Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 30-08-23. બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો.
બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં જીવન કૌશલ્યની પ્રવૃત્તીઓ અને બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રંગોળી દોરવી, સ્ક્રૂ અને ખીલી લગાવવી, કુકર ખોલ બંધ કરવું, મહેંદી મૂકવી, ચિત્રકામ, કાગળ કામ, માટીના રમકડા બનાવવા, વેસ્ટ માંથી બેસ્ટ, સાયકલને પંચર કરવું, વેશભૂષા, આનંદ મેળો, કપડાની સ્ત્રી કરવી, તોરણ બનાવવા, કેશગૂંફન, વ્યસન મુક્તિ સ્ટોલ, રામહાટ, સ્વચ્છતા સ્ટોલ, તાવડી વર્ક, દિવેટ બનાવી પુષ્પગુચ્છ બનાવવા, ગેસની બોટલનું કનેક્શન ફીટ કરવું, ફાયર સેફ્ટી, વજન ઊંચાઈ, ખાણીપીણીના સ્ટોલ, બટન ટાંકવા વગેરે જેવી કૌશલ્ય વર્ધક અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, જેમાં શાળાના તમામ બાળકો જોડાયા હતા, બાળકોમાં છુપાયેલી પ્રતિભા નિખરે અને તેમાં રહેલા કૌશલ્યોનું સંવર્ધન થાય તે હેતુસર દર વર્ષે માફક આ વર્ષે પણ બાળમેળાનું આયોજન કરવામાં આવેલ.શાળાના આચાર્ય અને શિક્ષકોએ ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. અને કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકોએ ખુબજ મહેનત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો