પ્રકૃતિની પાંખે.... કવયિત્રી :- જુલી સોલંકી ' સચેત ' ભુજ-કચ્છ
પ્રકૃતિની પાંખે.... કવયિત્રી :- જુલી સોલંકી ' સચેત ', ભુજ-કચ્છ
બાગમાં ખીલ્યું મૌસમ ને ઠંડી છવાઈએ;
પ્રકૃતિની પાંખે લહેરાતી જુઈની વલેડીએ.
હરખી ઉઠી બેનડી 'ને સજી મહેંદીની મહેક,
મુખે સ્મિત વેળા, હાથે બંગડીની એ ખનક;
પ્રકૃતિની પાંખે લહેરાતી જુઈની વલડીએ.
નમી પાંદડી ડોલતી ડોલતી ભાગે હિંચતી,
એ અમથું બાળ બનીને મસ્તીએ ચડતી.
પ્રકૃતિની પાંખે લહેરાતી જુઈની વલડીએ.
રંગ જેનું સફેદ,શાંતિ પ્રતિક બની ખીલતી;
એ જુઈ વેલડી પર ડાળખી બની વસતી.
પ્રકૃતિની પાંખે લહેરાતી જુઈની વલડીએ.
લાગણી એ પ્રીતના હૈયે ધબકતી રહેતી;
સુખનું જગ વરાવતી, લક્ષ્મી ઘરમાં વસ્તી.
પ્રકૃતિની પાંખે લહેરાતી જુઈની વલેડીએ.
બાગમાં ખીલ્યું મૌસમ ને ઠંડી છવાઈએ;
પ્રકૃતિની પાંખે લહેરાતી જુઈની વલેડીએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો