"નાનું અમથું બાળક જાણે મને કંઈક કહી જાય સંઘર્ષમય પરિસ્થિતિ બધું જ શીખવી જાય" લેખક :- પટેલ નિકિતા (" નીકી ") - આણંદ
એક દિવસની વાત છે, ઘર આગળ બ્લોક ફિટ કરવાનું કામ ચાલી રહ્યું હતું. માતાપિતાની સાથે બે માસુમ બાળકો પણ હતા. સવારથી સાંજ સુધી માતપિતા પોતાનું કાર્ય કરી રહ્યા હતા. અને બે માસુમ બાળકો પોતાની મસ્તીમાં રમી રહ્યા હતા. નહોતા રમકડા કે નહોતી સુવિધા તેમ છતાં બાળકો આનંદથી રમી રહ્યા હતા.
ઘડીકમાં રેતી સાથે તો ઘડીકમાં પાણી સાથે ઘડીકમાં સિમેન્ટમાં તો ઘડીકમાં પથ્થરથી રમતા વારં વાર પોતાની રમત બદલતા બાળકો રમતા હતા. ખૂબ જ ગરમીમાં રમતા હતા. મેં ઘણો પ્રયત્ન કર્યો કે ઘરમાં આવીને પંખા નીચે બેસીને રમે, પરંતુ બાળકો પોતાના માતાપિતાથી દૂર જવા નહોતા માગતા. જાણે તેમની ખુશી સુવિધા કરતા પરિવાર પાસે રેવામાં હતી. બંને બાળકોમા નાનું બાળક રમીને ઊંઘમાં આવ્યું હતું. મે કીધું એવું હોય તો ઘરમાં સુવડાવી દો પંખા નીચે .આટલા અવાજમાં તે નહિ ઊંઘી શકશે. ત્યારે તેની માતા ખૂબ સરસ જવાબ આપ્યો. તેને આમ જ સારી ઉંઘ આવશે તે વગર પંખે અને આટલા અવાજમાં સુવા માટે ટેવાયેલું છે. નથી ઘોડિયા કે સુવિધાની જરૂર આમ જ સૂઈ રહશે.
આ આ ઘટના પરથી એટલું જરૂર સ્પષ્ટ થાય છે, કે ખુશ રહેવા સુવિધા કરતા સમજણની જરૂર છે. પૈસાવાળા છોકરાના હાથમાં હજારો રૂપિયાના રમકડા હોય તો એ રડતું જ હોય છે. જ્યારે આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં કંઈ પણ ન હોવા છતાં બાળકો ખુશ જણતા હતા. તમારી પાસે ગમે તેટલા પૈસા હોય કદાચ તમે મોંઘામાં મોંઘો બેડ ખરીદી શકો પરંતુ ઊંઘ તો ક્યારે ખરીદી શકતા નથી. બંગલા ખરીદી શકો સુખ નહિ. ખુશ રહેવા માટે આ બાળક ઘણું બધું કહી જાય છે. પરિસ્થિતિ કોઈ પણ હોય પણ પરિસ્થિતિને અનુકૂળ થઈને જીવન જીવવું એ શ્રેષ્ઠ સુખ ગણાય. નાના એવા બાળકે જીવનની ખૂબ મોટી શિખ મને આપી છે.
બીજુ બાળક પણ એવા નાના અમથા બાળકનું ધ્યાન રાખીને પોતાના મોટા હોવાની ફરજ નિભાવી રહ્યું હતું. એ દ્રશ્ય પણ જીવનમાં ઘણું બધું શીખવી જાય તેવું હતું. મોટા હોય તો નાનાભાઈની કાળજી કેવી રીતે રાખવી. દરેક વ્યક્તિ માંથી કંઈક ને કંઈક વિશેષ શીખ મળે છે, કોઈ પણ વ્યક્તિ સામાન્ય હોતો નથી, દરેક વ્યક્તિ પોતાની જગ્યાએ શ્રેષ્ઠ જ હોય છે. બસ તેના ગુણોને ઓળખવાની જરૂર છે, અને અપનાવવાની જરૂર છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો