Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 20-08-23 ઇતરીયા ગામે “મેરી માટી મેરા દેશ “ કાર્યક્રમ ઉજવણી કરાઈ
“મેરી માટી મેરા દેશ “ અભિયાન અંતર્ગત આજ તારીખ:૧૦/૦૮/૨૦૨૩ નાં રોજ સરકારી માધ્યમિક શાળા ઈતરીયા અને ઈતરીયા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે, દેશની રક્ષા કરનાર વીર શહીદોના બલિદાનોને શ્રધ્ધાંજલિ આપવા શાળામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો, આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત બોટાદના ખેતીવાડી ખાતાના અધિકારી વાળાજી, ગઢડા તાલુકાના નાયબ મામલતદાર ખાચરજી ,ગ્રામ પંચાયત ઇતરીયાના વહીવટી અધિકારી ઘેડ વિજયભાઈ ,આંગવાડી કાર્યકર બહેનો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગામના હિંમતભાઈ બારડ, તથા એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સીનાં સભ્યો, તથા અન્ય યુવા આગેવાનો ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમમાં ઈતરીયા પ્રાથમિક શાળાના મકાનથી ઘેલો ઈતરીયા નદીના કિનારે પંચાયત દ્વારા નિર્માણ કરેલ શહીદ સ્મારક સુધી સૌએ પગપાળા જઈને વીર શહીદોની યાદમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને નમન કર્યા.તથા પ્રતિજ્ઞા લેવામાં આવી, અને શહીદ સ્મારકની આસપાસ પંચોતેર જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા. ઈતરીયા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજ વંદન કરવામાં આવ્યું અને રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું. ત્યારબાદ દેશની સેવા કરનાર ઈતરીયા ગામના વીર સપૂતો ઘનશ્યામભાઈ સોસા (ઇન્ડિયન આર્મી), અને ઇન્ડિયન નેવીમાં ફરજ બજાવતા ઝાપડીયા હાર્દિકભાઈનું વાળા સાહેબ દ્વારા સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમ અંતે આભારવિધિ શાળાના આચાર્ય ચતુરભાઈ ઝાપડિયા દ્વારા કરવામાં આવેલ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ખુબ જહેમત ઊઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો