Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 13-08-23 બોટાદના ગઢડા તાલુકાની લીંબાળી પ્રાથમિક શાળામાં ફ્રી આયુર્વેદિક કેમ્પ યોજાયો.
નિયામક આયુષ કચેરી ગાંધીનગર અને જિલ્લા પંચાયત આયુર્વેદીક શાખા બોટાદ સંચાલિત સરકારી આયુર્વેદિક દવાખાનું ઢસા અને લીંબાળી કે.વ.શાળાના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક કેમ્પનું આયોજન થયું, આ કેમ્પમાં લીંબાળી ગામ અને આસપાસના ગામો માંથી મોટી સંખ્યામાં લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ છે. ડો. દેવાંગ વાળાએ તમામ દર્દીને તપાસી અને જરૂરી આયુર્વેદિક દવાઓ આપેલ હતી. આ કેમ્પ રાખવા બદલ શાળા વ્યવસ્થાપન સમિતિએ અને ગ્રામ લોકોએ આભાર વ્યક્ત કરેલ હતો.કેમ્પને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી હતી, અને શાળાના આચાર્યએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો