Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 17-08-23 બોટાડના ગઢડાની જનડા પ્રાથમિક શાળાના પરિસરમાં લોક ભાગીદારીથી સીસીટીવી કેમેરા ગોઠવ્યા.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળાનો આચાર્ય તરીકેનો ચાર્જ શાળાના તમામ શિક્ષકોએ સર્વાનુમતે કર્મનિષ્ઠ શિક્ષક મનુભાઈને તા:-31/72023 ના રોજ સોંપવામાં આવ્યો હતો. તેઓ શ્રીએ તારીખ:-2/8/2023 ના રોજ માત્ર બે જ દિવસની અંદર લોક ભાગીદારીથી શાળાના પરિસરની અંદર બે (2) CCTV કેમેરા મુકાવ્યા, અને બંધ પડેલા બે ( 2 ) જૂના શાળાના CCTV કેમેરા ફરી ચાલુ કરાવ્યા. આ કાર્યમાં ગામ લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો, તેમજ સમગ્ર શિક્ષકોનો સાથ ખૂબ જ શ્રેષ્ઠ મળ્યો હતો. ગામ લોકો અને શાળા ના બાળકો તથા શાળાના શિક્ષકો તેમના આ કાર્યથી ખુબ ખુશ થયા હતા. આ નિમિત્તે મનુભાઈ ગ્રામજનો અને શિક્ષક મિત્રોનો ખુબ આભાર માન્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો