Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 13-08-23 બોટાદની ઈતરીયા પ્રાથમિક શાળામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી,

Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક)  Dt :- 13-08-23  બોટાદની ઈતરીયા પ્રાથમિક શાળામાં વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, 

         ઈતરીયા પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક શાળા ઇતરીયાના સંયુક્ત ઉપક્રમે શાળામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી .ગામમાં વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મોહરા પહેરીને રેલી કાઢવામાં આવી ,ગામ લોકો સિંહનાં સંરક્ષણ પ્રત્યે જાગૃત થાય અને ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહનું રક્ષણ કરે તેવો સંદેશ આપવામાં આવ્યો.
          આજના  વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વન વિભાગના કર્મચારી સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સિંહ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરતા જણાવ્યું કે સિંહ માંસ ભક્ષી હોય છે, પરંતુ માનવભક્ષી હોતા નથી .તેઓએ વધુમા જણાવ્યું કે સિંહએ વિશ્વમાં બે જ જગ્યાએ  કુદરતી આવાસમાં વિહરતા જોવા મળે છે, એક આફ્રિકાના જંગલોમાં અને બીજા ગુજરાતનાં ગીરના જંગલમાં ,તેથી ગુજરાતે ગૌરવ  લેવું જોઈએ અને ગુજરાતની શાન એવા એશિયાઈ સિંહનું સરક્ષણ કરવું એ આપણા સૌની જવાબદારી છે, તેઓએ સિંહનું સરક્ષણ કરવાની  સર્વ ગ્રામજનોને અપીલ કરી.ત્યારબાદ શાળાના આચાર્ય ચતુરભાઈ  બી.ઝાપડીયા દ્વારા સિંહ પાસેથી શીખવા જેવી બાબત વિદ્યાર્થીઓને જણાવતા કહ્યું કે સિંહ જંગલનો રાજા કહેવાય છે. અને એ એટલા માટે કહેવાય છે કે સિંહ પોતાને રાજા માને છે, એમ આપણે પણ આપની જાતને ક્યારેય ઓછી ન આંકવી જોઈએ.સમગ્ર કાર્યક્રમમાં શાળાના સ્ટાફ મિત્રો વિપુલભાઈ પી ગોહિલ ,અશોકભાઈ સાકરીયા ,હેતલબેન હરિયાણી ,અલ્પેશભાઈ મકવાણા ,જયશ્રીબેન સરદાર ,વર્ષાબેન સરવૈયા,ભાવનાબેન કડીયા  એ મહત્વનું યોગદાન આપ્યું .સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગોપાલભાઈ શુક્લ દ્વારા કરવામાં આવ્યું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...