" કવિતાઓ મારી " કવિયત્રી :- હેતલ. જોષી... રાજકોટ
શબ્દો મળ્યા મારા લાગણીને મને મારી આ કવિતાઓ થકી
મળી એક અલગ ઓળખાણ મને મારી આ કવિતાઓ થકી
મળ્યા મારા અનેક સપનાઓ ને રૂપ અને રંગ મારી કવિતાઓ થકી
થઈ અનેક યાદો જીવંત મારી આ કવિતાઓ થકી
થઇયું જીવન મારું સુંદર મારી આ કવિતાઓ થકી
મળ્યા અનેક રૂપ મારા જીવન ને આ કવિતાઓ થકી
થયું જીવન મારું પૂર્ણ આજ મારી આ કવિતાઓ થકી
છે જીવનનો એક આધાર આ કવિતાઓ મારી
છે જીવન મારું આજ કવિતાઓ મારી...આ કવિતાઓ મારી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો