તિરંગા અભિયાનને લઈને ભાવનગર
સમગ્ર દેશમાં અભિયાન રૂપે યોજાઇ રહેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગતના 'હર ઘર તિરંગા અભિયાન' અંગે ભાવનગરની આઈ.ટી.આઈ ખાતે સેમિનાર યોજાયો હતો. રાષ્ટ્રના સ્વાભિમાનનું પ્રતિક એવાં તિરંગાને દરેક નાગરિકના હૃદયમાં હૃદયસ્થ કરવાં માટે વિદ્યાર્થીઓને કરાયું આહવાન
ભારતની આઝાદીમાં યોગદાન આપનાર અનેક નામી-અનામી ક્રાંતિકારીઓ, શહીદવીરોનું આ પ્રસંગે સ્મરણ કરીને ભાવપૂર્વક અંજલિ અર્પણ કરવામાં આવી
હતી.
ભારત દેશ આજે વિશ્વનું નેતૃત્વ લેવાં સક્ષમ બન્યો છે, ત્યારે ભારતનું સ્વાભિમાન જેમાં પ્રતિત થાય છે તેવાં તિરંગાના સ્વાભિમાનને
દરેક ભારતીયના હૃદયમાં હૃદયસ્થ કરવાં માટે 'હર ઘર તિરંગા'
અભિયાન દેશભરમાં યોજાવા જઈ રહ્યું છે. ત્યારે ઔદ્યોગિક તાલીમ
સંસ્થાના તાલીમાર્થીઓ ભારતની આઝાદીની ચળવળ વિશે અવગત થાય અને રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્ર
ભક્તિના રંગો તેમના જીવનમાં રેલાય તેવાં આશયથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
હતું.
આ સેમિનારમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના વિદ્યાર્થીઓ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેઓ જે- તે ઔદ્યોગિક ગૃહો, કંપનીઓ, ફેક્ટરીઓ, ઉત્પાદન સ્થળો કે જે પણ જગ્યાએ કાર્ય કરે છે.તેમના સુધી 'હર ઘર તિરંગા'નો સંદેશો લઈ જવાં તથા તેઓ પણ આ અભિયાનમાં જોડાય તે અંગેનો અનુરોધ આ સેમિનારમાં આપવામાં આવ્યો હતો. આ સેમિનારમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં સામેલ થયાં હતાં.
------------------------------------------------------------------------------------
Translate the English
A seminar was held at Bhavnagar ITI regarding the tricolor campaign
A seminar was held at ITI, Bhavnagar regarding 'Har Ghar Tiranga Abhiyan' under Azadi Ka Amrit Mahotsav, which is being held as a campaign across the country. Students were urged to inculcate the Tricolor, a symbol of the nation's self-respect, in the hearts of every citizen.
Many nameless revolutionaries, martyrs who contributed to India's freedom were remembered and paid heartfelt tributes on this occasion.
As India is able to lead the world today, the ``Har Ghar Tiranga'' campaign is going to be held across the country to inculcate in the hearts of every Indian the self-respect of the tricolor that represents India's self-respect. A seminar was then organized for the trainees of the Industrial Training Institute to learn about India's freedom movement and to infuse colors of patriotism into their lives.
In this seminar, students and alumni of industrial training institutes who are working in industrial houses, companies, factories, manufacturing sites or anywhere, to take the message of 'Har Ghar Tiranga' to them and to join the campaign. The request was made in this seminar. A large number of teachers and students of the Industrial Training Institute participated in this seminar.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો