Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-09-23 બોટાદના ગઢડાની જનડા શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટર કક્ષાનો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન મેળો યોજાયો
બોટાદ જિલ્લાના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં ઉગામેડી અને ટાટમ ક્લસ્ટરનું સંયુક્ત રીતે ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન CRC હરેશભાઈ અબિયાણી નીચે જનડા શાળાના આચાર્ય મનુભાઈ અને શાળા સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉગામેડી ક્લસ્ટર તથા ટાટમ ક્લસ્ટરની કુલ 16 શાળાઓએ ભાગ લીધો હતો જેમાં કુલ 32 ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ કૃતિઓ બાળ વૈજ્ઞાનિક દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતીઓ કુલ "પાંચ વિભાગમાં" વહેંચવામાં આવી હતી. દરેક બાળ વૈજ્ઞાનિકો દ્વારા પોતાની કૃતિની રજૂઆત ખૂબ જ ઉત્સાહ પૂર્વક રજૂ કરવામાં આવી હતી.
આ બધી જ કૃતિને જોવાનો લાહવો જનડા પ્રાથમિક શાળાના બાળકોએ, જનડા સરકારી માધ્યમિક શાળાના બાળકોએ, ઇંગોરાળા પ્રાથમિક શાળાના બાળકોએ અને ગ્રામજનોએ લીધો હતો. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનના અંતે દરેક કૃતિ રજૂ કરનાર બાળવૈજ્ઞાનિકોને CRC હરેશભાઈ અબિયાણી દ્વારા ઈનામ સ્વરૂપે દરેક બાળવૈજ્ઞાનીકને એક પેડ, પ્રમાણપત્ર અને પેન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની સાથે આવેલ માર્ગદર્શક ગુરુજીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા જનડા પ્રાથમિક શાળા દ્વારા તમામ શાળામાંથી આવનારા બાળ વૈજ્ઞાનિકો તથા સાથે આવેલા માર્ગદર્શક ગુરુઓ અને અન્ય શાળામાંથી આવેલા ગુરૂજીઓ માટે જમવાની વ્યવસ્થા CRC હરેશભાઈ અને જનડા શાળા પરિવાર દ્વારા કરવામાં આવી હતી. CRC હરેશભાઈ અબીયાણી જનડા શાળાનું આયોજન જોઈ ખૂબ જ ખુશ થયા હતા અને શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો