Parichay Talks (Education News) Dt :- 25-04-23 ભાવનગરની ઉમરાળાના શિક્ષક દ્વારા બાળકોને પરીક્ષા સરળતા થી આપી શકે આ માટે યૂટ્યૂબ ના માધ્યમથી ફ્રી લેક્ચરનું આયોજન કરાયું


ભાવનગરની ઉમરાળાના શિક્ષક દ્વારા બાળકોને પરીક્ષા સરળતા થી આપી શકે આ માટે યૂટ્યૂબ ના માધ્યમથી ફ્રી લેક્ચરનું આયોજન કરાયું. બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે  તેમજ અન્ય પરીક્ષાઓની તૈયારીઓ માટે શાળા ઉપરાંતના સમયમાં પી.એમ.સર્વોદય હાઈ સ્કૂલ, ઉમરાળાના શિક્ષક મનિષભાઈ વિંઝુડા દ્વારા 19 ફેબ્રુઆરી 2023 થી 19 માર્ચ 2023 સુધી ગુજરાતના તમામ બાળકો માટે નિસ્વાર્થભાવે યુ ટ્યુબ લાઈવ દ્વારા દિવસમાં બે  વખત ગણિત અને વિજ્ઞાન બંને વિષયના થઈને કુલ 50 લેક્ચર લેવામાં આવેલ છે. આ લેકચર માંથી બોર્ડના ગણિત વિજ્ઞાન વિષયના પેપર ઘણું પુછાયુ પણ  હતું, અને તૈયારી માટે ખૂબ ઉપયોગી બન્યા હતાં. માત્ર 29 દિવસમાં 50 લેક્ચર લઈને બાળકોની સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં સહભાગી થયા હતાં. રવિવારનો ઉપયોગ પણ બાળકો માટે કર્યો હતો. એક જ દિવસમાં 9 લેક્ચર લીધા હતા. તેમજ ટોટલ 50 લેક્ચર પૂર્ણ કરેલ.મનીષભાઈ વિંઝુડા એ પ્રથમ કસોટીની પહેલા ડૉ.બી. આર.આંબેડકર  ઓનલાઇન જિલ્લા મેગા સ્પર્ધાનું આયોજન કરેલ અને કસોટીની પૂર્વતૈયારી કરાવેલ છે. જેમાં ભાવનગર જિલ્લાના 1600 બાળકો એ ભાગ લીધો હતો, પ્રથમ 50 ક્રમના બાળકોને અસાઈનમેન્ટ પ્રોત્સાહિત ઈનામ મળેલ. યુ ટ્યુબમાં પ્રયોગશ્રેણી દ્વારા ધોરણ 9 અને 10ના પ્રયોગ live કરેલ છે. આ સાહેબ દ્વારા વિજ્ઞાનમાં અને ગણિતમાં ટૂંકા અક્ષરી સૂત્રો આપી  બાળકો માટે નવું નવું વિચારવાની પ્રવૃત્તિ કરતાં રહે છે. યુ ટ્યુબમાં કુલ 450 video દ્વારા શૈક્ષણિક કાર્ય કરેલ છે. વિધાર્થીઓને વાર્ષિક પરીક્ષાની તૈયારી ભાગરૂપે manishvinzuda  યુ ટ્યુબ ચેનલ પર live વર્ગખંડના આયોજન કર્યુ હતા.


17 ફેબ્રુઆરીના રોજ મારા જન્મદિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન ક્વિઝ રમાડી 3000 રૂપિયાના બાળકોને નોટબુક, પેન, પેડ કંપાસ આપી ઉજવણી કરી, અને Deo વ્યાસજીના વરદ હસ્તે શિક્ષકશ્રીનું સન્માન કરાયું હતું.

Parichay Talks (Education News) Dt :- 25-04-23 રામપરા પ્રા. શાળા ના શિક્ષકનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો.

Parichay Talks (અમૃતધારા) Dt :- 25-04-23

Parichay Talks (ખાસ માહિતી) Dt :- 24-04-23


અજય દેવગન અને ડાયરેક્ટર રોહિત શેટ્ટીની મુવી “ સિંઘમ અગેનની તારીખ જાહેર ” તા. 15-8-24ના રોજ રિલીઝ થશે મુવી.

Parichay Talks (ખાસ માહિતી) Dt :- 24-04-23

Parichay Talks :- (Parichay Channel) Dt :- 24-04-23 Sabko Paso Se Pyar He Mujse Nahi | Shorts | Viral | Parichay Talks

Sabko Paso Se Pyar He Mujse Nahi 

| Shorts | Viral | Parichay Talks 




Parichay Talks (Education News) Dt :- 24-04-23 ભાવનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું.

ભાવનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું.

        ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં મેયર કિર્તીબેન દાણીધારીયા કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ કાંતિભાઈ ગોહિલ ડેપ્યુટી ચેરમેન રાજદિપસિંહ જેઠવા શાસના અધિકારી બડમલીયાજી તેમજ ગ્રામ અગ્રણી કાનાભાઈ અલગોતર અને સતિષભાઈ ચૌહાણ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા, તેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો રજુ કરાયા, તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ,
         ઉપરાંત મેલડીમાં ગ્રુપ દ્વારા શાળાના શિક્ષકો અને આચાર્ય તેમજ કોર્પોરેટરો તેમજ ગ્રામ અગ્રણી તેમજ એસએમસીના સભ્યોને સન્માન કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન તેમજ કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ શાસન અધિકારી બડમલીયાજી તેમજ રાજદીપસિંહ જેઠવા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું, આ કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન આચાર્ય કમલેશભાઈ દ્વારા આપવામાં આવ્યું, અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ મહેનત કરી હતી.

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 24-04-23 "નાનું અમથું બાળક જાણે મને કંઈક કહી જાય સંઘર્ષમય પરિસ્થિતિ બધું જ શીખવી જાય" લેખક :- પટેલ નિકિતા (" નીકી ") - આણંદ

"નાનું અમથું બાળક જાણે મને કંઈક કહી જાય સંઘર્ષમય પરિસ્થિતિ બધું જ શીખવી જાય" લેખક :-  પટેલ નિકિતા (" નીકી ") - આણંદ

        એક દિવસની વાત છે, ઘર આગળ બ્લોક ફિટ કરવાનું કામ ચાલી રહ્યું હતું. માતાપિતાની સાથે બે માસુમ બાળકો પણ હતા. સવારથી સાંજ સુધી માતપિતા પોતાનું કાર્ય કરી રહ્યા હતા. અને બે માસુમ બાળકો પોતાની મસ્તીમાં રમી રહ્યા હતા. નહોતા રમકડા કે નહોતી સુવિધા તેમ છતાં બાળકો આનંદથી  રમી રહ્યા હતા. 

        ઘડીકમાં રેતી સાથે તો ઘડીકમાં પાણી સાથે ઘડીકમાં સિમેન્ટમાં તો ઘડીકમાં પથ્થરથી રમતા વારં વાર પોતાની રમત બદલતા બાળકો રમતા હતા. ખૂબ જ ગરમીમાં રમતા હતા. મેં ઘણો પ્રયત્ન કર્યો કે ઘરમાં આવીને પંખા નીચે બેસીને રમે, પરંતુ બાળકો પોતાના માતાપિતાથી દૂર જવા નહોતા માગતા. જાણે  તેમની ખુશી સુવિધા કરતા પરિવાર પાસે રેવામાં હતી. બંને બાળકોમા નાનું બાળક રમીને ઊંઘમાં આવ્યું હતું. મે કીધું એવું હોય તો ઘરમાં સુવડાવી દો પંખા નીચે .આટલા અવાજમાં તે નહિ ઊંઘી શકશે. ત્યારે તેની માતા ખૂબ સરસ જવાબ આપ્યો. તેને આમ જ સારી ઉંઘ આવશે તે વગર પંખે અને આટલા અવાજમાં સુવા માટે ટેવાયેલું છે. નથી ઘોડિયા કે સુવિધાની જરૂર આમ જ સૂઈ રહશે. 

        આ આ ઘટના પરથી એટલું જરૂર સ્પષ્ટ થાય છે, કે ખુશ રહેવા સુવિધા કરતા સમજણની જરૂર છે. પૈસાવાળા છોકરાના હાથમાં હજારો રૂપિયાના રમકડા હોય તો એ રડતું જ હોય છે. જ્યારે આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં કંઈ પણ ન હોવા છતાં બાળકો ખુશ જણતા હતા. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય કદાચ તમે મોંઘામાં મોંઘો બેડ ખરીદી શકો પરંતુ ઊંઘ તો ક્યારે ખરીદી શકતા નથી. બંગલા ખરીદી શકો સુખ નહિ. ખુશ રહેવા માટે આ બાળક ઘણું બધું કહી જાય છે. પરિસ્થિતિ કોઈ પણ હોય પણ પરિસ્થિતિને અનુકૂળ થઈને જીવન જીવવું એ શ્રેષ્ઠ સુખ ગણાય. નાના એવા બાળકે જીવનની ખૂબ મોટી શિખ મને આપી છે.

        બીજુ બાળક પણ એવા નાના અમથા બાળકનું ધ્યાન રાખીને પોતાના મોટા હોવાની ફરજ નિભાવી રહ્યું હતું. એ દ્રશ્ય પણ જીવનમાં ઘણું બધું શીખવી જાય તેવું હતું. મોટા હોય તો નાનાભાઈની કાળજી કેવી રીતે રાખવી. દરેક વ્યક્તિ માંથી કંઈક ને કંઈક વિશેષ શીખ મળે છે, કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોતો નથી, દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ  જ હોય છે. બસ તેના ગુણોને ઓળખવાની જરૂર છે, અને અપનાવવાની જરૂર છે.

Parichay Talks (Education News) Dt :- 24-04-23 માંડવી કચ્છના રામપર ગ્રુપ શાળાના બાળકો માટે કૌશલ્ય કેળવવાના હેતુથી સમર કેમ્પનું આયોજન કરાયું.

માંડવી કચ્છના રામપર ગ્રુપ શાળાના બાળકો માટે કૌશલ્ય કેળવવાના હેતુથી સમર કેમ્પનું આયોજન કરાયું 



       માંડવી કચ્છના રામપર ગ્રુપ શાળાના બાળકોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવવા અને વિશિષ્ટ કૌશલ્ય કેળવવાના હેતુથી શાળાના આચાર્ય ડો મમતાબેન ભટ્ટની પ્રેરણાથી શાળામાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ જાતના અંક, કસરતના દાવ, સ્ટંટ તથા ચિત્ર, ઢોલ તથા તબલા વાદન, અને નૃત્ય શીખવવામાં આવે છે, જેમાં શાળાના શિક્ષિકા બહેનો નિધીબેન, અંકિતાબેન અને ગીતાબેન સહયોગી રહે છે. તમામ બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના અન્ય શિક્ષકોએ પણ સહયોગ આપ્યો હતો.

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 24-04-23 મને ગર્વ છે કે હું ગુજરાતી છું, લેખક :- સંજય થોરાત - " સ્વજન "

મને ગર્વ છે કે હું ગુજરાતી છું, લેખક :- સંજય થોરાત - " સ્વજન "


Parichay Talks (ખાસ માહિતી) Dt :- 24-04-23

Parichay Talks (અમૃતધારા) Dt :- 24-04-23

Parichay Talks :- (Parichay Channel) Dt :- 23-04-23 Indian Wonder women | Rani Lakshmi Bai Biography | Jhansi Ki Rani Lakshmi Bai Story | Parichay Talks

 Indian Wonder women | Rani Lakshmi Bai Biography |

Jhansi Ki Rani Lakshmi Bai Story | Parichay Talks



 

Parichay Talks (અમૃતધારા) Dt :- 23-04-23

Parichay Talks (Freend Book) Dt :- 23-04-23 હાઈકુ .... લેખક. :- પ્રીતિબેન ચૌહાણ - ઓખા, દ્વારકા

Parichay Talks (Education News) Dt :- 23-04-23 ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકો અને શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકો અને શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો


        ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળા તા-જી ભાવનગર ના ધોરણ આઠમાં ભણતા બાળકોનો અને વિકલાંગ બાળકોના સ્પેશ્યલ IED શિક્ષક ઉમેશભાઈ નાંદવાનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ નવાગામ પ્રાથમિક શાળા ખાતે યોજાઇ ગયો, કાર્યક્રમની અંદર મનિષાબેન વજાણી ગામના માજી સરપંચ પરેશભાઈ કે.વ શાળાના આચાર્ય અશોકભાઈ, શાળાના આચાર્ય રાજુભાઈ જાની અને શાળા સ્ટાફની હાજરીમાં યોજાયો હતો. બાળકો દ્વારા શાળાને સરસ મજાની ડિજિટલ ઘડિયાળ અને ઇલેક્ટ્રિક બેલની ભેટ આપવામાં આવી, સાથે બાળકો જીવનની અંદર ખૂબ બધી પ્રગતિ કરે જીવનના તમામ પાસાઓની અંદર પડતી મુશ્કેલી માંથી રસ્તો બનાવે અને ઉત્તમ માનવી બને તે માટે શાળા સ્ટાફ અને મહેમાનો દ્વારા પ્રેરણાત્મક ઉદાહરણ સાથે પોતાના વિચારો રજૂ કરેલ અને શુભેચ્છાઓ પાઠવવામા આવેલ. બાળકો અને વિદાય લેતા શિક્ષક દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય રાજુભાઈ જાની દ્વારા કરવામાં આવેલ. ગામના મયારામ બાપુ દ્વારા તમામ શાળા પરિવારને ભોજન કરાવવામાં આવ્યું હતું, અને ખુબજ ઉત્સાહ ભેર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ મહેનત કરી હતી.

Parichay Talks (Freend Book) Dt :- 23-04-23 જવાનો ..... કવિ : - વહિદ શાહ - બોટાદ

જવાનો .....  કવિ : -  વહિદ શાહ - બોટાદ


બરફમાં હું તો પીગળીને જવાનો

અને લોહીમાં પણ ભળીને જવાનો

તમે નામ મારું નથી ભૂલવાના

પરંતુ હું તમને ભૂલીને જવાનો

નથી મધ દરિયે અમે ડૂબવાના

તમારા પ્રણયમા ડૂબીને જવાનો

જણાવીશ તમને દરદ આ હ્રદયનું

અને છેલ્લે તમને મળીને જવાનો

અહી આગથી લોક ડરાવ્યા કરે છે

છતાં આગમાં હું બળીને જવાનો..

Parichay Talks (ખાસ માહિતી) Dt :- 23-04-23


Parichay Talk:-  (માહિતી)
અક્ષય તૃતીયા નિમિત્તે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દ્વાર ખુલતાની સાથે જ ચારધામ યાત્રાનો વિધિવત પ્રારંભ થયો છે. શનિવારે, અક્ષય તૃતીયાના શુભ અવસર પર, ગંગોત્રી ધામ અને યમુનોત્રી ધામના પોર્ટલ હવન, પૂજા, વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે વિધિવત રીતે ખોલવામાં આવ્યા હતા.

ગંગોત્રીના દરવાજા બપોરે 12.35 વાગ્યે અને યમુનોત્રીના દરવાજા 12.41 વાગ્યે ખોલવામાં આવ્યા હતા. ગંગોત્રી ધામની પૂજામાં ખુદ મુખ્યમંત્રી પુષ્કર સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે નાયબ કલેક્ટર જીતેન્દ્રકુમાર યમુનોત્રી ધામમાં જોડાયા હતા. શનિવારે લગભગ 8 હજાર ભક્તોએ ગંગોત્રી ધામ અને લગભગ 5 હજાર ભક્તોએ યમુનોત્રી ધામની મુલાકાત લીધી હતી.

#parichaytalks @parichaytalks  #brekimgnews #amrutdhara @amrutdhara #jobinformetion @jobinformetuon #aajnabhav @aajnabha #hasyaras @hasyaras #parichay @parichay @tecknologyinformetion #tecknologyinformetion #purusharthnoparichay @purusharthnoparichay

Parichay Talks (Education News) Dt :- 16-04-23 ભાવનગરની વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮માં કાર્યક્ષેત્રમાં થતી દુર્ઘટનાને રોકવા મોકડ્રીલ યોજાઈ.

 ભાવનગરની વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮માં 

કાર્યક્ષેત્રમાં થતી દુર્ઘટનાને રોકવા મોકડ્રીલ યોજાઈ.


        નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં ચોથી માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે શાળામાં પ્રાર્થનાસભામાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અંગે અને આ વર્ષે કાર્યસ્થળે થતી દુર્ઘટનાને રોકવી તે થીમ અંગે આચાર્ય ભરતભાઈ ભટ્ટે માહિતી આપી હતી, અને શાળાના શિક્ષક મૌલિકભાઈએ કુદરતી આફત સામે આપત્તિ વ્યવસ્થાપન કેવી રીતે કરશો તેની અને આગ લાગે તો શાળામાંથી આપણે સૌ કેવી રીતે સલામત રીતે બહાર નીકળી શકાય તેની માહિતી આપી અને ત્યારબાદ મોકડ્રીલ કરવામાં આવી.જુદી જુદી રીતે આગ લાગે ત્યારે કેવી રીતે બુઝાવી શકાય તેનું પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 16-04-23 શિક્ષક થવું સહેલું છે પણ,શિક્ષક બનવું અઘરું છે.....  લેખક :- વિજય દલસાણિયા સભારાવાડી પ્રાથમિક શાળા મોરબી

 શિક્ષક થવું સહેલું છે પણ,શિક્ષક બનવું અઘરું છે..... 

 લેખક :- વિજય દલસાણિયા સભારાવાડી પ્રાથમિક શાળા મોરબી


હું એક શિક્ષક છું ”એમ બોલીએ એટલે એક મોટી જવાબદારી માથે આવીજ જાય. બાળકના જનમ પછી માનવીય અભિગમોનું નિર્માણ કરીને જીવન પથ પર દોડતું કરવાનું કામ શિક્ષક કરતો હોય છે. આવનાર સમાજ કેવો હશે તે શિક્ષક જ નક્કી કરી આપ તો હોય છે, ત્યારે શિક્ષક થવું તો સહેલું છે,પણ સાચા અર્થમાં ભીતરથી શિક્ષત્ત્વનું નિર્માણ કરવું ખૂબજ અઘરું છે.આવું શિક્ષકત્ત્વ જ્યારે સાચા અર્થમાં ખીલે ત્યારે સામે બેઠેલાં અનેકોનું સાચા અર્થમાં સર્જનની સાથે નિર્માણ થતું હોય છે. શિક્ષક ખાતર શિક્ષક નહિ, પણ શિક્ષણ ખાતર શિક્ષક જ આવનાર સમાજનું નિર્માણ કરવાનું કામ કરતો હોય છે. શિક્ષક બની ગયાં ત્યાંથી વાત પૂર્ણ થતી નથી,પણ ભીતરના શિક્ષકને બહાર લાવવાની વાત છે,જે કામ ખૂબ અઘરું છે. ભીતરનો શિક્ષક એટલે શિક્ષકત્ત્વ જે શિક્ષકનો પ્રાણ છે,આત્માછે,નૂર છે.       

        આવો શિક્ષક સદાકાળ બાળકનો હોય છે, બાળકની સમસ્યા, મુશ્કેલીઓને સમજનારો હોય છે.‘બારેમેહખાંગા’એમ બાળકો પર અમી વરસાવનારો હોય છે. ભીતરથી ખીલેલાં શિક્ષકત્ત્વ થકી અવનવી પ્રવૃત્તિઓ, અભિગમો, ઇનોવેશનથકી, બાળકના વિકાસને પ્રાધાન્ય આપનાર હોય છે. એક શિક્ષક સાચા અર્થમાં જ્યારે શિક્ષક બને છે ત્યારે દેશના નવા ખીલેલાં કૂંપણોને ખીલવીને વસંતનું નિર્માણ કરવાનું કામ કરે છે.કોઈ આખે આખું જીવન આપણને સોંપી દેત્યારે, એનો ગર્વલેવાની સાથે કોઈનું જીવન પણ આપણાં હાથમાં છે,એ વિચારને પણ ખરા અર્થમાં સાર્થક કરવાનો હોય છે.જે આવું શિક્ષકત્ત્વજ કરતું હોય છે. આ ભાવનાથકી જ બાળકના દિલમાં બેસી ને, ભીતરથી પ્રેરિત કરીને વિકાસની ચરમસીમા સુધી લઈ જવાનું કામ કરવાનું શિક્ષકએ કરવાનું હોય છે.બાળક શાળાએ એક આશ લઇને આવે છે, જેને મીઠાશમાં ફેરવવાનું કામ આ શિક્ષકત્ત્વથકી જ શિક્ષક કરતો હોય છે. વરસાદ ન પડે તો દુકાળ પડે તેમ શિક્ષક જો વર્ગમાં ન વરસે તો દુકાળ પડે ત્યારે તેમણે ધોમ ધાર વરસીને વિચારોનું વાવેતર કરવાનું કામ કરવાનું હોય છે.    

     જ્યારે શિક્ષક ભીતર નાશિક્ષકત્ત્વને સાચા અર્થમાં ખીલવે છે, ત્યારે બધું આપો આપ થઈ જતું હોય છે. એક સારો શિક્ષક વર્ગમાં ગોખણ પટ્ટીને મહત્ત્વ ન આપતાં તેમની વિચાર શક્તિને ખીલવાવાનું માધ્યમ પણ પૂરું પાડે છે. બાળકને સલાહ આપવા કરતા કોઈ માધ્યમ થકી પોતાનું કામસારી રીતે પાર પાડી લેતો હોય છે. કલ્પનાશક્તિ, આત્મશક્તિ, તર્કશક્તિ, ધીરજ, કુશલતા, ચીવટ, જેવા ગુણોનો વિકાસ કરીને આવનાર સમયની સાથે, વ્યવહારીક જીવનમાં ખરા અર્થમાં તૈયાર કરવાનું કામ શિક્ષક અભ્યાસક્રમની સાથે કરતો હોય છે. સારો શિક્ષક બાળક્ના દિલ સુધી પહોંચીને,તેનામાં રહેલી ભીતરની શક્તિનો પરીચય કરાવી આપે છે.એક શિક્ષક તરીકે સતત વિચારશીલ રહીને ખુદમાં ડોકીયું કરીને આજે હું બાળકને શું નવીન આપીશ ? કેવી રીતે આપીશ ? આ વિચાર થકી પોતના ભીતરના શિક્ષકત્ત્વને ક્યારેય વિદાયમાન થવા દેતો નથી. બાળક્નેતો રસ પડે જ બસ, આપણી કાર્યપધ્દતિ રસમય હોવી જોઇએ એવા તને તે સારી રીતે જાણે છે. એના મારફત બાળકને અભ્યાસમાં રસ લેતો કરે છે.  

        ખુદ સકારાત્મક બનીને બાળકને પણ સકારાત્મક બનાવીને વર્ગનું વાતાવરણ સ્વર્ગ બનાવે છે. એક હૂંફની ફૂંકમારીને બાળકમાં રહેલી શક્તિને‘ભારેલાંઅગ્નિને’ જેમ ચમકાવીને તેની શક્તિનો પરીચય કરાવી આપે છે. બાળકના આંતરીક ગુણોનું મૂલ્યોમાં નિરુપણ કરીને સાચા અર્થમાં ખીલવે છે.બાળક્ની સાથે બાળક બનીને, હસાવીને પરમાનંદની અનુભૂતિ કરે છે. સતત શીખતો રહીને પોતાના કાર્યમાં નવીનતાલાવીને, રોજ બરોજના  સત્યોની સમજણ આપી એ માધ્યમથકી આ દુનિયાનું નવું સત્ય પ્રદાન કરવાનું કામ શિક્ષક જ કરે છે. શિક્ષકનું બીજું ઘર એટલે શાળા ! એ ભાવને સમર્પિત બની, બાળક અને વાલી સાથે આત્મીયતા સાધી શાળાને વધુ ગુણવત્તા યુકત બનાવવાની ભાવના હમેશાં તેના દિલમાં હોય છે. બાળકોને દરરોજ નવું નવું પ્રદાન કરવાનું વ્યસન બની જાય અને બાળકોનો સાચા અર્થમાં વિકાસ કરવાની ધૂન લાગે ત્યારે ઉપરનું વિધાન સાચુ લાગે કે“શિક્ષક થવું સહેલું છે પણ શિક્ષક બનવું અઘરું છે” બાળક હમેશાં સન્માનથી જૂએ એ વિચાર ધારાને તે વળગેલો હોય છે. કોઈ નોંધ લે કે ન લે પણ જ્યારે બાળક નોંધલેવાનું બંધ કરે ત્યારે તેમને ફેર પડતો હોય છે. કોઈ એવોર્ડ આપે કે ન આપે બાળકો એવોર્ડ આપે એ કુદરતનો એવોર્ડ એવું માનનારો હોય છે. આવું વ્યક્તિત્ત્વ જ્યારે નિર્માણ થાય ત્યારે સાચા અર્થમાં શિક્ષક બન્યા કહેવાય છેલ્લે એટલું જરુર કહીશ કે વર્ગમાં કરાવેલ 800 જેટલી પ્રવૃત્તિઓનું સર્જન એ એક ભીતર રહેલ શિક્ષત્ત્વજ કરાવી શકે, એ જ્યારે ખીલે ત્યારે સાચા શિક્ષકનું નિર્માણ થાય.



Parichay Talks (Education News) Dt :- 15-04-23 ભાવનગરના અવાણિયાની શાળાઓમાં જેન્ડર સમાનતા કાર્યક્રમ યોજ્યો

 ભાવનગરના અવાણિયાની શાળાઓમાં જેન્ડર સમાનતા કાર્યક્રમ યોજ્યો 


        જેમાં કિશોરો અને કિશોરીઓમા જેન્ડર સમાનતાની સમજ ઉભી થાય તે માટે વિવિધ રમતો દ્વારા સમજણ ઉભી કરવામાં આવેલ. જેમાં સમાનતાની સાપસીડી રમાડવામાં આવેલ. તેમજ 1 મિનિટની રમત જેમાં ભાઈઓનું કામ બહેનો કરે અને બહેનોનું કામ ભાઈઓ કરે, જેમાં ભાઈઓને 1 મિનિટમા રોટી બનાવાનું અને બહેનોને 1 મિનિટમાં લાકડામા ખીલ્લી ખોડવાની હતી, આમ રમત રમાડીને સંદેશો આપવામા આવ્યો કે આપણા સમાજમાં કામ એ થોપી દેવામાં આવ્યા છે , કોઈ પણ કામ સંકોચ રાખ્યા વિના કરી શકીએ.આમ જેન્ડર સમાનતાની સમજ ઉભી કરવામાં આવેલ.

        ઉત્થાન સંસ્થા તરફથી બંને શાળાના તમામ બાળકોને પારલેજીના બિસ્કીટના પેકેટ આપવામાં આવેલ. તેમજ બંને શાળાના ધોરણ - 6 થી 8 ના બાળકોને વોટર બેગ  આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે. સમગ્ર કાર્યક્રમ ઉત્થાન સંસ્થા - ભાવનગરના  જેન્ડર ટિમ લીડર રુબીનાબેન ભટ્ટી  અને ઉત્થાન પ્રેરિત  સમર્થન મહિલા સંગઠનના પેરાલીગલ બહેનો દ્વારા સુંદર અને વિવિધ કૌશલ્યો દ્વારા સમજ આપવામાં આવેલ.અવાણિયા કુમાર શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ વાઘેલા ( મોજીલા માસ્તર ) અને અવાણિયા કન્યા શાળાના આચાર્ય શ્રી પ્રતાપસિંહ સરવૈયા તેમજ બંને શાળાના શિક્ષકોએ સહકાર આપેલ.

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 15-04-23 ખરેખરતો કર્મ બળવાન છે, તેની બળવંતતાને કોણ પહોંચી શકે ?.... લેખિકા :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ

 ખરેખરતો કર્મ બળવાન છે, તેની બળવંતતાને કોણ પહોંચી શકે ?....   લેખિકા :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ





ખરેખરતો કર્મ બળવાન છે, તેની બળવંતતાને કોણ પહોંચી શકે ?....   લેખિકા :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ

" કર્મના ટેરવે આજ ચાલતી એ દુનિયા;

   ભૂલના ફળ રૂપે ભોગવતી એ દુનિયા. "

              આધુનિક સમયમાં માનવીનું જીવન ટેકનોલોજીના આધારે ચાલી રહ્યું છે. ટેકનોલોજીનો પગ પેસારો વ્યક્તિને ઘડિયાળના કાંટે દોડાવી રહ્યો છે. પોતા માટે સમય ન ફાળવીને અર્થ (નાણા)ની પાછળ માણસ ભાગી રહયો છે. એ સમયે આપણા મન, વચન અને કર્મથી ઐક્યતાનો ભાવ ક્યાંક પોતાની લાલચમાં વીસરી ગયો. સૂર્યના કિરણો પસાર થતાંની સાથે અને આથમતાંની વચ્ચે આપણે રોજબરોજ કેટલાંય વ્યક્તિઓના સંપર્કમાં આવીએ છીએ. ત્યારે ક્યારેક જાણતાં તો ક્યારેક અજાણતાં એવું કર્મ કરી બેસીએ છીએ કે જેનાથી એ કર્મનો ભોગવટો આપણા જીવનમાં આવે છે. 

            કીધાં કર્મ છૂટે ? ના, મિત્રો કીધાં કર્મ ન છૂટે...! કારણ કે આપણે જે કંઈ પણ કાર્ય રોજબરોજ કરીએ છીએ, એના ફળ રૂપે ખાટાં અને મીઠાં સ્વાદો જીંદગીમાં ઘર કરી જ જાય છે. જેવા કર્મ કરીશું એવો જ અરીસો આપણું પ્રતિબિંબ બનશે અને એ પ્રતિબિંબ આપણું વ્યક્તિત્વ બહાર લાવશે. ક્યારેક માનવી અણસમજુ બની જતો હોય છે. એટલે કે સાચી સમજણ ન હોવાના કારણે એવા કાર્યો કરી બેસે છે, જેના લીધે માનવીને હમણાં નહિ તો થોડાં સમય બાદ એનો ભોગવટો જરૂર મળે છે, પણ હા ! એ ભોગવટો સારો પણ હોઈ શકે અથવા ખરાબ પણ હોઈ શકે. કારણ કે એના મૂળમાં કર્મનું સિદ્ધાંત પડેલું હોય છે. અણસમજણથી કરેલું કાર્ય ક્યારેક નિરાશાજનક સાબિત થાય છે.

            માનવમન ચંચળ હોય છે. ચંચળતા તેના સ્વભાવમાં વણાયેલી હોય છે. રસ્તા પર ચાલતા આપણું લક્ષ્ય માત્ર જે-તે જગ્યા પર પહોંચવામાં હોય છે. ગાડીથી જઈએ કે જઈએ પગપાળા, આપણા પગ નીચે અસંખ્ય સૂક્ષ્મ જીવાણુઓ કચડાઈ જાય છે. તેમાં નાનામાં નાની કીડી તથા બીજા નાના જીવોનો સમાવેશ થાય છે. આપણાં મનમાં વેર ભાવ નથી હોતો પરંતુ અજાણતાં એ જીવ મરી જાય છે. તો પ્રશ્ન એ થાય કે અજાણતા થયેલા કર્મનો ભોગવટો મળે ? હા, અજાણતાં કરેલા કર્મનો ભોગવટો પણ આપણને અજાણ રૂપે મળે છે. ત્યારે આપણે પણ જાણ નથી હોતી કે આ શું થઈ રહ્યું છે ?

             કેટલાંક એવા મિત્રોનો સંગ થઈ જાય છે કે તેઓના કાર્યો ( કર્મો ) કુકર્મોને પ્રેરે છે. આવાં દુર્ગુણો જન્મથી નથી હોતા, પરંતુ સંગના કારણે વ્યક્તિ વિકૃત બની જાય છે, અને કુકર્મો કરવા માટે ખરાબ કર્મ કરી બેસે છે. જો એને સાચી દિશા પ્રાપ્ત ન થાય તો એના કર્મો વધે છે, ને એના પરિણામ સ્વરૂપે ન સહી શકાય તેવી ભોગવટો જરૂર મળે છે. આમ સંગનો પ્રભાવ માનવીના જીવનમાં પડે છે. આત્મબળ નબળું પડવાના કારણે આપણે જાણતા કે અજાણતા કાર્યો કરી બેસીએ છીએ. માટે કયો માર્ગ સત્ય છે અને કયો માર્ગ સત્ય નથી ? એના વિચારે માનવી ચડતું નથી. પરિણામે સારા કે નઠારા કર્મના ફળ રૂપે તેનો ભોગવટો ભોગવીએ છીએ. 

            ' જીવન જીવવું મુશ્કેલ છે ' એ ખ્યાલ તદ્દન ખોટો છે. હા, ડગલે ને પગલે કોઈને કોઈ સમસ્યાઓ નડતી રહે છે; પરંતુ તે આજીવન ઘરમાં બેસતી નથી. બીજું જીવ શોધી પલાયન થઈ જાય છે. ' જીવન આસાન છે ' તેમ માનીએ તો શું થાય ? ' જીવન મુશ્કેલ છે ' તેમ માનીએ તો શું થાય આવા પ્રશ્નો વિચારોનું વૃંદાવન ઊભું કરે છે. જીવનને સહજતાથી સ્વીકારી લેવાની વૃત્તિ દરેકમાં નથી હોતી. વ્યક્તિઓ માને છે કે, ' જીવન ખરેખર તો આસાન જ હોવું જોઈએ. ' આટલી બધી મુશ્કેલીઓ કેમ આવે છે ? તેનામાં તકલીફો મારા ભાગે જ કેમ ? એવી વિચારધારા વ્યક્તિના મનમાં પડેલી હોય છે. કારણ કે વ્યક્તિને હંમેશા જીવન આસાન જોઈએ છે. આ બધું જ આપણા કર્મ થકી થાય છે. ન કરેલા કર્મો પણ હસતાં મુખે ભોગવવા પડે છે. 

             મનુષ્ય જીવનમાં સમસ્યા તો આવવાની જ. કારણ કે દરેક દિવસ એક સમાન નથી. ક્યારેક એવી સમસ્યાઓ આપણા સહેજ પણ નિયંત્રણમાં હોતી નથી. દા. ત., ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હોય તો તેના માટે આપણે વર્તમાનમાં વાગોળીએ છીએ અને વર્તમાનને ખરાબ કરીએ છીએ. ભૂતકાળની દુઃખદ ઘટના ભૂલીને વર્તમાનમાં આપણે કયું કર્મ કરીએ, જેનાથી માન-સન્માન જળવાઈ રહે એ વિચારવું રહ્યું. વ્યક્તિમાં સહજતાના બી રોપાય છે. માનવ સ્વભાવ ઉતાવડીયું છે. કોઈ નાનકડી સમસ્યા આવી કે તરત ચોધાર આંસુડે રડવા બેસે. પરંતુ તે પણ જોવાની વાત છે કે સમસ્યાને પૂરેપૂરી સમજ્યા વગર જ નિર્ણય લઈ લે છે. પછી તેને ભોગવવું પડે છે અને હતાશ બને છે. કર્મ તો ઘટી ગયું. હવે, જો સુખની વાત હોય તો ખુશ થવાનું અને દુઃખની વાતે રડવા બેસવાની જગ્યાએ શાંત ચિત્તે વિચારવું. કર્મ કરતી વખતે શાંત ચિત્ત રાખીને તેના સારા કે નઠારા પરિણામોની ઝાખપ દેખાઈ આવે છે. હૃદય તો કહી જ દે છે કે, ' આ યોગ્ય અને આ અયોગ્ય. ' કારણ કે આપણા બધા માટે એક વાક્ય ઉચિત લાગેછે, ' મારું જીવન મારી જવાબદારી છે '  

             કોઈ કૃત્ય કે ખરાબ કામ કર્યા પછી તેનો આપણે પસ્તાવો થાય છે. પાછળથી આપણે તે કર્મ શા માટે કર્યું ? તે વિચારીને દુઃખી થઈએ છીએ; પરંતુ તે વિચારીને દુઃખી થવા કરતા તે કર્મ ફરી ન થાય તેનો દ્રઢ નિશ્ચય કરીને સારા કર્મ તરફ પ્રયાણ કરવું હિતાવહ છે. વ્યક્તિ શૈક્ષણિક ક્ષેત્રે કે વ્યાવસાયિક ક્ષેત્રે એક ધ્યેય નક્કી કરે છે. તે લક્ષ્યને સાથે રાખીને વ્યક્તિ આગળ ડગલાં માંડે છે. ત્યારે એ કર્મ થકી વ્યક્તિનું ઘડતર થાય છે, અને તેને સફળતા પ્રાપ્ત થાય છે. આ વિષયને વધુ સ્પષ્ટતાથી સમજીએ તો, " એક છોકરો દસમા ધોરણમાં અભ્યાસ કરે છે. તેની પરીક્ષા નજીક આવી રહી છે; પરંતુ તેનું મન મોબાઈલમાં પુરવેલું છે. અંતે તેનું પરિણામ નબળું આવે છે. હવે તે હતાશ થઈને ખૂણે બેસી જાય છે અને વિચારે છે કે, મેં પહેલા મહેનત કરી હોત તો ? પણ હવે શું થાય ? એ સમય હાથમાંથી સરકી ગયો. મોબાઈલમાં ધ્યાન પૂરવ્યું એ એક કર્મ થયું ને ? ફરી ધ્યાન કેન્દ્રિત કરીને પરીક્ષામાં પાસ થયો. ત્યારે તેને હાશકારો અનુભવ્યો. " આવા તે કેટલાંય નાના નાના - સૂક્ષ્મ કર્મ હોય છે જે જોઈ શકાતા નથી. પરંતુ તેની પાછળથી જાણ થાય છે. એટલે ક્યારે કીધા કર્મ છૂટતા નથી. 

              ખરેખર, કર્મ બળવાન છે. તેની બળવંતતાને કોઈ પણ વ્યક્તિ પહોંચી શકે તેમ નથી. વ્યક્તિ કર્મથી બંધાયેલા અનેક તાંતણા સાથે જોડાયેલો છે અને એની ગાંઠ દિવસેને દિવસે બંધાતી જાય છે. વધુ મુશ્કેલીઓ વધારતી જાય છે,જે ના થાય તે માટે આપ પણ સાવચેત રહો અને હોશિયાર રહો, સુરક્ષિત રહો.

Parichay Talks :- (Freend Book) Dt :- 14-04-23 મારી જેમ ......    કવયિત્રી :- વનિતા રાઠોડ - રાજકોટ

 મારી જેમ  ......    કવયિત્રી :- વનિતા રાઠોડ - રાજકોટ


 मेरी तरह ......     ।। वनिता राठोड।।

आप बेशक रूठ जाओ अब यहाँ मेरी तरह। 
फिर खुद ही मान जाओ तुम जहाँ मेरी तरह।। 

देखकर में आपकी सुरत जीऐ जाती रहूँ। 
क्युं उदासी छा गई हैं अब वहाँ मेरी तरह।। 

आपकी आंखों से बहता रहता एक आंसू हूँ मैं। 
हो जाओ तुम इस समंदरमे रवां मेरी तरह। 

जो भी जाना चाहें उसकों जाने दो मंजिलकी और। 
रुक ना जाए इस जमीं पर कारवां मेरी तरह। 

हुं पशेमाँ आपसे में आपकी खामोशी पर। 
क्या करु के हो गयें है बेजुबां मेरी तरह।। 



Parichay Talks :- (Parichay Channel) Dt :- 13-04-23 ACB traps Jamnagar PSI in the act of accepting bribe | Parichay Talks


 

Parichay Talks (Education News) Dt :- 14-04-23 ભાવનગરની ફરિયાદકા પ્રા.શાળાના શિક્ષક રસિકભાઈ એમ.વાઘેલાનુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માન કરાયું

 ભાવનગરની ફરિયાદકા પ્રા.શાળાના શિક્ષક રસિકભાઈ એમ.વાઘેલાનુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માન કરાયું


ભાવનગરની ફરિયાદકા પ્રા.શાળાના શિક્ષક રસિકભાઈ એમ.વાઘેલાનુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માન કરાયું

        બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફ્રન્સ,સમાજસેવી અને વિશિષ્ટ શિક્ષક સન્માન કાર્યક્રમમાં ભુજ ખાતે વિવિધ રાજ્યોના 118 જેટલા શિક્ષકો અને સમાજસેવી ઓનું સન્માન કરવામાં આવ્યું. જેમાં ભાવનગરની ફરિયાદકા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રીરસિકભાઈ એમ.વાઘેલાનુ આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત શિક્ષક પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે કચ્છના મહારાણી આરતી કુમારી જાડેજા, પ્રથમ કુલપતિ કાંતિ ગોર, કચ્છ Diet ના પ્રાચાર્ય સંજયભાઈ ઠાકર, પ્રદીપ્તા નંદજી,પદ્મશ્રી નારાયણ જોશી, પેરિસના નિવૃત્ત શિક્ષક  ક્રિસ્ટોફર,ફ્રાન્સથી શ્રી સારા  ઐદા  Chef cook in vegan (pure veg) cuisine. Compagny "Vegan Sur Mars" IG @vegansurmars તેમજ (ટોરિયા) Torea : Set designer, decorator for the cinema industry (movies, advertising, musical clips...) ઉપસ્થિત રહ્યા હતા.આ તબક્કે બાલરક્ષક પરિવારનો હૃદયપૂર્વક આભાર.



Parichay Talks (Education News) Dt :- 13-04-23 ફાટસર શાળામાં પાંચમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી

 ફાટસર શાળામાં પાંચમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી







ફાટસર શાળામાં પાંચમાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી

        ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાની સેન્ટર શાળામાં કલરવ ૨૦૨૩ વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવે જેમાં શાળાના કુલ ૩૮૫ બાળકોમાંથી ૨૩૦ જેટલા બાળકોએ ભાગ લીધો હતો, ફાટસર ગામ અને આજુબાજુના ગામના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ....

        એક પ્રાઇવેટ શાળાને પણ ટક્કર મારે તેવું આયોજન ફાટસર પ્રાથમિક શાળા સ્ટાફ, એસ.એમ.સી ફાટસર, ગ્રામ પંચાયત ફાટસર અને સમસ્ત ફાટસર ગામ દ્વારા કરવામાં આવ્યું. સવારે ભૂતપૂર્વ વિધાર્થી નું સ્નેહ મિલન અને સાંજે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. ફાટસર શાળા ગુજરાતની પ્રથમ શાળા જેના બાળકો વિદેશ પ્રવાસ ગયેલા તેના દાતાનું સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની મહત્વની બાબત એ હતી, કે પ્રાઇવેટ શાળાની જેમ બાળકો કે વાલી પાસે એક પણ રૂપિયો લીધા વિના બાળકોના ડ્રેસ,લાઈટિંગ,શૂટિંગ,led ડિસ્પ્લે પર સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું. આવનારા સમયમાં શિક્ષણ ક્ષેત્રે ફાટસર શાળા હજુ વધુ સારી પ્રદર્શન કરશો અને ફાટસર શાળા પાસપોર્ટ વાળા પ્રવાસનું પણ આયોજન કરશે, તેવી વાત આચાર્ય કૌશિકભાઈ લાખાણી દ્વારા કરવામાં આવી. દાતા તરફ થી સમગ્ર કાર્યક્રમને 1,50,000 જેવું અનુદાન આપવા આવ્યું.

        કાર્યક્રમને સફળ બનાવવા એવોર્ડ વિજેતા શિક્ષક એવા "રઘુ રમકડું" અમરેલી ,"યુગ અગ્રાવત" અમદાવાદ પોતાના કાર્યક્રમ રજૂ કર્યા અને  "કેશુભાઈ પરમાર" જૂનાગઢ હાજરી આપી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રવી તન્ના દ્વારા કરવામાં આવ્યું. તમામ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્યના માર્ગદર્શનથી કરાયું અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ મહેનત કરી અને શાળાના તમામ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો અને મહેનત કરી.



Parichay Talks (Education News) Dt :- 13-04-23 માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે કરી મુલાકાત

 માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે 

આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે કરી મુલાકાત


માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા સાથે કરી મુલાકાત

રિપોર્ટ   -  ઈશ્વરિયા ગુરુવાર  (મૂકેશ પંડિત)

        કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે દિલ્હી ખાતે માઇક્રોસોફ્ટ કંપનીના સહ-સ્થાપક ​​બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી. કોવિડ મહામારી દરમિયાન ભારતે ઉમદા કામગીરી કરી એ બદલ બિલ ગેટ્સે ભારતની પ્રશંસા કરી. કોવિડના કપરા કાળમાં આકાર પામેલો વોર રૂમ જે હવે હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને નેશનલ પબ્લિક હેલ્થ ઓબ્ઝર્વેટરી (NPHO) તરીકે ઓળખાય છે, આરોગ્ય મંત્રીએ બિલ ગેટ્સને આ વોર રૂમની મુલાકાત કરાવી.

        આ વોર રૂમની મદદથી કોવિડ કેસ સફળ રીતે ટ્રેક થયા હતા અને ઝડપી રસીકરણ પણ આ વોર રૂમને આભારી છે. AI અને અન્ય ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કાર્યક્રમો અને અન્ય સ્વાસ્થ્ય અંગેની સામાજિક પહેલની સ્થિતિનું મોનીટરીંગ આજે અહીંથી કરવામાં આવે છે.



Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...