Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 19-08-23 ઈતરીયા પ્રા.શાળામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે વાલી મીટીંગ યોજાઈ
આજ તારીખ ૧૫/૦૮/૨૦૨૩ નાં રોજ સરકારી માધ્યમિક શાળા,ઇતરીયા અને પ્રાથમિક શાળા ઇતરીયાના સંયુક્ત ઉપક્રમે 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામ ધૂમથી કરવામાં આવ્યું. જેમાં શાળાના પટાંગણમાં વિશાળ 77 ફૂટનો ભારતનો નક્શો બનાવવામાં આવ્યો હતો. સાથે શાળાના ભતપૂર્વ વિદ્યાર્થી જે ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવતા ઝાંપડીયા હાર્દિક ભાઈના પ્રતિનિધિના હસ્તે ધ્જવંદન કરવામાં આવ્યું.
સાથે શાળાની બાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો. પ્રાસંગીક પ્રવચન શાળાના આચાર્ય ચતુરભાઈ ઝાંપડીયા દ્વારા આપવામાં આવ્યું. સાથે વાલીમીટીંગનું આયોજન કરવામાં આવ્યું . આ મીટીંગમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા .શાળા વિકાસ માટે અને વિધ્યાર્થીઓના સર્વાંગી વિકાસ બાબતે શું કરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી .શાળાના ઇન્ચાર્જ આચાર્ય વિપુલભાઈ પી ગોહિલ દ્વારા કન્યા કેળવણી ,મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ,વાલીઓ દ્વારા હોમવર્ક ચકાસણી, શાળામાં વિદ્યાર્થીઓની નિયમિતતા, શાળામાં ચાલતી વિવિધ પ્રવૃતિઓ, સ્માર્ટ ક્લાસ દ્વારા અપાતું શિક્ષણ,વિજ્ઞાનને લગતા પ્રયોગો, પરિણામ સારું મેળવવા શાળા દ્વારા કરવામાં આવતી
કામગીરી,સરકારની વિવિધ શિષ્યવૃતિ અંગેની જોગવાઈઓ, જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ, સરસ્વતી સાધના યોજના વગેરે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રાથમિક શાળા ઇતરીયાના આચાર્ય ચતુરભાઈ ઝાપડીયા દ્વારા શાળાની વિવિધ જરૂરિયાતો જેવી કે રંગ રોગાન,મધ્યાન ભોજન શેડ, માધ્યમિક શાળાના મકાન માટે જમીન ફાળવણી અંગે વાલીઓ સાથે ચર્ચા કરી, વધુમાં તેઓએ જણાવ્યું કે બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓએ પણ શાળામાં યથાશક્તિ યોગદાન આપવું જોઈએ તેમજ શાળામાં કરવામાં આવતી કા મગીરી અંગે સમીક્ષા કરી, આ મીટીંગમાં ખુબ મોટી સંખ્યામાં યુવા આગેવાનો હાજર રહ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો