તારું મળવુ......
કવિયત્રી :- વર્ષા ભટ્ટ (વૃંદા) - અંજાર
તારી નજર શરમથી નીચી ઢળીને દિલ એક ધબકારો ચુકી ગયુ.
તારી લચકતી ચાલ જોઈને દિલમાથી આહહહ!! નીકળી ગઈ.
તારું ફરીને જોવુને હાસ્યનું વિખેરવુ લાગે મને પ્યારૂ.
તારું ખડખડાટ હસવુને તને પામવાનો મનસૂબો ઘડુ.
મળે તું કે ન મળે તારી યાદોને દિલમાં સમાવી લંઉ.
તારું રિસાવુને હું તને મનાવુ આ એક અદાએ જ દિલ મારું જીતી લીધું.
મળી નજરથી નજરને હદયનાં તાર જોડાઈ ગયા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો