રાજ્યભર માં ભાવનગર રેડક્રોસ સોસાયટી
ચક્ષુદાન અને દેહદાન અવલ્લ નંબરે મેળવ્યો.
તા.25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા ની રેડક્રોસ દ્વારા 60 થી વધુ કાર્યક્રમો નું આયોજન કરી જનજાગૃતિ લાવવા માં આવશે.
આગામી 25 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર દરમ્યાન રાષ્ટ્રીય ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા ની ઉજવણી કરવા માં આવે છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર પ્રતિ વર્ષ ચક્ષુદાન અને દેહદાન ની સેવા માં અવ્વલ નંબરે રહે છે અને જેને પ્રતિવર્ષ સેવા માટે માન. રાજ્યપાલશ્રી ના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે.તાજેતર માં કેન્દ્રિય આરોગ્યમંત્રી ડો.મનસુખભાઈ માંડવીયા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જિલ્લા માં પ્રચાર પ્રસાર અભિયાન નો પ્રારંભ કરાવવા માં આવ્યો હતો.
રેડક્રોસ ભાવનગર માં ચક્ષુદાન અને દેહદાન નો અલગ વિભાગ 24 કલાક કાર્યરત રખાયો છે જે ક્યારેય કોઈ રજા વગર 365 દિવસ કાર્યરત રહે છે રેડક્રોસ ખાતે ડોકટર ની ટિમ અને નર્સિંગ ટિમ સાથે કલેરિકલ ટિમ દ્વારા કોઈ ના ધરે અવસાન નો બનાવ બને કે તેમના દ્વારા ચક્ષુદાન અથવા દેહદાન ની ઈચ્છા વ્યક્ત કરે એટલે તુરંત રેડક્રોસ ની ટિમ દ્વારા વ્યવસ્થા કરવા માં આવે છે અને સાથે પરિવારજનો ને ચક્ષુદાન અને દેહદાન માટે સમજાવવા માં આવે છે.અત્યાર સુધી માં રેડક્રોસ માં 10284
ચક્ષુદાન અને 962 દેહદાન થયા છે . એટલુંજ નહિ ભાવનગર થી સમગ્ર રાજ્યમાં જ્યાં જરૂર હોય ત્યાં ચક્ષુ અને મેડિકલ કોલેજ ને તબીબી અભ્યાસ માટે દેહદાન મોકલવા માં આવે છે.સાથે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવા માં આવે છે.રેડક્રોસ ખાતે વ્યક્તિ ચક્ષુદાન અને દેહદાન ના સંકલ્પપત્ર પણ ભરી શકે છે. હાલ માં પણ રેડક્રોસ માં 3122 ચક્ષુદાન ના તેમજ 1143 દેહદાન અને 519 અંગદાન ના સંકલ્પપત્રો લોકો દ્વારા ભરવા માં આવ્યા છે. ઘણીવખત જો કોઈએ સંકલ્પપત્રો ન ભર્યા હોય તો પણ તેઓ ચક્ષુદાન ને દેહદાન કરી શકે છે.રેડક્રોસ ખાતે 24 કલાક દરમ્યાન મો.9429406202, તથા 0278- 2424761, અને 2430700 નંબર ઉપર સંપર્ક કરી ને આપ ચક્ષુદાન અને દેહદાન માટે રેડક્રોસ ની ટિમ ને બોલાવી શકો છો.
ચક્ષુદાન વ્યક્તિ નું મૃત્યુ થયા ના 6 કલાક ની અંદર કરવું જોઈએ, અને દેહદાન મૃત્યુ થયા ના 8 થી 9 કલાક ના સમય દરમ્યાન કરવું જોઈએ.પ્રતિવર્ષ દેશ માં એક લાખ કરતા વધુ લોકો આંખ ની કોર્નિયા ની બીમારી ના કારણે અંધાપા નો ભોગ બને છે તેમના માટે ચક્ષુદાન તેનો અંધાપો દૂર કરવા માટે આશીર્વાદરૂપ નીવડે છે.
ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા નિમિતે રેડક્રોસ ભાવનગર દ્વારા જિલ્લા અંધત્વ નિવારણ સોસાયટી ના સહયોગ થી વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે જેમાં ઓન લાઇન સંકલ્પપત્રો ભરવા , રેલી, સ્લોગન અને ચિત્ર સ્પર્ધા, વિવિધ સર્કલો ઉપર જનજાગૃતિ પ્રદર્શન, શાળા અને કોલેજો માં આંખો ની જાળવણી ની તાલીમ અને કસરત સહિત ના કાર્યક્રમો નું આયોજન કરવા માં આવેલ છે. ચક્ષુદાન જનજાગૃતિ પખવાડિયા નિમિતે 15 દિવસ માં 60 થી વધુ જનજાગૃતિ કાર્યક્રમો યોજાશે. કોઈપણ સંસ્થા કે ઐદ્યોગિક કે રહેણાંક ના એકમો કે સોસાયટી દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવા માંગે તો રેડક્રોસ નો સંપર્ક કરવા અનુરોધ કરવા માં આવે છે.