શિક્ષક થવું સહેલું છે પણ,શિક્ષક બનવું અઘરું છે.....
લેખક :- વિજય દલસાણિયા સભારાવાડી પ્રાથમિક શાળા મોરબી
હું એક શિક્ષક છું ”એમ બોલીએ એટલે એક મોટી જવાબદારી માથે આવીજ જાય. બાળકના જનમ પછી માનવીય અભિગમોનું નિર્માણ કરીને જીવન પથ પર દોડતું કરવાનું કામ શિક્ષક કરતો હોય છે. આવનાર સમાજ કેવો હશે તે શિક્ષક જ નક્કી કરી આપ તો હોય છે, ત્યારે શિક્ષક થવું તો સહેલું છે,પણ સાચા અર્થમાં ભીતરથી શિક્ષત્ત્વનું નિર્માણ કરવું ખૂબજ અઘરું છે.આવું શિક્ષકત્ત્વ જ્યારે સાચા અર્થમાં ખીલે ત્યારે સામે બેઠેલાં અનેકોનું સાચા અર્થમાં સર્જનની સાથે નિર્માણ થતું હોય છે. શિક્ષક ખાતર શિક્ષક નહિ, પણ શિક્ષણ ખાતર શિક્ષક જ આવનાર સમાજનું નિર્માણ કરવાનું કામ કરતો હોય છે. શિક્ષક બની ગયાં ત્યાંથી વાત પૂર્ણ થતી નથી,પણ ભીતરના શિક્ષકને બહાર લાવવાની વાત છે,જે કામ ખૂબ અઘરું છે. ભીતરનો શિક્ષક એટલે શિક્ષકત્ત્વ જે શિક્ષકનો પ્રાણ છે,આત્માછે,નૂર છે.
આવો શિક્ષક સદાકાળ બાળકનો હોય છે, બાળકની સમસ્યા, મુશ્કેલીઓને સમજનારો હોય છે.‘બારેમેહખાંગા’એમ બાળકો પર અમી વરસાવનારો હોય છે. ભીતરથી ખીલેલાં શિક્ષકત્ત્વ થકી અવનવી પ્રવૃત્તિઓ, અભિગમો, ઇનોવેશનથકી, બાળકના વિકાસને પ્રાધાન્ય આપનાર હોય છે. એક શિક્ષક સાચા અર્થમાં જ્યારે શિક્ષક બને છે ત્યારે દેશના નવા ખીલેલાં કૂંપણોને ખીલવીને વસંતનું નિર્માણ કરવાનું કામ કરે છે.કોઈ આખે આખું જીવન આપણને સોંપી દેત્યારે, એનો ગર્વલેવાની સાથે કોઈનું જીવન પણ આપણાં હાથમાં છે,એ વિચારને પણ ખરા અર્થમાં સાર્થક કરવાનો હોય છે.જે આવું શિક્ષકત્ત્વજ કરતું હોય છે. આ ભાવનાથકી જ બાળકના દિલમાં બેસી ને, ભીતરથી પ્રેરિત કરીને વિકાસની ચરમસીમા સુધી લઈ જવાનું કામ કરવાનું શિક્ષકએ કરવાનું હોય છે.બાળક શાળાએ એક આશ લઇને આવે છે, જેને મીઠાશમાં ફેરવવાનું કામ આ શિક્ષકત્ત્વથકી જ શિક્ષક કરતો હોય છે. વરસાદ ન પડે તો દુકાળ પડે તેમ શિક્ષક જો વર્ગમાં ન વરસે તો દુકાળ પડે ત્યારે તેમણે ધોમ ધાર વરસીને વિચારોનું વાવેતર કરવાનું કામ કરવાનું હોય છે.
જ્યારે શિક્ષક ભીતર નાશિક્ષકત્ત્વને સાચા અર્થમાં ખીલવે છે, ત્યારે બધું આપો આપ થઈ જતું હોય છે. એક સારો શિક્ષક વર્ગમાં ગોખણ પટ્ટીને મહત્ત્વ ન આપતાં તેમની વિચાર શક્તિને ખીલવાવાનું માધ્યમ પણ પૂરું પાડે છે. બાળકને સલાહ આપવા કરતા કોઈ માધ્યમ થકી પોતાનું કામસારી રીતે પાર પાડી લેતો હોય છે. કલ્પનાશક્તિ, આત્મશક્તિ, તર્કશક્તિ, ધીરજ, કુશલતા, ચીવટ, જેવા ગુણોનો વિકાસ કરીને આવનાર સમયની સાથે, વ્યવહારીક જીવનમાં ખરા અર્થમાં તૈયાર કરવાનું કામ શિક્ષક અભ્યાસક્રમની સાથે કરતો હોય છે. સારો શિક્ષક બાળક્ના દિલ સુધી પહોંચીને,તેનામાં રહેલી ભીતરની શક્તિનો પરીચય કરાવી આપે છે.એક શિક્ષક તરીકે સતત વિચારશીલ રહીને ખુદમાં ડોકીયું કરીને આજે હું બાળકને શું નવીન આપીશ ? કેવી રીતે આપીશ ? આ વિચાર થકી પોતના ભીતરના શિક્ષકત્ત્વને ક્યારેય વિદાયમાન થવા દેતો નથી. બાળક્નેતો રસ પડે જ બસ, આપણી કાર્યપધ્દતિ રસમય હોવી જોઇએ એવા તને તે સારી રીતે જાણે છે. એના મારફત બાળકને અભ્યાસમાં રસ લેતો કરે છે.
ખુદ સકારાત્મક બનીને બાળકને પણ સકારાત્મક બનાવીને વર્ગનું વાતાવરણ સ્વર્ગ બનાવે છે. એક હૂંફની ફૂંકમારીને બાળકમાં રહેલી શક્તિને‘ભારેલાંઅગ્નિને’ જેમ ચમકાવીને તેની શક્તિનો પરીચય કરાવી આપે છે. બાળકના આંતરીક ગુણોનું મૂલ્યોમાં નિરુપણ કરીને સાચા અર્થમાં ખીલવે છે.બાળક્ની સાથે બાળક બનીને, હસાવીને પરમાનંદની અનુભૂતિ કરે છે. સતત શીખતો રહીને પોતાના કાર્યમાં નવીનતાલાવીને, રોજ બરોજના સત્યોની સમજણ આપી એ માધ્યમથકી આ દુનિયાનું નવું સત્ય પ્રદાન કરવાનું કામ શિક્ષક જ કરે છે. શિક્ષકનું બીજું ઘર એટલે શાળા ! એ ભાવને સમર્પિત બની, બાળક અને વાલી સાથે આત્મીયતા સાધી શાળાને વધુ ગુણવત્તા યુકત બનાવવાની ભાવના હમેશાં તેના દિલમાં હોય છે. બાળકોને દરરોજ નવું નવું પ્રદાન કરવાનું વ્યસન બની જાય અને બાળકોનો સાચા અર્થમાં વિકાસ કરવાની ધૂન લાગે ત્યારે ઉપરનું વિધાન સાચુ લાગે કે“શિક્ષક થવું સહેલું છે પણ શિક્ષક બનવું અઘરું છે” બાળક હમેશાં સન્માનથી જૂએ એ વિચાર ધારાને તે વળગેલો હોય છે. કોઈ નોંધ લે કે ન લે પણ જ્યારે બાળક નોંધલેવાનું બંધ કરે ત્યારે તેમને ફેર પડતો હોય છે. કોઈ એવોર્ડ આપે કે ન આપે બાળકો એવોર્ડ આપે એ કુદરતનો એવોર્ડ એવું માનનારો હોય છે. આવું વ્યક્તિત્ત્વ જ્યારે નિર્માણ થાય ત્યારે સાચા અર્થમાં શિક્ષક બન્યા કહેવાય છેલ્લે એટલું જરુર કહીશ કે વર્ગમાં કરાવેલ 800 જેટલી પ્રવૃત્તિઓનું સર્જન એ એક ભીતર રહેલ શિક્ષત્ત્વજ કરાવી શકે, એ જ્યારે ખીલે ત્યારે સાચા શિક્ષકનું નિર્માણ થાય.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો