વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે શૈક્ષણિક વર્ષ-ર૦ર૩/ર૪ સ્ટાર કલાસ
માટેનાં નવા સોપાનની પ્રવેશ ૫રીક્ષાનું આયોજન કરાયું.
સિહોર શહેરની સુપ્રસિદ્ઘ શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ, વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે તારીખ:૦ર-૦૪-ર૦ર૩ને રવિવારના રોજ ઘોરણ-૩ થી ૧૦ તેમજ ઘોરણ-૧૧/૧ર (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ) માટે સ્ટાર કલાસમાં પ્રવેશ ઈચ્છતાં શાળાના તેમજ અન્ય શાળાનાં વિદ્યાર્થીઓ માટે એક અગત્યની પ્રવેશ ૫રીક્ષાનું આયોજન કરવામાં આવેલ. જેમાં પ૪૫ થી ૫ણ વઘારે વિદ્યાર્થીઓએ સ્ટાર કલાસમાં પ્રવેશ મેળવવા માટેની આ પ્રવેશ ૫રીક્ષા આપેલ. આ પ્રવેશ ૫રીક્ષાનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓ ઉ૫સ્થિત રહ્યાં હતાં. શાળાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી રાજુભાઈ દેસાઇ ,ટ્રસ્ટીશ્રી અશોકભાઇ ઉલવા દ્વારા વાલીશ્રીને બાળકના ઘડતરમાં શિક્ષણનો ફાળો કેટલો મહત્વનો છે ? તેની વિશેષ માહિતી આપી હતી. શાળાના સંચાલક/ટ્રસ્ટીશ્રી પી.કે.મોરડિયા સાહેબે સ્ટાર કલાસની કાર્ય પ્રણાલી વિશે વાલીશ્રીઓ તેમજ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા ૫રીવારે ભારે જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો