Parichay Talks :- 427 20-08-22 ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાનું દિલ્હી ખાતે ’ભારત સેવક સમાજ’ દ્વારા 'કર્મશ્રી' પદકથી સન્માન

 ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાનું

 દિલ્હી ખાતે ’ભારત સેવક સમાજ’ દ્વારા 'કર્મશ્રી'  પદકથી સન્માન

સામાજિક ઉત્થાન અને સેવા હેતુ કાર્યરત ’ભારત સેવક સમાજ’ દ્વારા ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાને રાજધાની દિલ્લી ખાતે 'કર્મશ્રી'  થી સન્માન એનાયત થયેલ છે.

લગભગ સાત દાયકા અગાઉ સ્વતંત્રતા બાદ દેશમાં સામાજિક ઉત્થાન અને સેવા હેતુ સ્થપાયેલ ’ભારત સેવક સમાજ’ દ્વારા વિવિધ સાંસ્કૃતિક વારસાની જાળવણી સાથે સામાજિક કામગીરીના આયોજનો કરવામાં આવે છે. આ સંસ્થાના સ્થાપના દિવસે રાજધાની દિલ્લી ખાતે સામાજિક કાર્યકર્તાઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં સુરેશ માંગુકિયાને આ સન્માન આપવામાં આવ્યું હતું. 

ગુજરાતમાંથી ભાવનગરના યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાને તેમની શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિ અને યોગદાન સંદર્ભે ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સચિવ રાજેશ અગ્રવાલ સાથે અનિલ સહસ્ત્રબુદ્ધે, મહંમદ હસન તથા સંજય શિવનાની વગેરેની ઉપસ્થિતિમાં 'કર્મશ્રી' પદક સન્માન એનાયત થયું છે.

સન્માનિત સુરેશ માંગુકિયા મુખ્યત્વે શૈક્ષણિક સંસ્થા સંચાલન દ્વારા રોજગારલક્ષી અભ્યાસક્રમ દ્વારા યુવાનોને આત્મનિર્ભર બનાવવાં સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇના ’આત્મનિર્ભર ભારત’ બનાવવાના વિઝન સાથે સક્રિય રીતે જોડાયેલાં રહ્યાં છે.

યુવા કાર્યકર્તા સુરેશ માંગુકિયાના આ સન્માનથી ભાવનગરની યશકલગીમાં એક વધુનો ઉમેરો થયો છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...