Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-09-23 ભાવનગરના પાલીતાણા મુકામે જિલ્લા ચેસ સ્પર્ધામાં મોરચંદ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ ભાગ લીધેલ
ભાવનગરના પાલીતાણા મુકામે યોજાયેલ 67મી અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધામાં ચ.મો.વિદ્યાલય ખાતે જિલ્લા ચેસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં મોરચંદ કેન્દ્રવર્તી શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ. આ કાર્યક્રમમાં બાળકોને ચેસ માટેની સરસ સ્પર્ધા અને ચેસની સરસ મજાની માહિતી આપવામાં આવેલ.
ત્યારબાદ બાળકોએ પાલીતાણામાં 108 ફૂટ લાંબી આદિનાથ ભગવાનની મૂર્તિના દર્શન કરેલ અને શેત્રુંજી ડેમ પર સ્થળ મુલાકાત કરી ડેમની સરસ માહિતી મેળવેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો