Parichay Talks (સ્કૂલ એક્ટિવિટી ઓફ ધ વિક) Dt :- 24-06-23 ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની થઈ ઉજવણી

ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની થઈ ઉજવણી 


"એક પૃથ્વી એક સ્વાસ્થ્ય" થીમ પર ગઢડા તાલુકાની રામપરા પ્રાથમિક શાળામાં નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના  પટાંગણમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિશ્વ યોગ દિવસ નિમિત્તે સૌ પ્રથમ ઉષ્મા પ્રેરક હળવી કસરત ત્યારબાદ ઉભા ઉભા કરી શકાય તેવા આસન, બેઠા બેઠા કરી શકાય તેવા આસન અને સુતા સુતા કરી શકાય તેવા આસન કરવામાં આવ્યા હતા તથા સ્વાસ્થ્ય વર્ધક પ્રાણાયામ અને યોગ મુદ્રાઓ કરવામાં આવી હતી.
 કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી તથા કાર્યક્રમના અંતે જીવનમાં યોગનું મહત્વ સમજી આખ વર્ષ દરમિયાન નિયમિત યોગનો અભ્યાસ કરવા અને જીવસૃષ્ટિ પ્રત્યે દયાભાવ તથા સમગ્ર વિશ્વમાં એકતા અને સદાચર જાળવવા સૌને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...