Parichay Talks (સમાચાર) Dt :-26-08-23 મહુવામાં તુલસી જન્મોત્સવ પર્વે વિદ્વાન કથાકારોને વાલ્મિકી, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન વંદના અર્પણ કરાયું

Parichay Talks (સમાચાર) Dt :-26-08-23   મહુવામાં તુલસી જન્મોત્સવ પર્વે વિદ્વાન કથાકારોને વાલ્મિકી, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન વંદના અર્પણ કરાયું

(મૂકેશ પંડિત) ઈશ્વરરિયા


       કૈલાસ ગુરુકુળ મહુવામાં તુલસી જન્મોત્સવ પર્વે વિદ્વાન કથાકારોને વાલ્મિકી, વ્યાસ, તુલસી અને રત્નાવલી સન્માન વંદના અર્પણ કરતાં મોરારિબાપુએ ઉદ્બોધનમાં કહ્યું કે, તુલસીદાસજીએ માનસમાં સૌંદર્ય, પ્રેમ અને બ્રહ્મના સાત્વિક મંથન કર્યા છે. અહી તુલસી સંગોષ્ઠિમાં મનનીય પ્રવચનો યોજાયા. મોરારિબાપુ પ્રેરિત આયોજનમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે વિદ્વાન કથાકારોને વિવિધ સન્માન અર્પણ કરાયા. આ પ્રસંગે મોરારિબાપુએ તેમના ઉદ્બોધનમાં તુલસીદાસજી દ્વારા તત્કાલીન કાળમાં અડચણો વચ્ચે પણ રામચરિત માનસની રચના આપણને મળી. માનસમાં સમાજને પ્રેરક શીખ આપતા વિવિધ મંથનો થયા છે, જેમાં સૌંદર્ય, પ્રેમ અને બ્રહ્મના સાત્વિક મંથન કર્યા છે, જે મુખ્ય છે.

         મોરારિબાપુએ પ્રસન્ન ભાવ સાથે કહ્યું કે, આજના દિવસે ભારતભૂમિ પર તુલસી સ્વરૂપે એક ચંદ્રનું અવતરણ થયું, અને આજના વર્તમાન દિવસે ભારતનું પગલું ચંદ્રયાન દ્વારા ચંદ્ર પર પડી રહ્યું છે, તેમજ આજનો વાર પણ સોમ છે તે સંયોગો આજના પર્વે ખૂબ રાજીપો આપી રહેલ છે. સનાતન ધર્મમાં જ પંથોના ફાટા પાડી ભોળા સમાજને પંચદેવથી દૂર કરી સંસ્કૃતિને હાનિ પહોંચી રહ્યાનો ઉલ્લેખ કરી કેટલીક કથાઓ બ્રહ્મ પેદા કરવાને બદલે ભ્રમ પેદા કરી રહ્યાનું જણાવી આમ છતાં સનાતન ધર્મ મજબૂત જ રહેશે તેમ દૃઢતા સાથે કહ્યું. 

         તુલસી જન્મોત્સવ પ્રસંગે અર્પણ થયેલ વંદનામાં વાલ્મિકી સન્માનમાં રામાનુજાચાર્ય સ્વામી ધરાચાર્યજી તથા સુનિતા શાસ્ત્રીજી, વ્યાસ સન્માનમાં આચાર્ય ધનંજય વ્યાસજી તથા આચાર્ય મૃદુલકાંત શાસ્ત્રીજી, તુલસી સન્માનમાં વિજય કૌશલજી, કમલાદાસજી મહારાજ તથા જગદગુરુ સ્વામી શ્રી રામકમલદાસ વેદાંતીજી મહારાજ અને આ વર્ષથી શરૂ કરાયેલ રત્ના વલી સન્માન માનસ મૂકતા યશુમતિજી સમાવિષ્ટ રહ્યા.

      સોમવાર તથા મંગળવારના દિવસોમાં તુલસી સંગોષ્ઠિ અને બુધવારે તુલસી જન્મોત્સવ સન્માન વંદના ઉપક્રમમાં દેશના વિદ્વાન કથાકાર વકતાઓની ઉપસ્થિતિમાં માનસ સાથે શાસ્ત્ર અને સમાજના સુંદર નિરૂપણો રજૂ થયા. હરિશ્ચંદ્રભાઈ જોષીએ સંચાલન ભૂમિકા સાથે તુલસી જન્મોત્સવ અને મોરારિબાપુના અન્ય સન્માન વંદનાના આયોજનોનો ટુંકમાં ઉલ્લેખ કર્યો. આ પ્રસંગે સંતોષદાસજી સતુઆબાબાએ આ પ્રસંગમાં સામેલ થવા અંગે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...