ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે
બાળકોને રાષ્ટ્રધ્વજ નિર્માણની તાલીમ આપાઈ.
ભાવનગરની શિશુવિહાર સંસ્થા ખાતે બાળકોને રાષ્ટ્રધ્વજ નિર્માણની તાલીમ આપવામાં આવી હતી. બાળકોએ ભારતની આન, બાન, શાનનું પ્રતિક એવાં તિરંગો બનાવવાં સાથે રાષ્ટ્ર ભક્તિના મૂલ્યોનું જ્ઞાન પણ મેળવ્યું હતું.બાળકોએ તિરંગો બનાવવાં સાથે રાષ્ટ્ર ભક્તિના મૂલ્યોનું પણ જ્ઞાન મેળવ્યું
સમગ્ર રાષ્ટ્રમાં ઉજવવામાં આવનાર ઘર તિરંગાની ઉજવણીને વધુ એક ડગલું આગળ લઈ જતાં બાળકો ન માત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવે પરંતુ તેને બનાવવા અંગેની તાલીમ પણ મેળવે અને જાતે તિરંગો બનાવીને ફરકાવે તેવાં શુભ આશય સાથે શિશુવિહાર સંસ્થા દ્વારા ભાવનગરના બાળકોને રાષ્ટ્રધ્વજ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણીનું સંવર્ધન થાય તેવાં શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે સંસ્થાના કાર્યકર પ્રીતિબેન ભટ્ટ દ્વારા તિરંગા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.
મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણીના સૌજન્યથી ચાલતી ૧૪૬ અને ૧૪૭મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૫ વિદ્યાર્થીઓએ તિરંગો બનાવવાની આ તાલીમ મેળવી હતી. રક્ષાબંધનનો તહેવાર પણ નજીકમાં છે ત્યારે બાળકોએ રાખડી બનાવવા અંગેની પણ તાલીમ આ શિબિરમાં આપવામાં આવી હતી.
--------------------------------------------------------------------------------------------------
Translate the English
At the Shishu Vihara Sanstha of Bhavnagar
Children were trained to make the national flag.
At the Shishuvihar Sanstha in Bhavnagar, children were trained in national flag making. The children also learned about the values of patriotism by making tricolors which are symbols of India's An, Ban, Shaan.
Taking the Ghar Tiranga celebration to be celebrated across the nation a step further, the children of Bhavnagar were trained to make the national flag by Shishuvihar Sanstha with the auspicious intention that the children would not only hoist the national flag but also get training in making it and hoist it by themselves. With the educational objective of inculcating skills and values in students from childhood, training in making the tricolor was imparted by Pritiben Bhatt, an activist of the institute, under the initiative of Avaidhik Training Center at Shishuvihar Institute.
45 students received this training in making tricolors from 146th and 147th Life Education Training Center run by Meenaben Pramodchandra Hemani. As the festival of Raksha Bandhan is also around the corner, the children were also trained in Rakhi making in this camp.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો