ભાવનગરના નવાગામની સરકારી પ્રાથમિક શાળામાં પુસ્તકાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજા
ભાવનગર તાલુકામાં આવેલ નવાગામ સરકારી પ્રાથમિક શાળામાં નવનિર્મિત સી.એસ. પારેખ - પુસ્તકાલય નું આજે હનુમાન જયંતિના પાવન દિવસે લોકાર્પણ કરવામાં આવ્યું. સરકારી શાળામાં બનેલ આ નવનિર્મિત પુસ્તકાલય પ્રશંસનીય છે. સી. એસ. પારેખ ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત અદ્યતન રૂમ તેમજ પુરતા ફર્નિચર અને વાંચવા માટેના પુસ્તકો સાથેનું પુસ્તકાલય આજરોજ શાળાના બાળકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. હનુમાનજી એટલે સેવક અને સેવાનું ઉત્તમોત્તમ ઉદાહરણ. આ ટ્રસ્ટની શિક્ષણ પ્રત્યેની સેવા પણ આજ ભાવના સાથેની છે. સમગ્ર શાળા પરિવાર વતી શાળાના આચાર્ય રાજુભાઇ જાનીએ આ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ ખુબજ મહેનત કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો