Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 12-08-23 ભાવનગરના નવગામની નવાગામ પ્રાથમિક શાળામાં મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમ યોજાયો.
ભાવનગરના વરતેજ નજીક આવેલ નવાગામ પ્રાથમિક શાળામાં આજરોજ મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમ યોજાય ગયો. તાલુકા પંચાયત પ્રમુખ પેથાભાઈ આહિર, જિલ્લા પંચાયત સદસ્ય બળદેવભાઈ સોલંકી અને લાયઝન અધિકારી અસ્મિતાબેન જાની તેમજ ગ્રામ પંચાયતના અધિકારી ખસિયાભાઈ અને મોરીભાઇ, માજી સરપંચ પરેશભાઈ મેરખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભારત માતાના જય ઘોષથી સમગ્ર શાળા સંકુલ ગુંજી ઉઠયું હતું. શહીદોને દીવડા પ્રગટાવી શ્રદ્ધાંજલિ અપર્ણ કરવામાં આવી હતી. પ્રમુખ પેથાભાઈ આહિર અને જિલ્લા પંચાયતના સદસ્ય બળદેવભાઈ સોલંકીએ સમગ્ર કાર્યક્રમની સફલતા માટે ગ્રામ પંચાયત અને શાળાના આચાર્ય રાજુભાઈ જાનીને શુભેચ્છાઓ પાઠવી હતી. વૃક્ષારોપણ કરી કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો