ભાવનગરના અવાણિયાની શાળાઓમાં જેન્ડર સમાનતા કાર્યક્રમ યોજ્યો
જેમાં કિશોરો અને કિશોરીઓમા જેન્ડર સમાનતાની સમજ ઉભી થાય તે માટે વિવિધ રમતો દ્વારા સમજણ ઉભી કરવામાં આવેલ. જેમાં સમાનતાની સાપસીડી રમાડવામાં આવેલ. તેમજ 1 મિનિટની રમત જેમાં ભાઈઓનું કામ બહેનો કરે અને બહેનોનું કામ ભાઈઓ કરે, જેમાં ભાઈઓને 1 મિનિટમા રોટી બનાવાનું અને બહેનોને 1 મિનિટમાં લાકડામા ખીલ્લી ખોડવાની હતી, આમ રમત રમાડીને સંદેશો આપવામા આવ્યો કે આપણા સમાજમાં કામ એ થોપી દેવામાં આવ્યા છે , કોઈ પણ કામ સંકોચ રાખ્યા વિના કરી શકીએ.આમ જેન્ડર સમાનતાની સમજ ઉભી કરવામાં આવેલ.
ઉત્થાન સંસ્થા તરફથી બંને શાળાના તમામ બાળકોને પારલેજીના બિસ્કીટના પેકેટ આપવામાં આવેલ. તેમજ બંને શાળાના ધોરણ - 6 થી 8 ના બાળકોને વોટર બેગ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે. સમગ્ર કાર્યક્રમ ઉત્થાન સંસ્થા - ભાવનગરના જેન્ડર ટિમ લીડર રુબીનાબેન ભટ્ટી અને ઉત્થાન પ્રેરિત સમર્થન મહિલા સંગઠનના પેરાલીગલ બહેનો દ્વારા સુંદર અને વિવિધ કૌશલ્યો દ્વારા સમજ આપવામાં આવેલ.અવાણિયા કુમાર શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ વાઘેલા ( મોજીલા માસ્તર ) અને અવાણિયા કન્યા શાળાના આચાર્ય શ્રી પ્રતાપસિંહ સરવૈયા તેમજ બંને શાળાના શિક્ષકોએ સહકાર આપેલ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો