Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-08-23 બોટાદના ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં "વિશ્વ સિંહ દિવસ"ની ઉજવણી કરાઈ
ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં "વિશ્વ સિંહ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા સિંહના માસ્ક પહેરી રેલી કાઢવામાં આવી હતી, જેથી સિંહ વિશેના સૂત્રોચ્ચારોથી શેરીઓ ગૂંજી ઉઠી હતી. રેલી બાદ સૌ સભા સ્વરૂપે ગોઠવાયા હતા. જેમાં શિક્ષકો દ્વારા સિંહ વિશેની જાણવા જેવી અને રોચક વાતો કરવામાં આવી હતી, તથા સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે તમામ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતિ મહાનુભાવો દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો