Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 15-09-23 બોટાદ જિલ્લાના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
બોટાદ જિલ્લાની ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે શાળામાં ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા રક્ષાબંધનનો તહેવાર ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે શાળામાં બહેનોએ ભાઈને સૌપ્રથમ તિલક ચાંદલો કરી, આરતી ઉતારી અને મોં મીઠું કરાવી રાખડી બાંધી હતી. અને બહેનોએ ભાઈ પાસેથી રક્ષણના આશીર્વાદ લીધા હતા. તેમજ શાળામાં ધોરણ- 8 ની બહેનો દ્વારા રક્ષાબંધન તહેવાર અનુરૂપ એક સુંદર અભિનય ગીત શાળાના બાળકો સામે પ્રદર્શિત કર્યું હતું. જેમાં શાળાના સૌ કોઈ બાળકોને ખૂબ જ મજા આવી હતી. આ ઉપરાંત શાળામાં રક્ષાબંધન પર્વ નિમિત્તે વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. તેમજ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓએ નિબંધ સ્પર્ધા અંતર્ગત "રક્ષાબંધન" વિષય પર નિબંધ લખ્યો હતો. આમ જનડા પ્રાથમિક શાળામાં રક્ષાબંધન પર્વની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો