Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 31-05-23 "આંજણાઓના મુખે ગુંજતું એકજ નામ " અર્બુદા સેના "નો પરિચય " લેખક :- પટેલ નિકિતા (" નીકી ") - આણંદ

"આંજણાઓના મુખે ગુંજતું એકજ નામ " અર્બુદા સેના " નો પરિચય " લેખક :- પટેલ નિકિતા (નીકી)


        ચાલો એક એવા સંગઠન એવા એક જૂથની વાત કરીએ જેની ચૂંટણી સમયે ચારેબાજુ ચર્ચા હતી. દરેકના મોઢે એક જ વાત હતી. અર્બુદા સેના એક વિશાળ વ્યક્તિત્વની સરળ પરિભાષાને સમાજના સભ્યો થકી અનેક સ્નેહ પ્રાપ્ત થયો છે.તેવા આદરણીય પૂર્વ ગૃહમંત્રી ગુજરાત રાજ્ય અને અર્બુદા સેનાના સ્થાપક અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીએ આંજણા સમાજના  કુળદેવી અર્બુદા માતાજીના નામ પરથી  અર્બુદા સેના નામ આપ્યું .


         ગાંધીનગરમાં આવેલ પંચશીલ ફાર્મમાં નિવાસ કરતા વિપુલભાઈ ચૌધરીને સમાજના વિકાસની ગાથાને પ્રગતિના પંથે આગળ વધારવા માટે ચૌધરી સમાજના આગેવાનો ને મળીને પોતાના સમાજના વિકાસ માટે અર્બુદા સેના રચવામાં આવી.


          શરૂઆતમાં અર્બુદા સેનાની પ્રારંભિક સભાઓ યોજવામાં આવી. પરંતુ મગરવાડા બનાસકાંઠામાં યોજાયેલ અર્બુદા સેના સભાનો પડધો આખા પ્રાંતમાં પડ્યો. દિન પ્રતિ દિન અર્બુદા સેના વિસ્તરતી ગઈ.  સંગઠન મજબૂત બનતું ગયું, વિપુલભાઈના ધ્યેય, સમાજની લાગણીથી દરેક જિલ્લાના ચૌધરી ભાઈ બહેનો જોડાતા ગયા. આજે ચૌધરી સમાજમાં પોતાની એક આગવી ઓળખ અર્બુદા સેના ધરાવે છે. ભાઈચારાની સાથે સમાજ સેવાની પ્રવૃત્તિઓ દરેક સભ્ય નિષ્ઠા પૂર્વક કાર્ય કરે છે.સમાજને ભયમુક્ત, ભ્રષ્ટાચાર મુક્ત અને અન્ય સમાજને ઉપયોગી સમાજનું નિર્માણ કરવાની સાથે સંગઠનની રચના થઇ હતી .જે  પરિપૂર્ણ થઇ હતી. સંગઠન દ્વારા રક્તદાન, વૃક્ષારોપણ, વડીલોનું સન્માન, સૈનિકોનું સન્માન જેવા રચનાત્મક કાર્યક્રમો દ્વારા બીજા સમાજો ઉપર એક આગવી ઓળખ ઉભી કરી છે.
    સંગઠનમાં પ્રદેશ માળખું, જિલ્લા માળખું, તાલુકા માળખું અને ગ્રામ્ય માળખાની રચના કરીને આંજણા સમાજના 1253 ગામોમાં અર્બુદા સેનાના સંગઠનને મજબૂત બનાવવાનું કામ કરવામાં આવ્યું છે.
" સંગઠનનો શ્રેષ્ઠ  પ્રભાવ તેજ અર્બુદા સેનાની પ્રબળ શક્તિ "      


        આદરણીય વિપુલભાઈ ચૌધરીના પિતાજી દૂધ સાગર ડેરીના સ્થાપક સ્વ. માનસિંહ ભાઈ પૃથ્વીરાજભાઈ પટેલની જન્મ જયંતિ પર એક વિશાળ ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું. ગામેગામથી ચૌધરી ભાઈ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
        ઈરાદાઓ હંમેશા મજબૂત હોય તો દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. તેવા જ મજબૂત ઈરાદાઓ અર્બુદા સેનામાં જોડાયેલા ભાઈ બહેનોના છે.
         બીજાને મદદરૂપ થવાની ભાવનાઓ સાથે સંકળાયેલા આ સંગઠનનું કાર્ય આપણે જોઈ શકીએ છીએ જેમાં ઘણી બધી જગ્યાએ બીજા જિલ્લામાંથી આવતા પરીક્ષાર્થીઓને રહેવા  જમવાની સગવડો પણ આ સંગઠનના ભાઈ બહેનોએ ઊભી કરી હતી. કોઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર બસ મદદરૂપ થવાની ભાવના એજ આ સંગઠનનો ધ્યેય છે.
  "હંમેશા પ્રગતિ તે જ કરે 
 જ્યાં સંગઠન મજબૂત હોય 
  સંગઠન ત્યાં જ મજબૂત હોય
જ્યાં તેના અધ્યક્ષ મજબૂત હોય "
         અર્બુદા સેનાની તાકાત તો વિપુલભાઈની અનુઉપસ્થિતિમાં તેમની જગ્યાએ તેમની પાઘડીને માન આપીને અર્બુદા સેનામાં જનમેદની  ઉમટી હતી. અર્બુદા સેનાની તેજ પ્રખર તાકાત હતી. 
 " પાઘડીને માન તે જ આંજણાની શાન " 

Parichay Talks :- (Parichay Channel) Dt :- 31-05-23 Best Current Affairs 2021 l Important Current Affairs 2021| Current Affairs by Parichay Talks Part-2

Parichay Talks (Freend Book) Dt :- 31-05-23 આ દેશમાં દરેક ગલીમાં ગુરુ છે...... કવિ :- દેવાંગ જોષી. - રાજુલા.

આ દેશમાં દરેક ગલીમાં ગુરુ છે......    કવિ :- દેવાંગ જોષી. -  રાજુલા.


Parichay Talks :- (Parichay Channel) Dt :- 30-05-23 Matlabi Logo Ne Diye Gam To Kyu Bar Bar Roye Ham | Short | Viral | Parichay Talks

Matlabi Logo Ne Diye Gam To Kyu Bar Bar Roye Ham | Short | Viral | Parichay Talks



 

Parichay Talks (Freend Book) Dt :- 30-05-23 'બદલી જો દિશા'નો નારો...... કવયિત્રી : - જુલી સોલંકી ' સચેત ' - કચ્છ - ભુજ.

'બદલી જો દિશા'નો નારો................... 

કવયિત્રી : - જુલી સોલંકી ' સચેત ' - કચ્છ - ભુજ.


મારગે મળેલ કાંટે, પગમાં ઠેસ વગાડી ગયો;  
ત્યારે 'બદલી જો દિશા'નો નારો લગાવી ગયો. 

પૈસાની લાલચે પડેલ માનવી જ્ઞાનને ભૂલી ગયો;
એ મોહ-માયાના બંધનના સાથે અટવાઈ ગયો. 

સ્વભાવના અનેક રૂપોને અંદર ઘર કરી ગયો;
રંગ રૂપની માયાજાળમાં વિવેકને વિસરી ગયો. 

કર્મના ઉદયથી ભોગવટાના બીજ રોપી ગયો; 
અજાણતાં બીજાને દુઃખનો ભાગીદાર બનાવી ગયો.

અભિમાની ડગરમાં ઈર્ષ્યાની આગમાં બળી ગયો; 
સમજણના અભાવે  દુઃખની ખાઈમાં ગબડી ગયો.

સત્યનાં મારગમાં શૂરાના ગુણને ધ્યાનમાં રાખી ગયો; 
એ વીરતાથી વીર બનીને નવા વિચારોને ફેલાવી ગયો. 

મારગે મળેલ કાંટે, પગમાં ઠેસ વગાડી ગયો;  
ત્યારે 'બદલી જો દિશા'નો નારો લગાવી ગયો.

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 30-05-23 જિંદગી ભીખ મેં નહીં મિલતી.......... . લેખક :- વનિતાબેન રાઠોડ - રાજકોટ

જિંદગી ભીખ મેં નહીં મિલતી.....  લેખક :- વનિતાબેન રાઠોડ  -  રાજકોટ



Parichay Talks (Education News) Dt :- 30-05-23 ભાવનગરના અમૂલ પરમારને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે. મળે છે.. સંકલન :- પરેશ ત્રિવેદી, - ભાવનગર

ભાવનગરના અમૂલ પરમારને ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાશે. મળે છે..  સંકલન :- પરેશ ત્રિવેદી, - ભાવનગર


        અમુલ પરમાર ભાવનગર માટે જ નહીં સમગ્ર ગુજરાત માટે આ જાણીતું નામ છે... અમુલ પરમારએ ભાવનગર નું ગૌરવ છે, પિતાજી સ્વર્ગસ્થ ખોડીદાસ પરમારનો વારસો તેમણે બખૂબી નિભાવ્યો છે... જ્યારે પિતાનું નામ ખૂબ મોટું હોય ત્યારે બાળકો તેના પિતાના નામથી ઓળખાય છે, અમુલ પરમાર માટે આ તો સાચું જ છે ..પરંતુ અમુલ પરમારે પોતાના શ્રેષ્ઠ કાર્ય દ્વારા પોતાનું આગવું વ્યક્તિત્વ નીપજાવ્યૂ છે અને એ રીતે પોતાનું નામ બનાવ્યું છે... એક શિક્ષક તરીકે પોતાની શાળાના વિદ્યાર્થીઓને શાળાના મેદાનથી શરૂ કરીને રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ દર વર્ષે લઈ જતા અમે જોયા છે.   પોતે પણ એક આદર્શ ખેલાડી હોવાને નાતે અનેક નેશનલ ઇવેન્ટમાં પાર્ટીસીપેન્ટ થયા છે... ભાવનગર શહેર આચાર્ય સંઘનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે ...ફોટોગ્રાફી એ એમનો રસ નો વિષય છે અને અદભુત ફોટોગ્રાફ બધાની વચ્ચે શેર કરવા એ એમની હોબી છે ...આમ તો પરિવારના દરેક સભ્ય કલાકાર છે એટલે કલા અને સંસ્કૃતિની નગરી ભાવનગર માટે અમુલ પરમાર અમૂલ્ય છે.. આપણા આ અમૂલ પરમાર ને જ્યારે ગુજરાત ગૌરવ પુરસ્કાર મળે છે ત્યારે આપણને સૌને ગૌરવ થાય છે... 
        ભાવનગરના અન્ય લોકોને અગાઉ આ પુરસ્કાર મળી ચૂક્યો છે ...પરંતુ ફોટોગ્રાફી ક્ષેત્રે આ બહુમૂલ્ય અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રથમ વખત મળી રહ્યો છે ..અમુલ પરમાર ને એટલા બધા પુરસ્કારો મળી ચૂક્યા છે કે હવે આ પુરસ્કાર મળે છે ત્યારે અમુલ પરમારનું તો ગૌરવ છે જ પરંતુ આ પુરસ્કારનું પણ ગૌરવ વધે છે એવું આપણે ચોક્કસ કહી શકીએ !!!સૌની સાથે સુંદર સાયુજ્ય સાધતા  અજાતશત્રુ  એવા અમૂલ પરમારને આ પુરસ્કાર મેળવવા બદલ સમગ્ર ભાવનગર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખુબ ખુબ અભિનંદન...........

Parichay Talks :- (Parichay Channel) Dt :- 29-05-23 Sunil Gavaskar Little Master Biography Life Story Indian international cricketer | Parichay Talks

Sunil Gavaskar Little Master Biography Life Story Indian international cricketer | Parichay Talks




Parichay Talks (Freend Book) Dt :- 29-05-23 જિંદગી તો એમ લાગે..... કવયિત્રી :- પારુલ અમિત " પંખુડી " - આણંદ.

જિંદગી તો એમ લાગે.....    

કવયિત્રી :- પારુલ અમિત   " પંખુડી "  -  આણંદ.


Parichay Talks (Freend Book) Dt :- 29-05-23 ઘણું સમજાવ્યું મેં આ દિલ ને......... કવયિત્રી :- હેતલ. જોષી.. - રાજકોટ

ઘણું સમજાવ્યું મેં આ દિલ ને......... કવયિત્રી :- હેતલ. જોષી.. - રાજકોટ



ઘણું સમજાવ્યું મેં આ દિલ ને 
મારું પણ ન માન્યું આ દિલ
ખોવાઈ સપનાઓમાં એના દુઃખી થયું હવે આ દિલ
રાહ જોઈને કોઈની દુઃખી થયું હવે આ દિલ
મળવાના સપના બતાવી દૂર થઈ ગયું કોઈ
હાથ ઝાલી જીવનભરના એવા વચન માં ભરમાઈ ગયું આ દિલ
વાતો માં એની આવી ખોવાઈ ગયું એના માં આ દિલ
પ્રેમ ની માયનગરી માં લોભાઈ ગયું આ દિલ
હકીકત અને સપનાઓ માં અટવાઈ ગયું આ દિલ
રમત ન સમજ્યો આ પ્રેમ ની અને વાતો માં એની લોભાઈ ગયું આ દિલ
હવે જોવે પાછા આવવવાની રાહ આ દિલ
પણ એતો ભૂલી આ પ્રેમ ને દૂર ક્યાંક ચાલ્યો ગયો
છતાં પણ આ દિલ એને ના ભૂલી શક્યું
કોણ સમજાવે આ દિલ ને હવે નહીં મળે એ આ દિલ ને
બસ એની યાદો માં જ ખોવાઈ ગયું આ દિલ
ઘણું સમજાવ્યું મેં આ દિલ ને
પણ મારું ન માન્યું આ દિલ
મારું પણ ન માન્યું આ દિલ...

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 27-05-23 " અસ્તિત્વનો અર્થ શોધતી આજની નારી...... લેખક :- વર્ષા ભટ્ટ ( વૃંદા) - અંજાર

અસ્તિત્વનો અર્થ શોધતી આજની નારી................

 લેખક :- વર્ષા ભટ્ટ ( વૃંદા) - અંજાર



       ભારત પરંપરાગત દેશ તરીકે ઓળખાય છે. અહીં નારીને ત્યાગ અને સમર્પણની દેવી માનવામાં આવે છે. એક નારીને જ ઈશ્વરે એવી શક્તિ આપેલી છે કે તે તેનાં જેવાં બીજાં માનવને જન્મ આપી શકે છે.


        આજનાં સમયમાં અભ્યાસ વધતાં નારી પોતાનાં પગ પર ઉભી રહેતાં શીખી છે, છતાં પણ હજુ ઘણી જગ્યાએ નારી અત્યાચારનો ભોગ બની છે. શિક્ષણ અને અભ્યાસ વધવા છતાં આજની નારી પોતાનાં અસ્તિત્વનો અર્થ પણ આજ સુધી શોધી શકી નથી. કોઈ જગ્યાએ નારી પોતાનાં સપનાંઓ પૂરાં કરવાં નોકરી કરતી હોય છે, તો ક્યાંક પોતાનાં પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા નોકરી કરે છે. નારીને સૃષ્ટિની એક સુંદર અને સુકોમળ કૃતિ ગણાવી છે. જે ઘરને પોતાની દયા, કરૂણા, મમતાથી બાંધી રાખે છે, પણ હાલની પરિસ્થિતિ જોતાં બધું ઉલટું લાગે છે. આજનાં સમયમાં પતિ પત્ની બંને જોબ કરતાં હોય, ત્યારે બંનેને પ્રેમ તો શું નિરાતે વાતચીત કરવાનો પણ સમય મળતો નથી. કયારેક જોબને કારણે પતિ પત્ની દિવસો, મહિનાઓ સુધી એકબીજાને મળી શકતાં નથી.

    આજનાં સમયમાં આધુનિક ઉપકરણો વધ્યાં છે, પણ પ્રેમ, મનની શાંતિ,  શોધ્યાં પણ જડતાં નથી. કોઈકે સાચું જ કહ્યું છે કે જો તમારો પરિવાર આર્થિક રીતે સદ્ધર હોય તો એક સ્ત્રીએ નોકરી ન કરવી જોઈએ. એક સ્ત્રી નોકરી કરે તો બાળકની જવાબદારી ઉપાડી શકતી નથી. ઘરનાં કામો, પતિ પત્નીનો પ્રેમ એવું કશું રહેતું નથી. સાંજ થતાં થાકેલાં પતિ પત્ની એકબીજા સાથે સમય પણ વિતાવી શકતાં નથી.

    આધુનિકતાનો વાયરો ફેલાયો છે કે " આટલાં ભણ્યાં છે તો નોકરી તો કરવી જ જોઈએ." આ નોકરી તમારી ઘણી સુખદ ક્ષણોને હણી લે છે.

     આજની નારીને ઘર, પરિવાર, બાળકો બધું મેનેજ કરતાં તે હંમેશા પોતાનાં અસ્તિત્વનો અર્થ શોધતી રહે છે.

Parichay Talks (Freend Book) Dt :- 27-05-23 વિશ્વ કવિતા દિવસ..... કવયિત્રી :-શિલ્પા પાઠક પ્રજાપતિ. - વડોદરા.

વિશ્વ કવિતા દિવસ.....      કવયિત્રી  :-શિલ્પા પાઠક પ્રજાપતિ. - વડોદરા.


Parichay Talks :- (Parichay Channel) Dt :- 27-05-23 Scientist of the Day Engineer and Physicist Augustin-Jean Fresnel the Story of Light Biography

Parichay Talks :- (Parichay Channel) Dt :- 26-05-23 Hero Wo Nahi Jo Jeet Ta He Haar Ke Bhi Mehnat Karta Hai wo hai Hiro | Short | Viral | Parichay Talks

Hero Wo Nahi Jo Jeet Ta He Haar Ke Bhi Mehnat Karta Hai wo hai Hiro | Short | Viral | Parichay Talks



 

Parichay Talks (Freend Book) Dt :- 26-05-23 પરિણામની આજે ક્યાંક આવી અસર પણ હશે....... કવયિત્રી :- હેતલ. જોષી... રાજકોટ

પરિણામની આજે ક્યાંક આવી અસર પણ હશે....... 

કવયિત્રી :-  હેતલ. જોષી... રાજકોટ


ક્યાંક ખુશી તો ક્યાંક ઉદાસી પણ હશે
પરિણામ ની આજે ક્યાંક આવી અસર પણ હશે
ક્યાંક સપનાઓ સાકાર તો ક્યાંક આજે નિરાશા પણ હશે
કોઈક મહેનત કરવામાં માં સફળ થયું તો કોઈક નિષ્ફળ થયું હશે.

આજ પરિણામ આવી અસર પણ હશે
યાદ રાખજો દરેક આજે આ એક પરિણામ જીવન નું કોઈ પરિણામ ન બંને
આતો એક પરિણામ છે આજે ખરાબ તો કાલે સારુ પણ હશે
જિંદગી છે તો તકો પણ અપાર મળશે
ભૂલી પરિણામ ને આગળ વધી જજે
એ વિદ્યાર્થી તારા માટે તો જીવન ની એક તક તને ફરી મળશે
મહેનત કરી છે તો સફળતા પણ મળશે
ફરી જીવન ના એ પડકાર ને તું હિંમત થી સર કરજે
પરિવાર ની પ્રથમ પરવા તું કરજે એ
કોઈ અઘટી ઘટના તું ન ઘડજે
જે થયું તે એની હવે તું પરવા ન કરજે
ફરી હિંમત કરી નવી સફર તું સર કરજે
ધારેલ પરિણામ ને  ફરી સફળ તું કરજે
જે હોય પરિણામ એને તું સ્વીકારી આગળ તું વધજે
હોય જે પરિણામ સ્વીકારી આગળ તું વધજે.

Parichay Talks (Education News) Dt :- 26-05-23 રાજકોટ કોર્પોરેશન માંથી એકમાત્ર સરકારી શાળા નં.93ની પીએમ પ્રોજેક્ટમાં પસંદગી.

રાજકોટ કોર્પોરેશન માંથી એકમાત્ર 

સરકારી શાળા નં.93ની પીએમ પ્રોજેક્ટમાં પસંદગી.

        શ્રી વિનોભા ભાવે સરકારી શાળા નં.93ની કરોડોના ખર્ચે થશે કાયાપલટ, સ્કૂલ ફૉર રાઇઝિંગ ઈન્ડિયા.. સ્કૂલ ફૉર રાઇઝિંગ રાજકોટ..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સપનાની શાળા કહી શકાય તેવી મોડલ શાળા બનશે રાજકોટમાં


        કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં 14500, ગુજરાતમાં 274 શાળા, રાજકોટ જિલ્લામાં 12 અને રાજકોટ કોર્પોરેશનમાં એક શાળાની પસંદગી પીએમ પ્રોજેક્ટ માટે કરવામાં આવી

        ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરની સરકારી શાળાની કાયાપલટ કરવા માટે ગત વર્ષે પીએમ પ્રોજેક્ટનો વિચાર રજૂ કરી પોતાના સપનાની શાળા વિશેની વાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા એક મોડેલ સ્કૂલ કેવી હોવી જોઈએ અને તેમાં શું-શું હોવું જોઈએ તેનો અભ્યાસ અને સંશોધન હાથ ધરીને અંતે પીએમ શ્રી પ્રોજેક્ટ દેશભરમાં અમલમાં મૂકવામાં આવ્યો છે. પીએમ શ્રી પ્રોજેક્ટમાં ભારતભરમાંથી 14500 શાળાની પસંદગી થઈ છે જેમાંથી ગુજરાતમાંથી 274 શાળા, રાજકોટ જિલ્લામાંથી 12 અને રાજકોટ કોર્પોરેશનમાંથી એક શાળાની પસંદગી કરવામાં આવી છે.

        પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન-મિશન દ્વારા નિર્મિત પીએમ પ્રોજેક્ટ હેઠળ રાજકોટના નાનામૌવા વિસ્તારમાં આવેલી શ્રી વિનોભા ભાવે પે સેન્ટર શાળા નંબર 93ની પસંદગી કરવામાં આવી છે. પીએમ પ્રોજેક્ટમાં પસંદગી થતા શ્રી વિનોભા ભાવે સરકારી શાળાની કરોડોના ખર્ચે કાયાપલટ થશે. આ શાળાનું અતિ આધુનિક ઢબે નવનિર્માણ કરવામાં આવશે જેમાં કેન્દ્ર સરકાર તમામ સહાયતા કરશે અને રાજકોટમાં પણ નવી શિક્ષણ નીતિ મુજબ એક મોડેલ સ્કૂલ કાર્યરત જોવા મળશે. આ મોડેલ સ્કૂલમાં બાળકો માટે જરૂરી તમામ સુવિધાઓ તો હશે જ સાથે વાલીઓ અને શિક્ષકો માટે પણ ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી શૈક્ષણિક સ્તર પર નોંધપાત્ર સુધારો આવશે. ઉલ્લેખનીય છે કે, 5 સપ્ટેમ્બર 2022ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફૉર રાઇઝિંગ ઈન્ડિયા - પીએમ યોજના અંતગર્ત 14500 સ્કૂલ્સને અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ કેન્દ્રીય કેબિનેટ દ્વારા પીએમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. મોદી સરકારે 2022થી 2026 સુધીમાં આ પ્રોજેક્ટ માટે 27360 કરોડ રૂપિયા ફાળવ્યા છે. કેન્દ્ર સરકાર કુલ બજેટમાંથી આશરે 18128 કરોડ રૂપિયા આપશે, જ્યારે બાકીની રકમની જવાબદારી વ્યક્તિગત રાજ્ય સરકારોની રહેશે. દેશભરમાં વિવિધ રાજ્યોમાં 1800000થી વધુ વિદ્યાર્થીઓને આ પહેલનો લાભ મળવાનો છે, જેમાં સરકાર સંચાલિત શાળાઓનો સમાવેશ થાય છે. પીએમ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલી સ્કૂલ અન્ય સ્કૂલ માટે રોલ મોડેલ બનશે. રાજકોટ કોર્પોરેશનમાંથી એકમાત્ર સરકારી શાળા નં.93ની પીએમ પ્રોજેક્ટમાં પસંદગી થતા હવે શહેરની સરકારી શાળામાં પણ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શ્રેષ્ઠ અને સુવિધાસભર શિક્ષણ મળવું સરળ બનશે. અત્રે નોંધનીય છે કે, રાજકોટ કોર્પોરેશનની સરકારી શાળા નં.93ના આચાર્ય વનિતાબેન રાઠોડને અગાઉ રાષ્ટ્રપતિના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળી ચૂક્યો છે અને હવે તેમના સંચાલિત આ શાળાની પીએમ પ્રોજેક્ટમાં પસદગી થઈ છે.
 
** :- પીએમ પ્રોજેક્ટમાં પસંદ થયેલી સ્કૂલનું નામ અને યુનિફોર્મ બદલાશે

        પીએમ પ્રોજેક્ટમાં પસંદ થયેલી તમામ સ્કૂલનું સ્ટ્રક્ચર એક સમાન રહેશે. પીએમ પ્રોજેકટની સ્કૂલ શ્રી ભીમરાવ પ્રાથમિક શાળાના નામથી ઓળખાશે, તેનો યુનિફોર્મ પણ બદલવામાં આવશે. આ પ્રોજેક્ટમાં બાલા પ્રોજેક્ટનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે. આધુનિક ભારતની એક અદ્યતન શાળા બનાવવા માટે પીએમ પ્રોજેક્ટમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ પીએમ શ્રી પ્રોજેક્ટમાં પસંદ કરાયેલી સરકારી શાળા પાસે ખાનગી શાળાઓ પણ ઝાંખી પડે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

** - પીએમ શ્રી સ્કૂલની શું છે વિશેષતાઓ?

પીએમ શ્રી સ્કૂલ મોડેલ સ્કૂલ હશે જે સંપૂર્ણપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે સુસંગત હશે. આ સ્કૂલને કેન્દ્ર સરકાર તરફથી કરોડો રૂપિયાનું વાર્ષિક ભંડોળ મળશે. પીએમ સ્કૂલને સંપૂર્ણ રીતે અદ્યતન ટેકનોલોજી આધારિત બનાવવામાં આવશે. સંપૂર્ણ સ્કૂલને અપગ્રેડ કરવામાં આવશે. આ સ્કૂલમાં માત્ર સ્માર્ટ ક્લાસરૂમ જ નહીં, કોમ્પ્યુટર લેબથી લઈને લેબોરેટરીઓ, લાઈબ્રેરીઓ અને અન્ય ઘણી બધી જગ્યાઓએ નવીનત્તમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

        આ સ્કૂલમાં વધુને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ અને સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ આપતું શૈક્ષણિક ધામ બનાવાશે. અહીં તમામ પ્રકારની ઈન્ડોર, આઉટડોર પ્રવૃત્તિઓ શીખવવામાં આવશે. ખાસ કરીને ડિસ્કવરી ઓરિએન્ટેડ અને લર્નિંગ સેન્ટ્રીક ટીચિંગ મેથડ લાગુ કરવામાં આવશે. જેથી બાળકોમાં નવી વસ્તુઓ શીખવાની અને શોધવાની ક્ષમતાનો વિકાસ થાય, નહી કે ગોખવાની. રમત-ગમત અને રમકડાં આધારિત શિક્ષણ આપવામાં આવશે. આ શાળાઓને માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ રમત-ગમતમાં પણ અવ્વલ બનાવવામાં આવશે.

        પીએમ શ્રી સ્કૂલમાં આર્ટ રૂમ પણ હશે. એટલે કે બાળકોના વ્યક્તિત્વમાં સર્જનાત્મક કલાનો પણ બાળપણથી જ વિકાસ થશે. દરેક વર્ગમાં પ્રત્યેક બાળક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બધા જ બાળક કેટલું શીખે છે તે જાણવા તેમનું દરેક સ્તર પર મૂલ્યાંકન કરવામાં આવશે. સાથોસાથ આ સ્કૂલને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. તેમના કેમ્પસને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, પાણીના સંરક્ષણથી લઈને કચરાના રિસાયક્લિંગ સુધી વીજળીની બચતનું ધ્યાન રાખવામાં આવે. આ શાળાઓનો અભ્યાસક્રમ એવો હશે કે, બાળકો જીવનના તમામ ક્ષેત્રોમ સફળતા હાંસલ કરી શકશે.

Parichay Talks (Education News) Dt :- 17-05-23 સિહોરના ધ્રુપ્કામાં બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વેકેશન પ્રવ્રુતિનૂ આયોજન કરાયું

 સિહોરના ધ્રુપ્કામાં બાળકો માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે વેકેશન પ્રવ્રુતિનૂ આયોજન કરાયું 


હાલમાં દરેક સ્કૂલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે અને ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસોમાં શાળાઓ અને કૉલેજોમાં બંધ છે. આ સમયગાળા દરમ્યાન બાળકો શિક્ષણથી વિમુખ ન થઇ જાય આથી કેટલીક શાળાઓ દ્વારા વિશેષ અને વિશિષ્ટ આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. સિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડ દ્વારા આ બાબતે વિશેષ આયોજન હાથ ધરાયું છે. જાણીતા લેખક ડૉ.નિમિત્ત ઓઝાનું કહેવું છે કે બાળકોને મૂછાળીમા એટલે કે ગિજુભાઇ બધેકાનું તમામ સાહિત્ય વંચાવો. આ થીમ આધારિત ધ્રુપકા શાળાના મદદનિશ શિક્ષક હિંમતભાઇ એસ.રાઠોડ દ્વારા બાળકોને ગિજુભાઇની બાળવાર્તાઓના આધારે વાંચનની પ્રેરણા અપાઇ રહી છે. હિંમતભાઇ દ્વારા ગિજુભાઇની બાળનગરી, અરેબિયન નાઇટ્સ, બાળકોનો બિરબલ, પંચતંત્રની વાર્તાઓ આ પ્રકારની બાળવાર્તાઓ અને ગુજરાતી ભાષાની જાણીતી કહેવતો વંચાવવામાં આવે છે.

ઉપરાંત ગુજરાતી -108 શબ્દોના માધ્યમથી લેખન અને વાર્તાઓ અને તેમાંથી પ્રશ્નો બનાવી બાળકોની મૌલિકતા વધારવા અને લેખિત વધારવાનો પ્રયાસ થઇ રહ્યો છે. વૅકેશન દરમ્યાન હોંશભેર શાળાએ આવે છે. સવારે સાત વાગ્યે શાળા ખૂલી જાય છે. ઉપરાંત આજના સમયની માંગ મુજબ બાળકોને કોમ્પ્યુટર પણ શિખવવામાં આવે છે.વાંચન,લેખન અને ગણનની પ્રક્રિયા જો એકવાર મજબૂત બની જાય તો બાળકની શૈક્ષણિક પ્રગતિ બહુ સારી થતી હોય છે. ગ્રામ્ય લેવલે બાળકોને જો નાનપણથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે તો મોટાં થઇને કારકિર્દી માટેની પરીક્ષાઓમાં તેઓ સફળ થઇ શકતા હોય છે. આ માટે ધ્રુપકા શાળામાં વૅકેશન દરમ્યાન પી.એસ.ઇ., એન.એમ.એમ.એસ.ની પરીક્ષાની પણ તૈયારી કરાવવામાં આવે છે. ઉનાળુ વૅકેશન દરમ્યાન ચાલી રહેલ આ યજ્ઞમાં બાળકો હોંશભેર ભાગ પણ લઇ રહ્યા છે.

Parichay Talks :- (Parichay Channel) Dt :- 17-05-23 jis jis pe vishvas Kiya Un Sab Ne dhokha Diya | Short | Virals | Parichay Talks

jis jis pe vishvas Kiya Un Sab Ne dhokha Diya |

 Short | Virals | Parichay Talks




 

Parichay Talks (Freend Book) Dt :- 17-05-23 તમે આમ ન હસો...... કવિયત્રી :- શૈમી ઓઝા " લફઝ " - મહેસાણા


તમે આમ ન હસો......   કવિયત્રી :- શૈમી ઓઝા  " લફઝ "  - મહેસાણા


Parichay Talks (Education News) Dt :- 16-05-23 ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં વેકેશનમાં બાળકો માટે સમરકેમ્પનું આયોજન

 ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં વેકેશનમાં બાળકો માટે સમરકેમ્પનું આયોજન



શાળાઓમાં હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે વેકેશન દરમિયાન ઘરે રહેતા બાળકોને મોબાઈલ અને ટીવીની લત લાગે છે. જેની બાળકોની માનસિકતા પર વિપરીત અસર પડે છે ત્યારે વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલ અને ટીવીથી દુર રાખવા માટે ઠેરઠેર સમર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ઉનાળુ વેકેશનમાં બાળકો સદઉપયોગ કરી શકે છે, જેના ભાગરૂપે શિશુવિહાર સંસ્થા ખાતે બાળકો માટે સમર કેમ્પ યોજાયો હતો. ઉર આશા ઝવેરી ફાઉન્ડેશનનાં સહયોગથી પ્રતિવર્ષ યોજાતી તાલીમ સાથે વિધાર્થીઓને સ્કાઉટ અને આપત્તી નિવારણ પ્રકારે જીવન ઉપયોગી તાલીમ આપવામાં આવી છે. પુસ્તક અને ભાષાનાં ભારણ વિના શિશુવિહારનાં પ્રાંગણમાં 1940થી સાતત્ય પુર્ણ રીતે ચાલતા પ્રથમ સમર કેમ્પમાં 145 વિધાર્થીઓ તાલીમ મેળવી રહ્યાં છે. વર્ગખંડમાં શિક્ષક દ્વારા ભણાવાતા વિષયો વિધાર્થીનાં મસ્તિષ્કમાં યાદશક્તિ નથી ટકતી. પરંતુ ઉનાળાની રજાઓમાં ગ્રીષ્મ તાલીમવર્ગમાં જાતે શીખેલ સ્કેટિંગ, ચિત્ર, ક્રાફટ, મહેંદી, બ્યુટીપાર્લર, ગ્લાસપેઇન્ટિંગ જેવી આવડતો જીવનભરનો સહયોગ બની રહે છે. શિશુવિહાર સંસ્થા ખાતે બાળકો કલાકો સુધી મોબાઈલ અને ટીવીથી દૂર રહી સમય વિતાવી રહ્યા છે. આથી, નવી પેઢી ભારતની પ્રચલિત શાંતિપ્રિય રમતો રમે અને સમૂહ જીવનનો આંનદ મેળવે તે માટે ક્રીડાગણ તાલીમ સાથે જોડાયેલ સર્વાંગી શિક્ષણનો બીજો વર્ગ તારીખ 14 મે થી શરૂ થનાર છે. જેમા જાગૃત વાલીઓને પોતાના બાળકોને મોકલવા નિમંત્રણ છે.

Parichay Talks :- (Parichay Channel) Dt :- 16-05-23 Joint Pain | Knee Pain | Back Pain Problem Informetion | gharelu upchar Tips | Parichay Talks

 Joint Pain | Knee Pain | Back Pain Problem Informetion | gharelu upchar Tips

Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 16-05-23 આટ આટલું પાણી આવે છતાં પાણીની પારાયણ કેમ ? લેખક :- હેમેન ભટ્ટ - રાજકોટ

આટ આટલું પાણી આવે છતાં પાણીની પારાયણ કેમ ?

 લેખક :- હેમેન ભટ્ટ - રાજકોટ





Parichay Talks (Education News) Dt :- 15-05-23 શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ ખાતે કલ્ચરલ ફેસ્ટ તથા સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરાયું

 શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ ખાતે કલ્ચરલ ફેસ્ટ તથા સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરાયું


ભાવનગરના સિદસર સ્થિત શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ ખાતે સંસ્થાના વિદ્યાર્થીઓ માટે ટેક્ફેસ્ટ, કલ્ચરલ ફેસ્ટ તથા સ્પોર્ટ્સ ફેસ્ટનું આયોજન કરાયું હતુ. જેમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ જુદી જુદી ટેક ઇવેન્ટ્સ જેવી કે પ્રોજેક્ટ એક્ઝિબીશન, આઇડિયેથોન, મોડેલ મેકિંગ, પેપર તથા પોસ્ટર પ્રેઝન્ટેશન , વિવિધ કલ્ચરલ ઇવેન્ટ્સ જેવી કે મ્યુઝિક (લાઈટ વોકલ, ઇન્ડિયન તથા વેસ્ટર્ન વોકલ તથા ગ્રુપ સોંગ, લોકગીત-ભજન વગેરે), થિએટર (સ્કિટ, મિમિક્રી, માઇમ વગેરે), તથા લિટરેચર/ ફાઇન આર્ટ્સ ઇવેન્ટ્સ (ક્વિઝ, ડિબેટ, ઇલોક્યુશન, એડ-મેકિંગ, રંગોળી, ઓન-ધ-સ્પોટ પેઇન્ટિંગ, ક્લે-મોડેલિંગ વગેરે) ઇવેન્ટ્સમાં ઉત્સાહ્પુર્વક ભાગ લીધેલ હતો. સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન સ્પોર્ટ્સ-કોમ્પ્લેક્સ તથા સંસ્થા ખાતે કરવામાં આવેલ. 1000 જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ ફેસ્ટિવલ્સ ખુબ સફળ રીતે આયોજિત થયેલ. શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ વર્ષ 2022-23 ના ઝોનલ તથા ઇન્ટર-ઝોનલ યુવક મહોત્સવ ક્ષિતિજમાં ચેમ્પિઅન થયેલ. સંસ્થાના આચાર્યએ અભ્યાસ તથા અભ્યાસેત્તર તમામ ક્ષેત્રે વિદ્યાર્થીઓ સફળતા મેળવી સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Parichay Talks :- (Parichay Channel) Dt :- 15-05-23 2022 Ne bahut kuch dikha diya aur sikha diya 2022 Ko Salam | Short | Viral | Parichay Talks

2022 Ne bahut kuch dikha diya aur sikha diya 2022 Ko Salam | Short | Viral | Parichay Talks



Parichay Talks :- (Lekhak Ni Kalame ) Dt :- 14-05-23 ' ઘરડા ' ઘરમાં શોભે....' ઘરડાઘર ' માં નહી. લેખક :- જુલી સોલંકી ' સચેત ' - ભુજ-કચ્છ

' ઘરડા ' ઘરમાં શોભે....' ઘરડાઘર ' માં નહી. લેખક :- જુલી સોલંકી ' સચેત ' -  ભુજ-કચ્છ
              જીવનમાં કોઈ વ્યક્તિનો સાથ મળે તો, જીવન સાર્થક થયું હોય એવું વ્યાજબી લાગે. સાથી-મિત્રની આશા હરકોઈ માનવીમાં પડેલી હોય છે. એમાંય વૃદ્ધાવસ્થા દરમિયાન પોતાના સંતાનો સાથે જીવવાની ઘેલછા વધતી જતી હોય. પરંતુ તમે કદી ન વિચાર્યું ? કે આ ઘરડા મા-બાપને ઘરડાઘરમાં કેવું લાગતું હશે ?
    
