ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળાના ધોરણ 8 ના બાળકો અને શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો
ભાવનગરની નવાગામ પ્રાથમિક શાળા તા-જી ભાવનગર ના ધોરણ આઠમાં ભણતા બાળકોનો અને વિકલાંગ બાળકોના સ્પેશ્યલ IED શિક્ષક ઉમેશભાઈ નાંદવાનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ નવાગામ પ્રાથમિક શાળા ખાતે યોજાઇ ગયો, કાર્યક્રમની અંદર મનિષાબેન વજાણી ગામના માજી સરપંચ પરેશભાઈ કે.વ શાળાના આચાર્ય અશોકભાઈ, શાળાના આચાર્ય રાજુભાઈ જાની અને શાળા સ્ટાફની હાજરીમાં યોજાયો હતો. બાળકો દ્વારા શાળાને સરસ મજાની ડિજિટલ ઘડિયાળ અને ઇલેક્ટ્રિક બેલની ભેટ આપવામાં આવી, સાથે બાળકો જીવનની અંદર ખૂબ બધી પ્રગતિ કરે જીવનના તમામ પાસાઓની અંદર પડતી મુશ્કેલી માંથી રસ્તો બનાવે અને ઉત્તમ માનવી બને તે માટે શાળા સ્ટાફ અને મહેમાનો દ્વારા પ્રેરણાત્મક ઉદાહરણ સાથે પોતાના વિચારો રજૂ કરેલ અને શુભેચ્છાઓ પાઠવવામા આવેલ. બાળકો અને વિદાય લેતા શિક્ષક દ્વારા પોતાના પ્રતિભાવો રજૂ કરેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના આચાર્ય રાજુભાઈ જાની દ્વારા કરવામાં આવેલ. ગામના મયારામ બાપુ દ્વારા તમામ શાળા પરિવારને ભોજન કરાવવામાં આવ્યું હતું, અને ખુબજ ઉત્સાહ ભેર કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતો, આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ મહેનત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો