ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં
શૈક્ષણિક પ્રવાસનું થયુ આયોજન.
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાંથી એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ. આ પ્રવાસમાં ધોરણ છ થી આઠ ના બાળકો અને શિક્ષકો જોડાયા હતા.
આ એક દિવસીય પ્રવાસમાં બાળકોએ ફનવર્લ્ડ, રિલાયન્સ મોલ, બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર, પ્રદ્યુમન પાર્ક,રામ વન અને સ્વામિનારાયણ મંદિર-સરધાર જેવા રાજકોટના જોવાલાયક વિવિધ ધાર્મિક અને શૈક્ષણિક સ્થળોની મુલાકાતનો આનંદ માણ્યો હતો. પ્રવાસમા રાહતદરે ત્રણ બસ આપવા બદલ શાળા પરિવારે સરદાર પટેલ વિદ્યાલય ઉગામેડીનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર પ્રવાસને સફળ બનાવવા બદલ સૌ શિક્ષકોને આચાર્યએ અભિનંદન પાઠવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો