Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 27-08-23 ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિધાર્થીનીઓ બાલાજી વેફર્સ, રાજકોટની મુલાકાતે લીધી.....
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.કોમ. સેમ-૩ વિભાગની વિધાર્થીનીઓએ રાજકોટ ખાતે આવેલ બાલાજી વેફર્સની ફેક્ટરીની મુલાકાત લીધી હતી. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે, તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિધાર્થીનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ અને મંડળીઓની મુલાકાત લેવામાં આવે છે. તેના ભાગ રૂપે બાલાજી વેફર્સ, રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી.
આજના સમયમાં અભ્યાસની સાથે વિવિધ કંપનીઓ દુધ ડેરીઓ કઈ રીતે મેનેજમેન્ટ કરે છે, અને પોતાની કઈ કઈ પ્રોડકટ બનાવે છે, તે અંગેની જાણકારી માટે કોલેજની વિધાર્થીનીઓએ આ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિધાર્થીનીઓએ બાલાજી વેફર્સની તમામ પ્રોડકટ વિશે અને બાલાજી વેફર્સની શરૂઆત કેવી રીતે કરવામાં આવી તેમજ બાલાજી વેફર્સનું સંચાલન કઈ રીતે થાય છે, તે અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો