માંડવી કચ્છના રામપર ગ્રુપ શાળાના બાળકો માટે કૌશલ્ય કેળવવાના હેતુથી સમર કેમ્પનું આયોજન કરાયું
માંડવી કચ્છના રામપર ગ્રુપ શાળાના બાળકોમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવવા અને વિશિષ્ટ કૌશલ્ય કેળવવાના હેતુથી શાળાના આચાર્ય ડો મમતાબેન ભટ્ટની પ્રેરણાથી શાળામાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ જાતના અંક, કસરતના દાવ, સ્ટંટ તથા ચિત્ર, ઢોલ તથા તબલા વાદન, અને નૃત્ય શીખવવામાં આવે છે, જેમાં શાળાના શિક્ષિકા બહેનો નિધીબેન, અંકિતાબેન અને ગીતાબેન સહયોગી રહે છે. તમામ બાળકોએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, અને આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના અન્ય શિક્ષકોએ પણ સહયોગ આપ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો