Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 15-08-23 બોટાડના ગઢડાની જનડા પ્રાથમિક શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલ મેળો યોજાયો.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં તારીખ:- 11/ 8 /2022 ને શુક્રવારના રોજ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ માટે સુંદર "બાળ મેળાનું" આયોજન થયું હતું. આ બાળમેળામાં રંગ પૂર્તિ, ચિત્રકામ, કટીંગ કામ, કાગળની ઘડી કામ, છાપકામ, ચીટક કામ, માટી કામ, અભિનય ખંડ, વાર્તા ખંડ વગેરે વિભાગની અંદર વિદ્યાર્થીઓએ સુંદર ભાગ લીધો હતો. તારીખ:- 12/ 8/ 2023ને શનિવારના રોજ ધોરણ :- 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે "લાઈફ સ્ટીલ" મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં.. મહેંદી કામ, ઈસ્ત્રી કામ, ટાયર પંચર કામ, કપડા સંકેલવા, બટન ટાંકવા, નખ કાપવા, માથુ ઓળવવું, મહેંદી મૂકવી વગેરે વિભાગોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. "આનંદ મેળા"નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓએ અલગ અલગ વસ્તુઓનો વેપાર કર્યો હતો. જેમકે બટેટા ભૂંગળા, પાણીપુરી, ફણગાવેલા મગ, ટેસ્ટી ચીભડા, બટેટા પૌવા, વઘારેલા ચણા, બાફેલી સિંગ, શેકેલી સિંગ, લીંબુ શરબત. આ વેપાર દ્વારા વિદ્યાર્થીઓએ નફો, ખોટનો હિસાબ પ્રેક્ટીકલ કર્યો હતો. આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ પોતાની પાસે રહેલા પૈસાથી પોતાની ગમતી વસ્તુ ખરીદી અને ટેસ્ટ માણ્યો હતો. આ મેળાનું સુંદર આયોજન જનડા પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોએ કર્યું હતું, અને બાળકોએ આનંદ ઉલ્લાસભેર ભાગ લીધો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો