ક્યારેક તુ હસાવે છે .... કવિયત્રી :- નિમુ ચૌહાણ " સાંજ " - જામનગર
ક્યારેક તુ હસાવે છે ક્યારેક રડાવી દે છે,
તારો જ સંગાથ ક્ષણે ક્ષણ જીવાડી દે છે.
તારી અદ્રશ્ય દુનિયામાં મહાલવુ ખૂબ ગમે,
તારી અક્ષરોની ભાષા હ્રદય ઉઘાડી દે છે.
સ્વપ્ન નગરો ,અલૌકિક સોહામણા પથ,
અપદ્રષ્ટ રહી સર્વે મંઝીલો પમાડી દે છે.
પન્નેપનામાં નવલી અમુલ્ય સોડમ ઉભરાય,
એ અનેરુ અત્તર રોમેરોમને મહેકાવી દે છે.
ના છોડીશ તારો સાથ તુ જીવતરનો ઉજાશ,
સાંજ પ્રિય પુસ્તક જ આખરમાં ઉગારી દે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો