ભાવનગરની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું.
ભાવનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી ગૌતમ બુદ્ધ પ્રાથમિક શાળા નંબર 55 ફુલસર ખાતે વાર્ષિકોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં મેયર કિર્તીબેન દાણીધારીયા કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ કાંતિભાઈ ગોહિલ ડેપ્યુટી ચેરમેન રાજદિપસિંહ જેઠવા શાસના અધિકારી બડમલીયાજી તેમજ ગ્રામ અગ્રણી કાનાભાઈ અલગોતર અને સતિષભાઈ ચૌહાણ તેમજ ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા હતા, તેમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમો રજુ કરાયા, તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ,
ઉપરાંત મેલડીમાં ગ્રુપ દ્વારા શાળાના શિક્ષકો અને આચાર્ય તેમજ કોર્પોરેટરો તેમજ ગ્રામ અગ્રણી તેમજ એસએમસીના સભ્યોને સન્માન કરવામાં આવેલ, આ કાર્યક્રમમાં મેયર કિર્તીબેન તેમજ કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ શાસન અધિકારી બડમલીયાજી તેમજ રાજદીપસિંહ જેઠવા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું, આ કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન આચાર્ય કમલેશભાઈ દ્વારા આપવામાં આવ્યું, અને કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે ખુબજ મહેનત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો