ભાવનગરના નવાગામની પ્રાથમિક શાળામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું.
ભાવનગરના નવાગામની પ્રાથમિક શાળા અને નવાગામ ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયત્નથી આઝાદી અમૃત મહોત્સવ - આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, નિમિતે શાળાના બાળકો, શિક્ષકો અને સરપંચ પરેશભાઈ મેર તેમજ SMC સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતમાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું,
જે તિરંગા યાત્રા સમગ્ર ગામમાં ફરી ને ભારત માતાની જયજયકાર કરવામાં આવી. સમગ્ર આયોજન બદલ ગામના સરપંચ પરેશભાઈ મેરે શાળાના આચાર્ય રાજુભાઈ જાનીને શુભેચ્છા પાઠવી હતી.
આ યાત્રામાં ધોરણ 3 થી 8 ના 300 બાળકો જોડાયા હતા.
આ તિરંગા યાત્રા યોજવાથી બાળકોમાં ત્રિરંગો પ્રત્યે સન્માન થાય તેનું મહત્ત્વ સમજી આઝાદી મૂલ્ય સમજે તે હેતુ સાથે યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રાને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષક સ્ટાફે કામગીરી કરી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો