જવાનો ..... કવિ : - વહિદ શાહ - બોટાદ
બરફમાં હું તો પીગળીને જવાનો
અને લોહીમાં પણ ભળીને જવાનો
તમે નામ મારું નથી ભૂલવાના
પરંતુ હું તમને ભૂલીને જવાનો
નથી મધ દરિયે અમે ડૂબવાના
તમારા પ્રણયમા ડૂબીને જવાનો
જણાવીશ તમને દરદ આ હ્રદયનું
અને છેલ્લે તમને મળીને જવાનો
અહી આગથી લોક ડરાવ્યા કરે છે
છતાં આગમાં હું બળીને જવાનો..
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો