અને ધ્રુવભાઈ વાઘેલા આયોજનમાં રહ્યા. સંચાલનમાં કુમારી વૈભવી મીર રહેલ. પ્રદર્શનનો લાભ વિદ્યાર્થીઓ સાથે રસિકોને મળ્યો.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 24-08-23 ભાવનગરના કૃષ્ણપરા શાળા નં.૬૮ ગૌશાળામાં મારી માટી મારો દેશ, દેશને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાયો.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 24-08-23  ભાવનગરના કૃષ્ણપરા શાળા નં.૬૮ ગૌશાળામાં મારી માટી મારો દેશ, દેશને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાયો.

        ભાવનગરના કૃષ્ણપરા શાળા નં.૬૮ ગૌશાળામાં મારી માટી મારો દેશ, દેશને નમન વીરોને વંદન કાર્યક્રમ અન્વયે નિવૃત્ત વીરોનું સન્માન કરવામાં આવેલ, તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરેલ અને માટીના પુજન સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ. બાળકો દ્વારા વિવિધ પાત્રોમાં વેશભૂષા કરેલ અને મહેમાનો અને વીરોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
          કાર્યક્રમમાં વોર્ડના નગરસેવક પંકજસિંહ ગોહિલ, કુલદીપભાઈ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પરેશભાઈ ચૌહાણ, વોર્ડ ના પ્રમુખ બળદેવસિંહ ચુડાસમા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, SMC અધ્યક્ષ કૃપાબેન તથા નિવૃત જવાનો અને વાલી તથા સરકારી માધ્યમિક શાળા અને શાળા નં.૬૮ ના તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ શીક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી, અને શાળાના આચાર્ય દ્વારા  આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Parichay Talks (લેખકની કલમે) Dt :-24-08-23 જીવનની વાસ્તવિકતા..... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (લેખકની કલમે) Dt :-24-08-23  જીવનની વાસ્તવિકતા.....   કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (સમાચાર) Dt :-24-08-23 મહુવામાં કૈલાસ ગુરુકુળ ખાતે મોરારિબાપુના સાનિધ્ય સાથે તુલસી સંગોષ્ઠિ કાર્યક્રમ પ્રારંભ થયો.

Parichay Talks (સમાચાર) Dt :-24-08-23   મહુવામાં કૈલાસ ગુરુકુળ ખાતે મોરારિબાપુના સાનિધ્ય સાથે તુલસી સંગોષ્ઠિ કાર્યક્રમ પ્રારંભ થયો.


મુકેશ પંડિત, - ઈશ્વરિયા

       મહુવામાં કૈલાસ ગુરુકુળ ખાતે મોરારિબાપુના સાનિધ્ય સાથે તુલસી સંગોષ્ઠિ પ્રારંભ થયો છે. તુલસીદાસજી જન્મોત્સવ પ્રસંગે ત્રિદિવસીય સંગોષ્ઠિમાં કથાકાર વિદ્વાનો પોતાના કથા ચિંતન બિંદુઓ રજૂ કરી રહ્યા છે.
        મહુવા ખાતે તુલસી જન્મોત્સવ પ્રસંગે થયેલ આયોજનમાં મોરારિબાપુના સાનિધ્ય સાથે દીપ પ્રાગટ્ય કરાયું હતું. અને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 23-08-23 ભાવનગરની કૃષ્ણપરા શાળા નં.૬૮ માં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો યોજાયો

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 23-08-23 ભાવનગરની કૃષ્ણપરા શાળા નં.૬૮ માં બાળમેળો અને લાઈફ સ્કિલ મેળો યોજાયો

           ભાવનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ અન્વયે "કલા, ક્વીઝ, રમત ગમત અને વ્યાવસાયિક હસ્તકલા સહિતની વિવિધ પ્રકારની સંવર્ધન પ્રવૃત્તિઓ માટે સમગ્ર વર્ષ દરમિયાન બેગલેસ દિવસોને પ્રોત્સાહન આપવામાં આવશે" આ બેગલેસ દિવસના ભાગ સ્વરૂપે ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસ બાળમેળા અને ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એક દિવસ જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવાનું હોય છે.

         આ બાળમેળા અને લાઈફસ્કીલ (જીવન કૌશલ્ય) આધારિત બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા, માટીકામ, રંગપૂરણી, હસ્તકલાની કામગીરી, ચીટકકામ, કાગળકામ, ગડીકામ, બાળવાર્તા આધારિત નાટક, વિવિધ જીવન કૌશલ્યોની ખીલવણી જેવી વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

Parichay Talks (Freend Book) Dt :-21-08-23 ઢળતી સાંજ..... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (Freend Book) Dt :-21-08-23   ઢળતી  સાંજ.....   કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks :- (Sanman) Dt :-21-8-23 બોટાદના ગઢડાની રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાને પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન મળ્યું.

Parichay Talks :- (Sanman)  Dt :-21-8-23    બોટાદના ગઢડાની રામપરા પ્રાથમિક શાળાના શિક્ષક વિનોદભાઈ મકવાણાને પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન મળ્યું.

       બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળાના પ્રજ્ઞાવાન શિક્ષક અને લીંબાળી ગામના રહીશ વિનોદભાઈ મકવાણાને  પ્રતિભાશાળી શિક્ષકનું સન્માન મળ્યું હતું. સરકાર દ્વારા દર વર્ષે શિક્ષણમાં ઉમદા કાર્ય કરવા બદલ શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષકનું સન્માનપત્ર એનાયત કરવામાં આવે છે.
        ૧૫ ઓગસ્ટના દિવસે સ્વતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવેલ. આ પ્રસંગે જિલ્લાના માનનીય કલેક્ટરની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના હસ્તે ગરિમાપૂર્ણ રીતે આ સન્માનપત્ર અર્પણ કરી વિનોદભાઇને કરવામાં આવ્યા હતા.
          આ સન્માન મળતા લીંબાળી ગામ, રામપરા પ્રાથમિક શાળા અને ગામમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 20-08-23 ઇતરીયા ગામે “મેરી માટી મેરા દેશ “ કાર્યક્રમ ઉજવણી કરાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 20-08-23  ઇતરીયા ગામે “મેરી માટી મેરા દેશ “ કાર્યક્રમ ઉજવણી કરાઈ

           “મેરી માટી મેરા દેશ “ અભિયાન અંતર્ગત  આજ તારીખ:૧૦/૦૮/૨૦૨૩ નાં રોજ સરકારી માધ્યમિક શાળા ઈતરીયા અને ઈતરીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે, દેશની રક્ષા કરનાર વીર શહીદોના બલિદાનોને શ્રધ્ધાંજલિ આપવા શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, આ કાર્યક્રમમાં  જીલ્લા પંચાયત બોટાદના ખેતીવાડી ખાતાના અધિકારી વાળાજી, ગઢડા તાલુકાના નાયબ મામલતદાર ખાચરજી ,ગ્રામ પંચાયત ઇતરીયાના વહીવટી અધિકારી ઘેડ વિજયભાઈ ,આંગવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગામના હિંમતભાઈ બારડ, તથા એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સીનાં સભ્યો, તથા અન્ય યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા.
          આ કાર્યક્રમમાં ઈતરીયા પ્રાથમિક શાળાના મકાનથી ઘેલો ઈતરીયા નદીના કિનારે પંચાયત દ્વારા નિર્માણ કરેલ શહીદ સ્મારક સુધી સૌએ પગપાળા જઈને વીર શહીદોની યાદમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને નમન કર્યા.તથા પ્રતિજ્ઞા લેવામાં આવી, અને શહીદ સ્મારકની આસપાસ પંચોતેર જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા. ઈતરીયા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. ત્યારબાદ દેશની  સેવા કરનાર ઈતરીયા ગામના વીર સપૂતો ઘનશ્યામભાઈ સોસા (ઇન્ડિયન આર્મી), અને ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા ઝાપડીયા હાર્દિકભાઈનું વાળા સાહેબ દ્વારા  સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતે આભારવિધિ શાળાના આચાર્ય ચતુરભાઈ ઝાપડિયા દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ખુબ જહેમત ઊઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Parichay Talks (લેખકની કલમે) Dt :-20-08-23 મેરા ભારત મહાન..... કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (લેખકની કલમે) Dt :-20-08-23   મેરા ભારત મહાન.....   કવયિત્રી , લેખક :- વર્ષા ભટ્ટ " વૃંદા " - અંજાર

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 19-08-23 ઈતરીયા પ્રા.શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે વાલી મીટીંગ યોજાઈ

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 19-08-23  ઈતરીયા પ્રા.શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે વાલી મીટીંગ યોજાઈ 

           આજ તારીખ ૧૫/૦૮/૨૦૨૩ નાં રોજ સરકારી માધ્યમિક શાળા,ઇતરીયા અને પ્રાથમિક શાળા ઇતરીયાના સંયુક્ત ઉપક્રમે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામ ધૂમથી કરવામાં આવ્યું. જેમાં શાળાના પટાંગણમાં વિશાળ 77 ફૂટનો ભારતનો નક્શો બનાવવામાં આવ્યો હતો. સાથે શાળાના ભતપૂર્વ વિદ્યાર્થી જે ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા ઝાંપડીયા હાર્દિક ભાઈના પ્રતિનિધિના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું.
        સાથે શાળાની બાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. પ્રાસંગીક પ્રવચન શાળાના આચાર્ય ચતુરભાઈ ઝાંપડીયા દ્વારા આપવામાં આવ્યું. સાથે વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું . આ મીટીંગમાં બહોળી  સંખ્યામાં  વાલીઓ હાજર રહ્યા .શાળા વિકાસ માટે અને વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ બાબતે શું કરી શકાય  તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી .શાળાના  ઇન્ચાર્જ આચાર્ય વિપુલભાઈ પી ગોહિલ દ્વારા  કન્યા કેળવણી ,મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ,વાલીઓ દ્વારા હોમવર્ક ચકાસણી, શાળામાં વિદ્યાર્થીઓની નિયમિતતા, શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ, સ્માર્ટ ક્લાસ દ્વારા અપાતું શિક્ષણ,વિજ્ઞાનને  લગતા પ્રયોગો, પરિણામ સારું મેળવવા શાળા દ્વારા કરવામાં આવતી                  
         કામગીરી,સરકારની વિવિધ શિષ્યવૃતિ અંગેની જોગવાઈઓ, જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ, સરસ્વતી સાધના યોજના વગેરે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક શાળા ઇતરીયાના આચાર્ય ચતુરભાઈ ઝાપડીયા દ્વારા શાળાની વિવિધ જરૂરિયાતો જેવી કે રંગ રોગાન,મધ્યાન ભોજન શેડ, માધ્યમિક શાળાના મકાન માટે જમીન ફાળવણી અંગે વાલીઓ સાથે ચર્ચા કરી, વધુમાં તેઓએ જણાવ્યું કે બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓએ પણ  શાળામાં યથાશક્તિ યોગદાન આપવું જોઈએ તેમજ  શાળામાં કરવામાં આવતી કા મગીરી અંગે સમીક્ષા કરી, આ મીટીંગમાં ખુબ મોટી સંખ્યામાં  યુવા આગેવાનો હાજર રહ્યા.

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...