             બાળપણથી લઈને અત્યાર સુધી પોતાના બાળક માટે, તેના ઉજ્વળ ભવિષ્ય માટે પોતાનું સંપૂર્ણ જીવન વીતાવી નાખે છે. પણ જ્યારે તેનું બાળક ઊંચ શિખર સર કરે છે;  ત્યારે એ વૃદ્ધ ઘરમાં ખટકે છે. ઘરમાં કંકાસ ફેલાઈ જાય છે. એવે વખતે એક જ ઉપાય નજરે ચડે છે. એ છે ઘરડાઘર. સંતાન પોતાના સ્વાર્થ માટે ઘરમાં રહેલ વૃદ્ધને ઘરડા ઘરમાં મૂકી આવે છે. 

           જ્યારે વૃદ્ધની છત્રછાયા હોય છત્રી બની રહે છે ત્યારે ઘરનું આંગણું મહેંકી ઉઠે છે. ઘરમાં ખુશીઓની અમી વર્ષા છલકાઈ જાય છે. દરેક વાર-તહેવારની ઉજવણી હરખ ઉલ્લાસ સાથે કરીને પરિવારને એક ઘરડો જ સાચવી રાખે છે. હૃદયમાં અતૂટ લાગણી સાથે સંબંધની દોર જકડી રાખે છે. 

          ખરેખર ! વૃદ્ધ જ્યારે ઘરમાં ન હોય તો ઘર કરમાઈ ગયેલ ફૂલ જેવું ભાસે છે. કમરાઈ ગયેલ ફૂલ હિંમત ખોઈ બેસે છે; તેમ વડીલ વિનાનું ઘર સાપની જેમ કરડવા મથે છે. કારણ કે વડીલ જેટલાં પાસે હોય છે એટલી જ આપણાં જીવનમાં હિંમત અને સાહસ કરવાની ચીવટ રાખી શકાય છે. 
         
        શું ઘરડાઘરમાં માત્ર જેમના બાળક નથી એ રહે છે ? ના, ઘરડાઘરમાં ઊંચ પદવી મેળવી ગયેલ બાળકના સદસ્યો પણ રહે છે. અંતરે દુઃખના ડુંગરા બોલે છે. જોરજોરથી પોંક મૂકીને કહે છે, " વહાલા, મને ઘરે લઈ જા ! " કહેતાં તો આંસું સરી પડે છે. પણ સાંભળવાવાળું કોઈ નજરે નથી ચડતું. 
            
          વૃદ્ધ માબાપને ઘરડાઘરમાં છોડી આવવા કરતાં હૃદયમાં સ્થાન આપીને એની સાથે મિત્ર ભાવથી રહીએ. કારણ વૃદ્ધાવસ્થા એક જગ્યાએ બાલ્યાવસ્થા જ છે. માટે ' ઘરડા ' ઘરમાં શોભે....' ઘરડાઘર ' માં નહી.

Parichay Talks (Education News) Dt :- 14-05-23 ભાવનગરમાં ડીસ્ટ્રીકટ ચેસ કોમ્પિટિશનમા નૈમિષારણ સ્કૂલનાં વિદ્યાર્થીઓ વિજેતા

 ભાવનગરમાં ડીસ્ટ્રીકટ ચેસ કોમ્પિટિશનમા નૈમિષારણ સ્કૂલનાં વિદ્યાર્થીઓ વિજેતા


ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશનના સહયોગથી ભાવનગર જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા ભાવનગર ડીસ્ટ્રીકટ ચેસ કોમ્પિટિશનનું આયોજન ઘરશાળા ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જુદી-જુદી શાળાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અન્ડર 9, 11 અને 11 વર્ષ ત્રણ વિભાગોની કેટેગરીમાં યોજાઈ હતી. આ સ્પર્ધામાં નૈમિષારણ સ્કૂલના જસ બક્ષી અન્ડર 9 વય ગ્રુપમાં તૃતીય નંબર તથા ભાવના તલરેજાએ અન્ડર 9 વય ગ્રુપમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી ટ્રોફી જીતી હતી. ઉર્જા મેહતા અન્ડર 11 વય ગ્રુપમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રનર્સઅપ ટ્રોફી મેળવી તેમજ આદિત્ય ચૌહાણ અન્ડર 11 વય ગ્રુપમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી રનર્સઅપ ટ્રોફી જીતી હતી. તેમજ કાંક્ષિત થડેસ્વર અન્ડર 11 વય ગ્રુપમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી ટ્રોફી જીતી હતી. જોય તલરેજા અન્ડર 13 વય ગ્રુપમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચેમ્પિયન ટ્રોફી જીતી શાળાનું ગૌરવ વધાર્યું હતું, આ તમામ ખેલાડીઓને તાલીમ શાળા વ્યાયામ શિક્ષક શરદ ગોહેલે આપી હતી. આ બદલ શાળાના પ્રિન્સીપાલ કે.પદમાસિંઘ તેમજ શાળાના સંચાલક કે.પી.સ્વામી, શિક્ષકગણો તથા વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

Parichay Talks :- (Parichay Channel) Dt :- 14-05-23 sachin tendulkar Biography | sachin tendulkar Jivan Parichay | Paichay Talks

Parichay Talks (બ્રેકીંગ ન્યુઝ) Dt :- 13-05-23

Parichay Talks :- (Parichay Channel) Dt :- 13-05-23 har pal Sath Dene Wale Sath Chhod Chale Gaye | Short | Viral | Parichay Talks

har pal Sath Dene Wale Sath Chhod Chale Gaye | 

Short | Viral | Parichay Talks




 

Live Update

Parichay Talks (Freend Book) Dt :-7-12-23 નાલોશી ભરી હાર ... કવયિત્રી :- ભાવના ભટ્ટ - અમદાવાદ

નાલોશી ભરી હાર ... કવયિત્રી  :-  ભાવના ભટ્ટ - અમદાવાદ   નાલોશી ભરી હાર નું દુઃખ  થાય છે, વર્લ્ડ કપ માટે ટીમમાં ઝનૂનની કમી છે. વખાણેલી ખિચડી ...