Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 15-08-23 બોટાદ જિલ્લાના ગઢડાની રામપરા પ્રાથમિક શાળામાં જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં ઝાપડીયા સતિષભાઈએ બાલવાટિકામાં અભ્યાસ કરતા પુત્ર ઝાપડિયા પ્રભાસનો તા. 27-7- 2023 ના રોજ જન્મ દિવસ આવતા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળે તે હેતુસર રામપરા પ્રાથમિક શાળામાં ગત વાર્ષિક પરીક્ષામાં એક થી ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. તથા દરેક બાળકોનું મો મીઠુ કરાવવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ઝાપડિયા પ્રભાસના પિતા સતિષભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો