ભાવનગરમાં પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા ના હસ્તે શ્રીમતી પી.જે. વિધાસંકુલનો પ્રારંભ કરાયો
ભાવનગર જિલ્લા સહિત શહેર પણ શિક્ષણનું હબ બની રહ્યું છે ત્યારે ભાવનગર શહેરના અખિલેશ સર્કલ પાસે આવેલી એક ખાનગી શાળાના બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વમંત્રી વજુભાઈ વાળા ઉપસ્થિત રહ્યા હતા તેમણે તેમની હળવી શૈલીમાં લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. ભાવનગર શહેરના અખિલેશ સર્કલ પાસે આવેલી એક ખાનગી શાળાના નવનિર્મિત બિલ્ડીંગના લોકાર્પણ કાર્યક્રમમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મહેસુલ મંત્રી વજુભાઈ વાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા, વજુભાઈ વાળાએ તેમના ઉદબોધનમાં તેમની આગવી હળવી અને આગવી શૈલીમાં લોકોને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે આધુનિક શિક્ષણ પરંપરા તેમજ ગુરુકુળ શિક્ષણ પરંપરાના તફાવત સમજાવ્યો હતો. તેમને જણાવ્યું હતું કે કોન્વેટ શાળાઓમાં માત્ર શિક્ષણ મળે છે જ્યારે સરકારી શાળાઓમાં શિક્ષણની સાથે સંસ્કાર પણ મળે છે, તેમણે શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે ચાપલુસી કરી કદાચ મોટા માણસ બની અને અઢળક સંપત્તિ કમાઈ શકાય છે, આ સંપત્તિમાં સમય અંતરે વધઘટ થઈ શકે છે, પરંતુ જીવનના સંસ્કાર જીવનના અંત સુધી કામ લાગે છે. તેમને સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી નવી શિક્ષણનીતિની અંગેની વાત કરી હતી.
જ્યારે આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર શિક્ષણનું હબ બનતું જાય છે, હવે સારા શિક્ષણ માટે અમદાવાદ કે રાજકોટ જવું પડે એવું નથી ભાવનગર સારામાં સારું શિક્ષણ વિદ્યાર્થીઓને મળી રહ્યું છે જે રાષ્ટ્રને આપણે અર્પણ કરીએ અહીંથી પણ વિદ્યાર્થીઓ સમાજને મળે તેનું ગૌરવ દ્રષ્ટીઓ ગુરુજનો અને ભાવનગરના લઈ શકીએ એવી મારી પ્રસન્નાને શુભકામનાઓ મને બોલાવ્યો મારા વિચાર રજૂ કરવાની તક આપી એ બદલ સંસ્થાને શુભેચ્છાઓ પાઠવ્યું છું, આ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ભાવનગરના મેયર કિર્તીબાળા દાણીધારીયા, ડે. મેયર કુમાર શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, શિક્ષણ સમિતિના ચેરમેન શિશિર ત્રિવેદી, શિક્ષણવીંદો તેમજ સ્કૂલના સંચાલકો અનિલભાઈ સોલંકી, કુલદીપભાઈ, હાર્દિકભાઇ ગાઠાણી સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ-વાલીઓ અને મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો