Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 16-08-23 ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.68માં દિકરીઓને વિવિધ યોજનાઓની માહિતી અપાઈ.
ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.68માં ધો.6 થી 8ની દિકરીઓને વિવિધ યોજનાઓની માહિતી અપાઈ. આ માહિતી મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી ભાવનગર દ્વારા નારી વંદન ઉત્સવ નિમિતે મહિલા અને બાળ આરોગ્ય દિવસ નિમિતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.68 કૃષ્ણપરા ગૌશાળામાં ધો.6 થી 8ની દિકરીઓ વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી, તથા આ કાર્યક્રમમાં ભાવનગર પૂર્વના માન. ધારાસભ્ય સેજલબેન રાજીવભાઈ પંડ્યા ઉપસ્થિત રહી ને તમામ દિકરીઓને પ્રેરક પ્રોત્સાહન આપેલ. સાથે શાળામાં વર્ગમાં બાળકોની મુલાકાત લઈ અને તમામ બાળકોને પ્રેરક પ્રોત્સાહન પૂરું પાડેલ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો