Parichay Talks (Education News) Dt :- 06-04-23 ભાવનગરમાં ત્રણ કેટેગરીમાં મેરેથોન યોજાઈ, 2 હજારથી વધુ લોકો જોડાયા

 ભાવનગરમાં ત્રણ કેટેગરીમાં મેરેથોન યોજાઈ,

 2 હજારથી વધુ લોકો જોડાયા


        ભાવનગર જિલ્લો રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે તાજેતરમાં પણ સકલોથોન યોજાઇ હતી તેવી જ રીતે જીતો ભાવનગર દ્વારા અહિંસા રન મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતેથી મહાનુભાવોના હસ્તે મેરેથોન પ્રસ્થાન કરવામાં આવી હતી, શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સમગ્ર ભારતમાંથી 65 સ્થળોએ એકસાથે અહિંસા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગરના લોકો માટે કરવામાં આયોજનમાં આવ્યું હતું, જેમાં 3,5 અને 10 કિલોમીટર એમ ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી, અહિંસા રનની શરૂઆત સવારે ભાવનગરના મહાનુભવો અને પ્રતિષ્ઠિત લોકોની હાજરીમાં રંગારંગ કાર્યક્રમ દ્વારા ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરવવામાં આવી હતી, જેમાં આ અહિંસા મેરેથોન રનમાં 2,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો જેમાં 12 વર્ષથી લઈ 60 વર્ષ સુધીના સ્પર્ધકો ભાગ લીધો હતો, સમગ્ર દેશમાં એક સાથે અહિંસા મેરથન રણનું આયોજન કરવામાં આવ્યું છે તે ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામ્યું છે અને આખા દેશમાં 70,000થી વધુ સ્પર્ધકો ભાગ લીધો હતો.

            આ પ્રસંગે ભાવનગરના પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, ડેપ્યુટી મેયર કુમાર શાહ, ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન,વી.ઉપાધ્યાય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, એકથી ત્રણ નંબર સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા, તેમ જીતો ભાવનગર સંસ્થાના જીતેન શાહ, વિપુલ શાહ, મિતેશ શાહ ,ચિંતન શાહ ને અમી શાહ સહિતના સભ્યોએ અહિંસા મેરેથોન રન ને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...