મહુવામાં સ્કૂલના આચાર્ય ખોટા બિલો બનાવતા હોય
તેના વિરોધમાં ગામ લોકોનું આંદોલન
ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલા વાઘનગર, સુંદરનગર તેમજ રામદૂતનગરના રહીશોએ એવા આક્ષેપ સાથે ધારણા કર્યા હતા કે તેમના વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય ખોટી રીતે બિલ રજૂ કરીને ભષ્ટ્રાચાર કરી રહ્યા છે. તે બાબતે સ્થાનિક લોકોએ આચાર્યને અનેકવાર સમજવામાં આવ્યા પરંતુ સ્કૂલના આચાર્ય માનતા જ નહોતા. જેથી સ્થાનિક રહીશોએ આજે બી આર સી ભવનમાં આવીને જવાબદાર અધિકારીને રજૂઆત કરી હતી. ગામના લોકો ટોળાં સાથે બેનર લઈને બી આર સી ભવનના ગ્રાઉન્ડમાં બેસીને સખત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આચાર્યના તાત્કાલિક ધોરણે બદલી કરવા માટેના સૂત્રોચ્ચાર કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈ જવાબદાર અધિકારીએ સ્થાનિક લોકોના પ્રશ્ન સભાળીને કાર્યવાહી કરીશ તેવી ચોક્કસ ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો