Parichay Talks (Education News) Dt :- 16-04-23 ભાવનગરની વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮માં કાર્યક્ષેત્રમાં થતી દુર્ઘટનાને રોકવા મોકડ્રીલ યોજાઈ.

 ભાવનગરની વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮માં 

કાર્યક્ષેત્રમાં થતી દુર્ઘટનાને રોકવા મોકડ્રીલ યોજાઈ.


        નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં ચોથી માર્ચ રાષ્ટ્રીય સુરક્ષા દિવસ નિમિત્તે શાળામાં પ્રાર્થનાસભામાં રાષ્ટ્રીય સુરક્ષા દિવસ અંગે અને આ વર્ષે કાર્યસ્થળે થતી દુર્ઘટનાને રોકવી તે થીમ અંગે આચાર્ય ભરતભાઈ ભટ્ટે માહિતી આપી હતી, અને શાળાના શિક્ષક મૌલિકભાઈએ કુદરતી આફત સામે આપત્તિ વ્યવસ્થાપન કેવી રીતે કરશો તેની અને આગ લાગે તો શાળામાંથી આપણે સૌ કેવી રીતે સલામત રીતે બહાર નીકળી શકાય તેની માહિતી આપી અને ત્યારબાદ મોકડ્રીલ કરવામાં આવી.જુદી જુદી રીતે આગ લાગે ત્યારે કેવી રીતે બુઝાવી શકાય તેનું પ્રેક્ટીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...