Parichay Talks :- 415 13-08-22 ભાવનગરના એ.એસ.પી.સફીન હસને સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને એ E-FIR એપ્લિકેશન વિશેની જાણકારી આપી

ભાવનગરના એ.એસ.પી.સફીન હસને સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને એ E-FIR એપ્લિકેશન વિશેની જાણકારી આપી.

ભાવનગરના એ.એસ.પી. સફીન હસને સ્વામિનારાયણ ગુરુકુળ, શામપરા ખાતે આવેલ ગુરુકુળના વિદ્યાર્થીઓને E-FIR એપ્લિકેશન વિશેની ઉપયોગી જાણકારી આપી હતી. પોલીસ તંત્ર દ્વારા પોલીસ સ્ટેશન ગયાં વગર ઓનલાઇન રીતે એપ્લિકેશન કરી શકાય તે માટે આ એપ્લિકેશન વિકસીત કરી છે.

તેનો કઇ રીતે ઉપયોગ કરી શકાય અને તેનાથી થનાર ફાયદા વિશેની સમજણ સફિન હસને આપી હતી. ગુરૂકુળના વિદ્યાર્થીઓએ આ વિગતો રસપૂર્વક સાંભળી હતી.





તેમણે ગુરુકુળના વિદ્યાર્થીઓને કેવી રીતે કારકિર્દીમાં નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરી શકે તે માટે કેવી રીતે આયોજન કરવું જોઇએ અને કઇ રીતે તે મેળવવાં પ્રયત્ન કરવાં જોઇએ તે વિશેનું ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલીયા, વરતેજ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા, ભાવનગર કોળી સેનાના શહેર પ્રમુખ કાળુભાઈ જાંબુચા, તાલુકા પ્રમુખ પેથાભાઇ આહીર, ભાવનગર જિલ્લાના મહામંત્રી ભૂપતભાઈ બારૈયા, કિસાન મોરચા સંઘના મહામંત્રી વિનોદભાઈ મકવાણા, જે.જે. ગોપનાથવાળા  વિષ્ણુભાઈ કામ્બડ, રાજેશભાઈ ફાળકી, અજયભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...