બોટાદના ગઢડા તાલુકાની જનડા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શાળા જનડા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ. આ આયોજનમાં ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ અને શિક્ષકગણે ભાગ લીધો હતો. આ નિમિત્તે યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પર આવનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અને આગામી સમયમાં ખેલ મહાકુંભમાં ભાગ લેવા માટે અત્યારથી તેઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ગાબુ મનુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો