Parichay Talks :- 421 19-08-22 સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગર દ્વારા 15 ઓગસ્ટની વિશાળ તિરંગા યાત્રા સાથે ઉજવણી કરાઈ.

 સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગર દ્વારા 15 ઓગસ્ટની વિશાળ તિરંગા યાત્રા સાથે ઉજવણી કરાઈ.

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સમગ્ર શહેર અને દેશમાં થઇ રહી છે ત્યારે ભાવનગર શહેરની સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના 10 હજારથી વધારે વિધાર્થીઓની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી . જે શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી થી શરૂ થઈ , અક્ષરવાડી , સેન્ટ્રલ સોલ્ટ , આતાભાઇ ચોક , રૂપાણી થઈ ગુરુકુળ ખાતે પૂર્ણ થઈ હતી , આ યાત્રા યાત્રામાં ભારતમાતાના ફ્લોટ્સ , સર્વધર્મ સમભાવ , શૌર્યતા , દેશભક્તોની વીરગાથા , દેશાભિમાન , વિવિધતામાં એકતા એવા સંદેશ આપતા વેશભૂષા , સળગતી રિંગ દાવ સહિત ના ફ્લોટ્સએ આકર્ષક જમાવ્યું હતું .

ભારતના ઉત્કૃષ્ટ અને દેદીપ્યમાન અભિયાન 75 આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમનું આયોજન સુંદર અને અવિસ્મરણીય રીતે ચાલી રહ્યું છે . જે અંતર્ગત ભાવનગરની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ ગુરુકુળ આવા તમામ ધાર્મિક અને રાષ્ટ્રીય પર્વને ભવ્ય અને દિવ્ય રીતે ઉજવે છે તેની ઓળખ રહી છે . છેલ્લા ઘણા વર્ષોથી ગુરુકુળ પ્રાંગણનું રાષ્ટ્રીય પર્વ રંગદર્શી , ભવ્યાતિભવ્ય અને ચિરસ્મરણીય રહ્યા છે . આ વર્ષ જ્યારે આપણું રાષ્ટ્ર આપણું ગર્વિલો દેશ આઝાદીના 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હોય ત્યારે ગુરુકુળ પ્રાંગણ પર આ દેશના મહોત્સવમાં સહભાગી થયું હતું .

દેશભક્તિની કૃતિઓ થનગનાટ સાથે રજૂ થઈ હતી આ યાત્રા પાણીની ટાંકીથી અક્ષરવાડી , સેન્ટ્રલ સોલ્ટ , આતાભાઈ ચોક , રૂપાણીથી ગુરુકુળ ખાતે પૂર્ણ થઈ હતી , આ તિરંગા યાત્રામાં ભારતમાતાનો ફલોટ , સર્વધર્મ સમભાવ , શૌર્યતા , દેશભક્તોની વીરગાથા , દેશ અભિમાન , વિવિધતામાં એકતા એવા સંદેશ આપતા ફ્લોટ તેમજ એર નેવી અને આર્મીના પ્લાટુંન સ્કેટિંગ , સ્કાઉટ , અલગ અલગ સ્વાતંત્રવીરોની વેશભૂષા , સળગતી રીંગ દાવ વગેરે જેવા કરતબ , સંગીત અને તિરંગાના સહારે વિદ્યાર્થીઓ રજુ કર્યા હતા . તિરંગા યાત્રામાં આતાભાઈ ચોક અને રૂપાણી સર્કલ પર દેશભક્તિની કૃતિઓ થનગનાટ સાથે રજૂ થઈ હતી . તિરંગા યાત્રા બાદ સરદારનગર સંકુલમાં વિદ્યાર્થીઓ સુંદર રીતે દેશભક્તિની કૃતિઓ રજૂ કરી હતી . ગુરુકુળનો આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષ્યતિ ને સાર્થક કરતો કાર્યક્રમ થયો હતો . આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં , વાલીઓમાં તેમજ ભાવેણાવાસીઓ જોડાયા હતા .

--------------------------------------------------------------------------------------------------------------------------

Translate the English

Swaminarayan Gurukul Sardarnagar Bhavnagar celebrated 15th August with a grand tricolor yatra.

When Independence Day is being celebrated across the city and country, a grand tricolor procession of more than 10 thousand students of Swaminarayan Gurukul Institute of Bhavnagar city was held. Which started from Kalibid water tank of the city, passed through Aksharwadi, Central Salt, Atabhai Chowk, Rupani and ended at Gurukul, the floats of Mother India, interfaith equality, chivalry, heroic deeds of patriots, patriotism, unity in diversity, costumes, burning rings in the yatra. Floats including stakes were attractive.

Various programs are being organized across the country in a beautiful and unforgettable manner under India's outstanding and glorious Abhiyan 75 Azadi Ka Amrit Mohotsav. Under which Swaminarayan Gurukul, an educational institution of Bhavnagar celebrates all such religious and national festivals in a grand and divine manner. For the past several years, the national festival of the Gurukul Precinct has been colourful, spectacular and memorable. This year when our nation is celebrating 75 years of independence of our proud country Amrit Mohotsav participated in this country's Mohotsav at Gurukul Prangan.

Patriotic works were presented along with Thanganat. The yatra was completed from water tank to Aksharwadi, Central Salt, Atabhai Chowk, Rupani to Gurukul. In this tricolor yatra, the floats of Mother India, Sarvadharma Samabhava, Chauraity, Veergatha of patriots, National pride, Unity in diversity as well as floats. Air Navy and Army platoons performed stunts such as skating, scout, different freedom fighter costumes, burning ring stakes, etc., with the help of music and tricolor. During the Tiranga Yatra, patriotic works were presented along with Thanganat at Atabhai Chowk and Rupani Circle. After the Tiranga Yatra, the students beautifully presented patriotic works in the Sardarnagar complex. This program of the Gurukul was a program that did not make ghosts or fortune-telling worthwhile. Students, parents and residents of Bhavena joined the program.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...