ફાટસર શાળામાં પાંચમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી
ફાટસર શાળામાં પાંચમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સેન્ટર શાળામાં કલરવ ૨૦૨૩ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે જેમાં શાળાના કુલ ૩૮૫ બાળકોમાંથી ૨૩૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો, ફાટસર ગામ અને આજુબાજુના ગામના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ....
એક પ્રાઇવેટ શાળાને પણ ટક્કર મારે તેવું આયોજન ફાટસર પ્રાથમિક શાળા સ્ટાફ, એસ.એમ.સી ફાટસર, ગ્રામ પંચાયત ફાટસર અને સમસ્ત ફાટસર ગામ દ્વારા કરવામાં આવ્યું. સવારે ભૂતપૂર્વ વિધાર્થી નું સ્નેહ મિલન અને સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ફાટસર શાળા ગુજરાતની પ્રથમ શાળા જેના બાળકો વિદેશ પ્રવાસ ગયેલા તેના દાતાનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની મહત્વની બાબત એ હતી, કે પ્રાઇવેટ શાળાની જેમ બાળકો કે વાલી પાસે એક પણ રૂપિયો લીધા વિના બાળકોના ડ્રેસ,લાઈટિંગ,શૂટિંગ,led ડિસ્પ્લે પર સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રે ફાટસર શાળા હજુ વધુ સારી પ્રદર્શન કરશો અને ફાટસર શાળા પાસપોર્ટ વાળા પ્રવાસનું પણ આયોજન કરશે, તેવી વાત આચાર્ય કૌશિકભાઈ લાખાણી દ્વારા કરવામાં આવી. દાતા તરફ થી સમગ્ર કાર્યક્રમને 1,50,000 જેવું અનુદાન આપવા આવ્યું.
કાર્યક્રમને સફળ બનાવવા એવોર્ડ વિજેતા શિક્ષક એવા "રઘુ રમકડું" અમરેલી ,"યુગ અગ્રાવત" અમદાવાદ પોતાના કાર્યક્રમ રજૂ કર્યા અને "કેશુભાઈ પરમાર" જૂનાગઢ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રવી તન્ના દ્વારા કરવામાં આવ્યું. તમામ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શનથી કરાયું અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ મહેનત કરી અને શાળાના તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને મહેનત કરી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો