ભાવનગરની ઉમરાળાના શિક્ષક દ્વારા બાળકોને પરીક્ષા સરળતા થી આપી શકે આ માટે યૂટ્યૂબ ના માધ્યમથી ફ્રી લેક્ચરનું આયોજન કરાયું. બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે તેમજ અન્ય પરીક્ષાઓની તૈયારીઓ માટે શાળા ઉપરાંતના સમયમાં પી.એમ.સર્વોદય હાઈ સ્કૂલ, ઉમરાળાના શિક્ષક મનિષભાઈ વિંઝુડા દ્વારા 19 ફેબ્રુઆરી 2023 થી 19 માર્ચ 2023 સુધી ગુજરાતના તમામ બાળકો માટે નિસ્વાર્થભાવે યુ ટ્યુબ લાઈવ દ્વારા દિવસમાં બે વખત ગણિત અને વિજ્ઞાન બંને વિષયના થઈને કુલ 50 લેક્ચર લેવામાં આવેલ છે. આ લેકચર માંથી બોર્ડના ગણિત વિજ્ઞાન વિષયના પેપર ઘણું પુછાયુ પણ હતું, અને તૈયારી માટે ખૂબ ઉપયોગી બન્યા હતાં. માત્ર 29 દિવસમાં 50 લેક્ચર લઈને બાળકોની સાથે બોર્ડની પરીક્ષાની તૈયારીમાં સહભાગી થયા હતાં. રવિવારનો ઉપયોગ પણ બાળકો માટે કર્યો હતો. એક જ દિવસમાં 9 લેક્ચર લીધા હતા. તેમજ ટોટલ 50 લેક્ચર પૂર્ણ કરેલ.મનીષભાઈ વિંઝુડા એ પ્રથમ કસોટીની પહેલા ડૉ.બી. આર.આંબેડકર ઓનલાઇન જિલ્લા મેગા સ્પર્ધાનું આયોજન કરેલ અને કસોટીની પૂર્વતૈયારી કરાવેલ છે. જેમાં ભાવનગર જિલ્લાના 1600 બાળકો એ ભાગ લીધો હતો, પ્રથમ 50 ક્રમના બાળકોને અસાઈનમેન્ટ પ્રોત્સાહિત ઈનામ મળેલ. યુ ટ્યુબમાં પ્રયોગશ્રેણી દ્વારા ધોરણ 9 અને 10ના પ્રયોગ live કરેલ છે. આ સાહેબ દ્વારા વિજ્ઞાનમાં અને ગણિતમાં ટૂંકા અક્ષરી સૂત્રો આપી બાળકો માટે નવું નવું વિચારવાની પ્રવૃત્તિ કરતાં રહે છે. યુ ટ્યુબમાં કુલ 450 video દ્વારા શૈક્ષણિક કાર્ય કરેલ છે. વિધાર્થીઓને વાર્ષિક પરીક્ષાની તૈયારી ભાગરૂપે manishvinzuda યુ ટ્યુબ ચેનલ પર live વર્ગખંડના આયોજન કર્યુ હતા.
17 ફેબ્રુઆરીના રોજ મારા જન્મદિવસ નિમિત્તે ગણિત વિજ્ઞાન ક્વિઝ રમાડી 3000 રૂપિયાના બાળકોને નોટબુક, પેન, પેડ કંપાસ આપી ઉજવણી કરી, અને Deo વ્યાસજીના વરદ હસ્તે શિક્ષકશ્રીનું સન્માન કરાયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો