Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 10-03-23 જિંદગી ભીખમેં નહિ મિલતી. લેખિકા : - વનિતા રાઠોડ (રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષક) - રાજકોટ

થોડામાં ઘણું

 જિંદગી ભીખમેં નહિ મિલતી. 

લેખિકા : - વનિતા રાઠોડ (રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષક) - રાજકોટ

દરેકની જિંદગીની કિંમત સરખી જ હોય છે. દરેક માતા અને પિતાનો દીકરો કે દીકરી એમને સરખા જ વહાલા હોય છે. ને છતાં કેમ તે જિંદગીનો દાવ અધવચે રમતા-રમતા છોડી દેવાય છે. આપઘાત કરવો એ કોઈ બહાદુરી નથી એક નરી કાયરતા જ છે. આપણે કોઈ સમસ્યા કે નિરાશાથી એવા ઘેરાય જઈએ કે મોત સિવાય કોઈ રસ્તો જ ન સુઝે. અને શું આત્મહત્યા કોઈ ઇલાજ છે, ઉકેલ છે??? શું આત્મહત્યા થી પ્રશ્ન પૂર્ણ થઇ જાય છે. ??

જીવન માં બધાને બધું મળતું હોતું નથી કે સદાય જિંદગીમાં ધાર્યું જ પરિણામ પ્રાપ્ત થતું નથી. નિદા ફાજલીના શબ્દો... “કભી કિસીકો મુકમલ જહાઁ નહિ મિલતા, કહી જામી તો કહી આસમા નહિ મિલતા.” હમેશા બધું જ આપણે વિચાર્યે તેવું જ થાય તેવું બનતું નથી. ને સાચી જિંદગીની કસોટી તો નિષ્ફળતાને પચાવવામાં છે અને ખરું જીવવું એ તો કઠોર પરિસ્થિતિમાં જ હોય છે. ખુદ ની જાતને દુ:ખનાં સમયમાં જાળવવી એ જ આપણામાં રહેલી સાચી શક્તિની ઓળખ કરાવી દે છે. દુ:ખનો કે કપરા સમયમાં અવળે માર્ગે વળી જવું, વ્યસનનાં ભોગી બની જવું એ આપણી અંદર રહેલી દુર્બળતા દર્શાવે છે. કોના જીવનમાં ચિંતા નથી??? કોના જીવનમાં ક્યારેય દુ:ખ નથી આવ્યું??? સંપૂર્ણ સુખી અહીં કોન છે??? જેની જેવી આવક એની એવી જાવક... જેના કામ મોટા એની એટલી જ ચિંતાઓ મોટી પણ કોઈ સમસ્યાનું સમાધાન આત્મ હત્યા નથી જ. આજકાલ નાં બાળકો અને યુવાનોમાં નિષ્ફળતા પચાવવાની, ઠપકો સંભાળવાની કે તકને પારખવાની દ્રષ્ટી આપવી જ પડશે ને જિંદગીમાં કદાચ એક તક છૂટી પણ ગઈ તો એથી જિંદગી પૂરી નથી થઇ જતી. જિંદગીના આ સતત ચાલતા પ્રવાસમાં કુદરત સતતને સતત નવી નવી તક આપતી જ રહે છે. બસ અને ટ્રેન એક છૂટી જાય તો બીજી આવવાની જ હોય છે. એક બસ કે ટ્રેન ચુકી જવાય તો આપણે આત્મહત્યા નથી કરી લેતા. દરેકે-દરેક સમસ્યાનો ઉકેલ છે જ અને એવી કોઈ મુશ્કેલી છે જ નહી જેને ટાળી ન શકાય???? સમય સૌથી મોટું ઓસડ છે – ઈલાજ છે , પણ આપણામાં ધીરજ હોવી જોઈએ કે કપરા સમયને પસાર થવા દઈએ.

સાહીર લુધયાનવીનાં શબ્દો અહી યાદ આવે,

પોંછકર અશ્ક અપની આંખો સે, મુશ્કુરાઓ તો કોઈ બાત બને,

સર ઝુકાને સે કુછ નહિ હોંગા, સર ઉઠાવો તો કોઈ બાત બને,

જિંદગી ભીખમે નહિ મીલતી, જિંદગી બઢકે છીની જાતિ હૈ,

અપના હક ઇસ સંગદિલ ઝમાને સે છીન પાઓ તો કોઈ બાત બને.....

જિંદગીને હર એક પળ જીવવાની હોય છે સુખમાં ,દુઃખમાં, ખુશીથી તથા ઉદાસીથી જીવવી પણ નાસીપાસ થઇ આત્મહત્યા કરવી એ ઈલાજ નથી. બાળકોમાં , યુવાનમાં કે વૃદ્ધમાં જિંદગી જીવવાનો ઉત્સાહ ક્યારેય ખુંટવો ન જોઈએ. આપણે લોકોને નિરુત્સાહી પણ ન બનાવવા જોઈએ. ખાસ કરીને આજનો યંત્રવત બનતું જીવન જીવનમાંથી રસ ઘટાડતું જાય છે.

બાળકને ઉછેરીને મોટા કેમ કર્યા હોય તે જ માતાપિતા લાડકવાયી દીકરી કે લાડકવાયા દીકરાની અર્થીને કાંધ આપે. કેટલી અસહ્ય હશે.??

અરે, મા-બાપ શું દીકરાની તમારી ભૂલ પર ઠપકો આપે તો કે કોઈ બે કડવા વેણ બોલી દે તો પરિણામ આવે આપઘાત!!!!

આજકાલ અખબારો વાંચીએ કે સોસીયલ મીડીયામાં અવારનવાર ફરતાં સમાચારોમાં આત્મહત્યા-આપઘાતનાં સમાચારો ઉડીને આંખે વળગે છે. લેણદારોના દેવા નહિ ચૂંકવનાર તો આ પગલું ભરતા સાસરીયાના ત્રાસથી વહુઓ આપઘાત કરતી અને કરે છે. હમણાં એક નવો દોર શરૂ થયો છે.એ છે પિયર ગયેલી પત્ની પરત ના ફરે કે રીસામણે ગયેલ પત્ની પાછી ન આવતા પતિઓ આપઘાત તરફ વળતા સમાચારોએ સુરખી પકડી છે. એ પછી સૌ વધુ આપઘાત કરી રહ્યા છે. ખેડૂતો અને હવે તો કરિયાણાવાળા , ફરસાણવાળા ધંધામાં ખોટ જાય , દેવું વધી જાય કે ધંધો ડૂબી જાય તો અંતિમ પગલું ભરવાનું બચે છે અને એ હોય છે માત્ર - આપઘાત.

વ્યક્તિગત આપઘાત થતા રહેતા હોય છે. પણ આજકાલ એવા ઘણા આપઘાતો થયા જેમાં સામુહિક આપઘાત થયો હોય, માતા મરતી તો તેના સંતાનોને પણ સાથે મારતી જાય, માતા કુવામાં પડતા સાથે સંતાનને પણ કુવામાં કુદાવે, માતા બળીને મારે તો ભેગા સંતાનોને પણ આગ ચાંપે....આમાં પણ ઘણી હિંમત જોઈતી હોય છે ને!!! બાળકને જન્મ આપવો જેટલો મુશ્કેલ હોય શું તેને મરવામાં સાથે લેવો સહેલો હોય શકે?? અને આજકાલ તો પરિવારના પાંચ – પાંચ વ્યક્તિઓ આપઘાત કરે. સામુહિક રીતે ઝેર પી કાયમ માટે સુઈ જવું – તે વળી ક્યાંની બહાદુરી?? ને સામુહિક આપઘાતને ઉકેલ ન ગણી મુશ્કેલી સામે અડગતાથી સામનો કરવાની સમુહભાવના કેમ નથી જાગતી હોય?? આ વિશ્વમાં એવો કોઈ પ્રશ્ન નથી કે જેનો ઉકેલ ન હોય અને પ્રશ્ન કે સમસ્યાને હીંમતભેર લડીને કેમ નાથી ન શકાય?? ખૂદ મોતને ભેટવા કરતા મુશ્કેલીને ભગાડવી જોઈએ.

અહી સાહિર લુધયાનવી સાહેબનો એક શેર ફરી યાદ કરીશ...........

ન મુહ છુપકે જીએ હમ ,ન સર ઝુકાકે જીયે,

સીતમગરો કી નજર સે નજર મિલકે જીયે,

અબ એક રાત અગર કામ જીયે તો હૈરત કયું?

કી જબ તક જીયે, મશાલે જલાકે જીયે,

અંધેરી રાત કે દિલમે દિયે જલાકે જીયે,

યે જિંદગી કિસી મંઝીલ પે રુક નહિ શકતી,

હર એક મકામ સે આગે કદમ બઢાકે જીયે...

મુસીબતને ભૂલવા મનની શક્તિની જરૂર પડશે. બહારતો આપણને ડીમોટીવેટ કરનાર ઘણા મળશે. આપણને જરૂર પડશે વધુને વધુ સેલ્ફમોતીવેશનની જે આંતરિક પ્રેરણા આપણને ખૂદ જ ખૂદની અંદરથી જ પ્રજ્વલીત કરાવી પડશે.

આસપાસ હકારાત્મક વલણ ધરાવતા મિત્રો રાખો. આપણે આપણી શક્તિનો પરિચય કરાવી શકે, તેવા મિત્રો આપણી આસપાસ રાખીએ. આપણી ભૂલોને બીલોરીકાચથી બતાવનારા ઘણા હશે. ને રહેવાના જ...પણ આપણી ક્ષમતાને ઓળખી તેને પ્રોત્સાહિત કરનારા ખુબ જ ઓછા મળશે. પણ તેનાથી નિરાશ નહિ થવાનું , પણ ખુદ જ ખુદ ની પીઠ થાબડતી રહેવાની.

ઇન્દીવરનાં શબ્દોમાં .....

એક અંધેરા લાખ સિતારે, એક નિરાશા લાખ સહારે,

સબસે બડી સોગાત હૈ જીવન, નાદાન હૈ વો જો જીવન સે હારે,

દુખશે અગર પહેચાન ન હોતો કૈસા સુખ ઓર કૈસી ખુશિયા,

તુફાનોસે લડકર હી તો લગતે હૈ સાહિલ કિતને પ્યારે.....

દુનિયા કી એ બગીયા એસી જીતને કાટે ફૂલ ભી ઉતને,

દામન મેં ખુદ આજાએંગે જીનકી તરફ તું હાથ પસારે...

બીતે હુએ કાલ કી ખાતિર તું આને વાલા કાલ મત ખોના,

જાને કોન કહાં સે આ કર રાહે તેરી ફિરસે સવારે!!!!

આજે ભણી રહેનાર તમામ વિદ્યાર્થીઓને સરકારી નોકરી મળશે જ એવું બનવાનું નથી. તમે ધંધો સ્થાપો તો નફો થશે જ તેવું ડર વર્ષે નહિ બને ..સંબંધોમાં પણ ઉતાર ચડાવ આવશે જ. જોખમો ઉઠાવવાની તૈયારી રાખવી જ પડશે. એક પંખીના નાનકડા બચ્ચાએ જન્મતાની સાથે ઈંડાના કઠોર પડને તોડવું પડે છે. જન્મતાની સાથે તાકાત બતાવવી પડે છે.

દેવામાં ડૂબેલ માણસ પોતે આપઘાત કરી છૂટી જાય છે.પણ, તેની વિધવા બનેલી પત્ની અને અનાથ થયેલા બાળકોના પ્રશ્નો ટળી જતા નથી બલ્કી વધી જાય છે.તે આપઘાત કરવાને બદલે ઘરમાં હીંમતથી બતાવી દે કે હવે આપણે સાથે મળી કપરા દિવસો ધીરજથી વીતાવીશું. તો કદાચ તેની પત્ની અને બાળકોમાટે સરળ બને. અને હા, બાળકોને કરકસરથી જીવતા પણ શીખવો. જે માતા પિતા બાળકોને મોઢે માંગી વસ્તુઓ આપી દે છે. તેના બાળકો મુસીબતમાં નિભાવી શકતા નથી.નાનપણમાં બાળકની તમામ જીદ પૂર્ણ થશે તો મોટા થયે જીદ પૂરી ને ન થતા તે આપઘાત પણ કરી નાખશે. દિવસો સદાય સરખા રહેવાના નથી. સારા સારા લોકોના જીવન માં પણ આર્થિક તંગી ને કપરા દિવસો આવ્યા ના દાખલા ઓછા નથી. બાળકોને હમેશા જાહોજલાલીની ટેવ ન પાડો.બાળકોને પૈસાની કીમત સમજાવી પૈસા ઝાડ પર ઉગતા નથી. મહેનત થી કમાવાય છે.તો સફળતા બિલાડીના ટોપની જેમ રાતોરાત ઉગી નીકળતી નથી. ખંતપૂર્વકની મહેનત અને ધીરજથી સફળતા હાસિલ થાય છે.

બાળકોની તરુણાવસ્થા તેના જીવન પર મોટી અસર કરે છે..તો બાળકોને સારા મિત્રો અને પ્રેરક પુસ્તકો દ્વારા હકારાત્મક વાતાવરણ પુરું પાડવું જોઈએ. ઇલેક્ટ્રિક મીડિયા પ્રિન્ટ મેડિયા એ આત્મહત્યા રોકવા પ્રયાસો કરવા જોઈએ...

આનંદ બક્ષી ના શબ્દો માં કહીએ તો....

“તુમ બેસહારા હો તો કિસીકા સહારા બનો.

તુમકો અપનેઆપ હી કિનારા મિલ જાયેંગા.

કસ્તી કોઈ ડૂબતી પહોચા દો કિનારે પે,

તુમકો અપનેઆપ હી કિનારા મીલ જાયેંગા .”

---------------------------------------------------------------------------------------------------------------------------




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...