Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 24-08-23 ભાવનગરના કૃષ્ણપરા શાળા નં.૬૮ ગૌશાળામાં મારી માટી મારો દેશ, દેશને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાયો.
ભાવનગરના કૃષ્ણપરા શાળા નં.૬૮ ગૌશાળામાં મારી માટી મારો દેશ, દેશને નમન વીરોને વંદન કાર્યક્રમ અન્વયે નિવૃત્ત વીરોનું સન્માન કરવામાં આવેલ, તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન કરેલ અને માટીના પુજન સાથે પંચપ્રણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ. બાળકો દ્વારા વિવિધ પાત્રોમાં વેશભૂષા કરેલ અને મહેમાનો અને વીરોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ.
કાર્યક્રમમાં વોર્ડના નગરસેવક પંકજસિંહ ગોહિલ, કુલદીપભાઈ પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય પરેશભાઈ ચૌહાણ, વોર્ડ ના પ્રમુખ બળદેવસિંહ ચુડાસમા ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ઝાલા, SMC અધ્યક્ષ કૃપાબેન તથા નિવૃત જવાનો અને વાલી તથા સરકારી માધ્યમિક શાળા અને શાળા નં.૬૮ ના તમામ શિક્ષકગણ ઉપસ્થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા તમામ શીક્ષકોએ ખુબજ જહેમત ઉઠાવી હતી, અને શાળાના આચાર્ય દ્વારા આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો